ગુજરાતના 21 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, ‘અમૃત ભારત સ્ટેશન યોજના’ હેઠળના વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવાશે

|

Aug 26, 2023 | 12:00 PM

રેલવે સ્ટેશનોના સ્વરુપને બદલવાના આ પ્રયાસમાં, ભારતીય રેલવેએ એક દૂરંદેશી નીતિ, અમૃત ભારત સ્ટેશન યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોનો સતત વિકાસ કરવો તેમની માળખાકીય સુવિધાઓ, સુવિધાઓની સાથે સાથે અને સુવિધાઓ તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક યાત્રાનો અનુભવ પ્રદાન કરવા માટે સેવાઓમાં વધારો કરવાનો છે.

ગુજરાતના 21 રેલવે સ્ટેશનની થશે કાયાપલટ, અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળના વર્લ્ડ ક્લાસ સ્ટેશન બનાવાશે

Follow us on

Ahmedabad : ભારતીય રેલવેએ (Indian Railways) ગુજરાતની પ્રગતિ અને સામાજિક આર્થિક વિકાસમાં ઘણું યોગદાન આપ્યું છે. ત્યારે રેલવેના વિકાસલક્ષી અને માળખાકીય કાર્યોને વેગ આપવા માટે નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત રાજ્ય માટે રૂ. 8332 કરોડનો અંદાજપત્ર કરવામાં આવ્યો છે. આ બજેટ  વર્ષ 2009 થી 2014 વચ્ચે ફાળવવામાં આવેલા સરેરાશ બજેટ કરતાં 1315 ટકા વધુ છે.

આ પણ વાંચો-Mehsana: વિજાપુરના રામપુરા કોટડી ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, સગા ભત્રીજાએ જ કરી હતી 14 લાખના સોનાની ચોરી

યાત્રીકોની સુવિધા પર આપવામાં આવ્યુ મહત્વ

રેલવે સ્ટેશનોને માત્ર સેવાના સાધન તરીકે જ નહીં પરંતુ એક સંપત્તિ તરીકે બદલવા અને વિકાસ કરવાના વડાપ્રધાન મોદીનાના વિઝનને અનુરૂપ, ભારતીય રેલવેએ આધુનિક સુવિધાઓ સાથે રેલવે સ્ટેશનોના વિકાસને ખૂબ મહત્વ આપ્યું છે, જેથી સામાન્ય રેલવે યાત્રીઓ પણ આરામદાયક, અનુકૂળ અને આનંદપ્રદ રેલ યાત્રાનો અનુભવ કરે છે.

ઈંગ્લેન્ડની ક્યૂટ ખેલાડીની WPL 2025માં એન્ટ્રી
વિરાટ કોહલી પાસે કેટલા ઘર છે અને તેની કિંમત કેટલી છે?
હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો
મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video

રેલવે સ્ટેશનોના સ્વરુપને બદલવાના આ પ્રયાસમાં, ભારતીય રેલવેએ એક દૂરંદેશી નીતિ, અમૃત ભારત સ્ટેશન યોજનાનું અનાવરણ કર્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય રેલવે સ્ટેશનોનો સતત વિકાસ કરવો તેમની માળખાકીય સુવિધાઓ, સુવિધાઓની સાથે સાથે અને સુવિધાઓ તેમજ યાત્રીઓને સલામત, આરામદાયક અને નૈસર્ગિક યાત્રાનો અનુભવ પ્રદાન કરવા માટે સેવાઓમાં વધારો કરવાનો છે.

ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, દેશભરના 1309 રેલવે સ્ટેશનોને અત્યાધુનિક સુવિધાઓ સાથે પુનઃવિકાસ કરવામાં આવી રહ્યા છે. તેમાંથી 120 સ્ટેશનો પશ્ચિમ રેલવેના કાર્યક્ષેત્રમાં છે. જેમાંથી 87 સ્ટેશનો ગુજરાતમાં, 16 સ્ટેશનો મહારાષ્ટ્ર રાજ્યમાં, 15 મધ્ય પ્રદેશમાં અને 2 રાજસ્થાનમાં છે.

