Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junior Clerk Paper Leak: પેપર લીક થયાની ગણતરીની કલાકોમાં જ 16 આરોપીઓની કરાઈ ધરપકડ,જીત નાયક અને પ્રદીપ નાયક હતા માસ્ટર માઈન્ડ

Ahmedabad: ગુજરાતમાં ફરી એકવાર સ્પર્ધાત્મક પરીક્ષાનુ પેપર ફુટતા લાખો ઉમેદવારોના સપના રોળાયા છે. આ સમગ્ર કાંડમાં ગુજરાત ATSની ટીમે પેપર લીક મામલે સંડોવાયેલા 16 આરોપીની ધરપકડ કરી છે. આ સમગ્ર પેપરલીક કાંડમાં ગુજરાત, બિહાર અને ઓડિસા કનેક્શન સામે આવ્યુ છે.

Junior Clerk Paper Leak: પેપર લીક થયાની ગણતરીની કલાકોમાં જ 16 આરોપીઓની કરાઈ ધરપકડ,જીત નાયક અને પ્રદીપ નાયક હતા માસ્ટર માઈન્ડ
આરોપીઓ
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jan 29, 2023 | 8:58 PM

ગુજરાત માં સ્પર્ધાત્મક પેપર ફૂટવાનો સિલસિલો હજી યથાવત છે. ગુજરાતમાં યોજાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા પેપર ફૂટતા આખરે રદ્દ કરવાની ફરજ પડી. પરતું ઉમેદવારોમા પેપર લીક થાય તે પહેલાં ગુજરાત એટીએસએ પેપર લીક કાંડના આરોપીને ઝડપીને મોટી સફળતા મેળવી. ઘટનાની વિગતે વાત કરીએ તો ગુજરાત એટીએસને માહિતી મળી હતી કે જુનિયર ક્લાર્કનું પેપર બરોડાથી કેટલાક શખ્સો લીક કરવાના ઇરાદે સોલ્વ કરી રહ્યા છે. જેથી બરોડામાં આવેલી સ્ટેક વાઇસ ટેકનોલોજી કોચિંગ કલાસ ખાતે ATSની ટીમ પહોંચી.

પેપર લીક કરી રહેલા 16 જેટલા આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરવામાં આવી હતી. આ પૂછપરછમાં હૈદરાબાદના સાઇદરાબાદમાં આવેલ કે.એલ. પ્રેસ પ્રિન્ટિંગમાં પેપર લીક થયું હોવાનું ખુલાસો થયો છે. પેપરલીક કાંડ મામલે ATSની તપાસમાં ગુજરાત, બિહાર અને ઓડીસા કનેક્શન સામે આવ્યું છે.

ATSની ટીમે બરોડા પેપર લીક કરનાર કેતન બારોટ, ભાસ્કર ચૌધરી, પ્રદીપ નાયક, અનિકેત ભટ્ટ, રાજ બારોટ અને બિહારના મોરારી પાસવાન સહિત 16 લોકોની ધરપકડ કરી. જેમાં ઓડીસાનો પ્રદીપ નાયક પોતાના સંબંધી જીત નાયક પાસેથી પેપર હૈદરાબાદથી ગુજરાત લઈને આવ્યો હતો. હાલ હૈદરાબાદથી એટીએસની ટીમે જીત નાયકની પણ અટકાયત કરી છે.

કિન્નરોની અંતિમયાત્રા કેમ ન જોવી જોઈએ? જગતગુરુ હિમાંગી સખીએ જણાવ્યું રહસ્ય!
આજનું રાશિફળ તારીખ : 22-02-2025
વારં વાર ગળું સુકાઈ જવું કયા રોગનું છે લક્ષણ ?
ચહલ-ધનશ્રીના છૂટાછેડા અને 60 કરોડ રૂપિયાનું સત્ય આખરે બહાર આવ્યું
Mukesh Ambani Kundali : અંબાણીની કુંડળીમાં એવું શું હતું જેના કારણે તેઓ અમીર બન્યા?
ગુજરાતની 80 હજાર કરોડની કંપની પાકિસ્તાનમાં ચમકી

જીત નાયક પેપર લીકનો મુખ્ય સૂત્રધાર છે. આરોપી જીત કે.એલ પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો અને જીતે પેપર ચોરી કરીને પ્રદીપ નાયકને 30 હજાર રૂપિયામાં આપ્યું હતું. પ્રદીપ નાયકે પોતાના એક મિત્ર મારફતે બિહારના મોરારી પાસવાન સાથે સંપર્ક કર્યો અને મોરારી પાસવાને પોતાના મિત્ર મિન્ટુ રાય અને અન્ય સાગરીતો દ્વારા બરોડાના ભાસ્કર ચૌધરી સાથે લિંક કરી ત્યારબાદ આરોપી ભાસ્કરે કેતન બારોટ અને પ્રદીપ સંપર્ક કરી પેપર લીક કરવાનું ષડયંત્ર રચ્યું.

જોકે પેપર લીક કરતા પહેલા તમામ આરોપીઓ બરોડાની કોચિંગ ક્લાસમાં પેપર સોલ કરવાના હતા. જેનો મોડી રાત્રે બે થી ચાર વાગ્યેનો સમય નક્કી કર્યો હતો અને તેઓ ઉમેદવારોને પેપર સોલ કરાવે તે પહેલાં જ ગુજરાત ATS પકડી લીધા હતાં. આરોપી જીત નાયક ગુજરાત એટીએસ લઇને આવી રહ્યા છે. મુખ્ય આરોપી જીત તપાસમાં અનેક હકકિત સામે આવશે.

પકડાયેલા આરોપીઓ:

જોકે પકડાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ દરમિયાન અને ગુનાહિત ઇતિહાસ તપાસતા ભાસ્કર ચૌધરી અને કેતન બારોટ વિરુદ્ધ CBIમાં વર્ષ 2019 માં પણ ગુનો નોંધાયેલો હતો. આરોપી કેતન બારોટ અને ભાસ્કર ચૌધરી તો દિલ્હીના તિહાડ જેલની હવા ખાઈ ચૂકેલા છે.

આ પણ વાંચો: Paper Leak : મોકૂફ રાખવામા આવેલી જુનિયર ક્લાર્કની પરીક્ષા આગામી 100 દિવસમાં જ લેવાશે, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત

જોકે અન્ય પકડાયેલા આરોપીઓ માંથી કોણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે તે અંગે અલગ અલગ રાજ્યમાં પણ તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે પકડાયેલા કેટલાક આરોપીઓ પૈકી અમુક આરોપીઓ પોતાની જ એડમિશન કન્સલ્ટન્સી ચલાવી અને સરકારી પરીક્ષાઓના તૈયારી કરવા માટેના વ્યવસાયથી સંકળાયેલા છે જેના કારણે આ પેપર લીક કરવામાં મહત્વનો રોલ ભજવ્યો હતો. ત્યારે ગુજરાત એટીએસની ટીમે હાલ IPC કલમ 406 ,409, 420 અને 120 બી મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

g clip-path="url(#clip0_868_265)">