Mehsana: વિજાપુરના રામપુરા કોટડી ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, સગા ભત્રીજાએ જ કરી હતી 14 લાખના સોનાની ચોરી
મહેસાણા વિજાપુરના કોટડી ગામે કે જ્યાં કૌટુંબિક ભત્રીજાએ ઘરની ડુપ્લીકેટ ચાવી બનાવડાવી 14 લાખ રુપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે.
મહેસાણાના વિજાપુરના રામપુરા કોટડી ગામે ગત 14 ઓગસ્ટના રોજ ચોરીનો બનાવ બન્યો હતો. આ ચોરીની ઘટનામાં થોડા દિવસ પહેલા બંધ મકાનમાંથી તસ્કરોએ 14 લાખના 28 તોલાના દાગીનાની ચોરી કરી હતી. જેની ફરિયાદ વિજાપુર પોલીસ મથકે નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. જે સમગ્ર તપાસમાં આરોપીઓ બીજું કોઈ નહીં પરંતુ ફરિયાદીના કૌટુંબિક બે ભત્રીજા જ હોવાનું ખૂલ્યું હતું.
આ પણ વાચો : Mahesana : ઘુમાસણ તળાવ પાસે એક્સપાયરી ડેટવાળા ઇન્જેક્શન અને દવા મળતા સ્થાનિકોમાં જોવા મળ્યો રોષ, જુઓ Video
ફરિયાદી પટેલ આનંદીબેન કાંતિભાઈ મરણ પ્રસંગમાં માણસા જવાનું હોવાથી તેમના કૌટુંબિક ભત્રીજા મિતેશને 14 ઓગસ્ટે બોલાવ્યો હતો અને આનંદીબેન તેમના પતિ કાંતિભાઈ સાથે મરણ પ્રસંગમાં માણસા ગાડી લઈને નીકળી ગયા હતા આ દરમિયાન બંધ ઘરમાં કૌટુંબીક ભત્રીજાને ચોરી કરવાનો મોકો મળી ગયો.
ફરિયાદી આનંદબેન નો ભત્રીજો મિતેશ અને શનિએ પોતાના કાકાના ઘરે જ ખાતર પાડવાનો પ્લાન બનાવી દીધો. મિતેશને જ્યારે આનંદીબેનને માણસા જવા માટે બોલાવ્યો ત્યારે ઘરની ચાવી ગીયર બોક્સમાં મૂકી હતી જે માણસા પહોંચતા મિતેશે તેના કૌટુંબિક ભાઈ શનિને બોલાવી શનિએ ડ્રાઇવર જીતેન્દ્રસિંહને માણસા લઈ આવ્યો હતો.
ઘરનું તાળું ખોલી ઘરમાંથી 14 લાખના 28 તોલા દાગીનાની કરી હતી ચોરી
જ્યાં ગિયર બોક્સમાંથી ઘરની ચાવી લઈ સાબુ ઉપર ચાવીની છાપ પાડી ડુપ્લીકેટ ચાવી બનાવી દીધી હતી અને તે જ દિવસે કોટડી ગામે જઈ ડુપ્લીકેટ ચાવીથી ઘરનું તાળું ખોલી ઘરમાંથી 14 લાખના 28 તોલા દાગીનાની ચોરી કરી આ બંને ફરાર થઈ ગયા હતા. જેને લઈને આ બંને આરોપી પટેલ મિતેશ બીપીન અને પટેલ સની નવીનચંદ્રની વિજાપુર પોલીસે ગણતરીના દિવસોમાં ધરપકડ કરી ઘરના ભેદી બંને ભત્રીજાની ધરપકડ કરી જેલ ભેગા કર્યા છે.
હવે આપણે જણાવીએ કે આ ચોરીનો ભેદ ખુલ્યો કેવી રીતે, ચોરીની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી છે. તપાસમાં પટેલ મિતેશ અને પટેલ સનીએ રૂપિયા 14 લાખના 28 તોલા દાગીના ગીરવે મૂક્યા હોવાનું જાણવા મળ્યું હતું. શનિ અને મિતેશ આ દાગીના ગીરવે મૂકી લોન લીધી હતી. ગોલ્ડ લોન મેળવી અન્ય દાગીના સોની પાસે ગીરવે રાખ્યા હતા.
ફરિયાદી આનંદબેન ના પતિ કાંતિભાઈના ડ્રાઇવર જીતેન્દ્રસિંહ ને શનિ અને મિતેશ ની વર્તણ ઉપર શક થયો હતો. જેમાં લોનની સમગ્ર હકીકત જાણવા મળતા ડ્રાઇવર જીતેન્દ્રસિંહ એ લોનની વિગત પોલીસને જણાવી હતી જેની તપાસ કરતા બંને ભત્રીજાઓની પોલ ખોલ થઈ ગઈ હતી. આરોપી ભત્રીજાઓ પૈકી મિતેશ ટ્રાન્સપોર્ટ નો ધંધો કરતો હતો અને શનિ હાર્ડવેરનો ધંધો કરતો હોવાનું બહાર આવ્યું હતું. આમ હવે આ બંને કૌટુંબિક ભત્રીજાઓ સગા કાકાના ઘરમાં ચોરીના ગુનામાં હવે જેલની હવા ખાઈ રહ્યા છે.