રૂપિયા 846 કરોડના ખર્ચે રેલવે સ્ટેશનનો થશે પુનઃવિકાસ

તાજેતરમાં 6 ઓગસ્ટ 2023ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સમગ્ર દેશમાં 508 રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટે શિલાન્યાસ કર્યો હતો. આમાંથી 21 સ્ટેશનો ગુજરાત રાજ્યમાં છે. જેનો લગભગ રૂપિયા 846 કરોડના ખર્ચે પુનઃવિકાસ અને અપગ્રેડ કરવામાં આવી રહ્યો છે.

આ 21 સ્ટેશનોની યાદી નીચે મુજબ છે.

  •  અમદાવાદ ડિવિઝન: વિરમગામ, અસારવા, પાલનપુર, કલોલ જંકશન, ન્યુ ભુજ, ભચાઉ, પાટણ, હિમતનગર જંકશન અને ધ્રાંગધ્રા
  •  મુંબઈ ડિવિઝન: સંજાણ
  •  વડોદરા ડિવિઝન: ભરૂચ, મિયાગામ કરજણ, વિશ્વામિત્રી, ડભોઈ, ડેરોલ અને પ્રતાપનગર
  •  ભાવનગર ડિવિઝન: સાવરકુંડલા, બોટાદ જંકશન અને કેશોદ
  •  રાજકોટ ડિવિઝન: સુરેન્દ્રનગર અને ભક્તિનગર

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, શહેરની બંને બાજુઓનું યોગ્ય સંકલન કરીને આ સ્ટેશનોને ‘સિટી સેન્ટર્સ’ તરીકે વિકસાવવા માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યા છે. ભારતીય વિવિધતાની ભવ્યતા દર્શાવતા, આ પુનઃવિકસિત સ્ટેશનો નવી અત્યાધુનિક પેસેન્જર સુવિધાઓની સાથે સાથે હાલની સુવિધાઓના અપગ્રેડેશન અને રિપ્લેસમેન્ટથી સજ્જ હશે. સ્ટેશનની બિલ્ડીંગોની ડિઝાઇન સ્થાનિક સંસ્કૃતિ, વારસો અને વાસ્તુકલાથી પ્રેરિત હશે.

અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળનો પુનઃવિકાસ યોગ્ય રીતે ડિઝાઇન કરેલ ટ્રાફિક સરક્યુલેશન સુનિશ્ચિત કરવા સાથે આધુનિક યાત્રી સુવિધાઓ પ્રદાન કરશે. આમાં બિનજરુરી સ્ટ્રક્ચરને દૂર કરીને, શ્રેષ્ઠ લાઇટિંગ, શ્રેષ્ઠ સરક્યુલેટીંગ એરિયા, એર કોન્કોર્સ, વેઇટિંગ રૂમ, એક્ઝિક્યુટિવ લાઉન્જ, ફૂડ કોર્ટ, અપગ્રેડેડ પાર્કિંગ સ્પેસ, દિવ્યાંગજન અને સિનિયર સિટિઝનને અનુકૂળ સુવિધાઓ, સૌ માટે સમાવેશન અને પહોંચ સુનિશ્ચિત કરીને રેલવે સ્ટેશનો સુધીની સરળ પહોંચનો સમાવેશ થશે. ગ્રીન એનર્જી વગેરેનો ઉપયોગ કરીને પર્યાવરણને અનુકૂળ બિલ્ડીંગ વગેરે. આ સ્ટેશનો જાહેર પરિવહનના અન્ય સાધનો સાથે મલ્ટિ-મોડલ કનેક્ટિવિટીની સુવિધા પણ પુરી પાડશે.

આ નવી અત્યાધુનિક સ્ટેશન બિલ્ડીંગો યાત્રીઓની યાત્રાને વધુ સુવિધાજનક અને આરામદાયક બનાવશે. તે શહેર માટે એક વધારાનું આકર્ષણ બનશે અને એરપોર્ટ જેવા વાતાવરણ સાથે યાત્રીઓ, તીર્થ યાત્રાળુઓ અને પ્રવાસીઓને આવકારશે, જેનાથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે અને રોજગારીની તકોમાં પણ વધારો થશે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article