હિમાંગી સાખીને પોડકાસ્ટમાં પૂછવામાં આવ્યું હતું કે, 'કિન્નરોની અંતિમ યાત્રા શા માટે ન જોવી જોઇએ? કિન્નરોની શબયાત્રા રાત્રીના સમયે જ શા માટે કાઢવામાં આવે છે.
હિમાંગી સાખીએ કહ્યું, 'જુઓ, સામાન્ય લોકો કિન્નરનું મૃત્યુ જોઈ શકતા નથી કારણ કે તે કિન્નર માટે સારું નથી.
'જે કોઇ આ અંતિમયાત્રા જોશે એ તેમના માટે ખુબ સારૂ રહેશે, તે અત્યંત ધનવાન બની જશે.
પરંતુ કિન્નરો માટે એ સારું નથી કે તેની અંતિમ યાત્રા કોઈ જુએ. કારણ કે પાછળથી તેને ફરી એક વ્યંઢળની મુશ્કેલીઓ સહન કરવી પડેશે. મરણ પછી ગોપનીય રીતે કિન્નરોની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને તેને દફનાવામાં આવે છે.
ઘણા લોકો કહે છે કે કિન્નર મરે તો તેને જુતા-ચપ્પલ મારવામાં આવે છે પરંતુ તે આ ખોટું છે, આ એક અફવા છે.
'આજના સમયમાં આખી દુનિયા એક કિન્નરની અંતિમયાત્રા જુએ છે. હવે એ સમય નથી કે કિન્નરોના શબને છુપાવીને લઇ જવો પડે.
કિન્નરને સમાજમાં રહેવાનો અધિકાર છે, અને તેમાના આ અધિકાર માટે દરેક કિન્નરની શબયાત્રા દિવસે જ નિકળવી જોઇએ અને દરેક લોકોએ તે જોવી જોઇએ.