YRKKH : શું ફી વધારવાની થઈ હતી માંગ? ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં 20 વર્ષનો શા માટે આવ્યો લીપ, હર્ષદ ચોપરાએ તોડ્યું મૌન
ટીવી એક્ટર અને ટીવી એક્ટ્રેસ શહેઝાદા ધામી અને સમૃદ્ધિ શુક્લા સાથે સીરિયલ 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'માં ફરી એકવાર નવી સ્ટોરી શરૂ થઈ ગઈ છે. શહેઝાદા અને સમૃદ્ધિ પહેલા આ સ્ટાર પ્લસ શોમાં હર્ષદ ચોપરા અને પ્રણાલી લીડ કેરેક્ટર ભજવતા હતા. હાલમાં જ સોશિયલ મીડિયા પર હર્ષદ ચોપરાના અનપ્રોફેશનલ બિહેવિયરને લઈને કેટલાક સમાચાર વાયરલ થઈ રહ્યા હતા.
સ્ટાર પ્લસની સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’માં ફરી એકવાર 20 વર્ષનો લીપ દર્શકોને બતાવવામાં આવ્યો છે. આ લીપ પછી પ્રણાલી રાઠોડ અને હર્ષદ ચોપરાએ શોને અલવિદા કહી દીધું છે પરંતુ શોમાં આવેલા આ બદલાવ બાદ રાજન શાહીની ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’નો TRP ચાર્ટ પર ખાસ કમાલ કરી શકી નથી.
હાલમાં જ શોના સેટ પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં શોના નિર્માતા રાજન શાહીએ કેટલાક કલાકારોના અનપ્રોફેશનલ બિહેવિયર પર નિશાન સાધ્યું હતું. રાજન શાહીના નિવેદન બાદ ઘણા મીડિયા રિપોર્ટ્સમાં લખવામાં આવ્યું હતું કે, હર્ષદ ચોપરાની ફી વધારવાની માગણી બાદ રાજન શાહીએ શોમાં લીપ લેવાનો નિર્ણય કર્યો હતો.
ઘણા કલાકારો એ શો છોડ્યો છે
હવે આ સમગ્ર મામલે હર્ષદ ચોપરાએ પોતે ખુલાસો કર્યો છે. TV9 નેટવર્ક સાથેની ખાસ વાતચીતમાં હર્ષદ ચોપરાએ આ તમામ અહેવાલોને ખોટા ગણાવ્યા. તેણે કહ્યું છે કે, આ ફેલાઈ રહી છે તેમાં કોઈ સાચું નથી. તમને જણાવી દઈએ કે માત્ર હર્ષદ ચોપરા અને પ્રણાલી રાઠોડ જ નહીં અન્ય ઘણા કલાકારોએ પણ શોમાં આવનારા લીપને કારણે ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ને અલવિદા કહી દીધું છે.
View this post on Instagram
(Credit Source : StarPlus)
હિના ખાને અલવિદા કહી દીધું હતું
‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ની શરૂઆત હિના ખાન અને કરણ મહેરા સાથે થઈ હતી. શોમાં પ્રથમ 20 વર્ષના લીપ પછી કરણ મહેરાએ સીરિયલને અલવિદા કહી દીધું હતું અને કરણ મહેરાએ શો છોડી દીધાના થોડાં વર્ષો પછી હિના ખાને એટલે કે સિરિયલની મેઈન સ્ટાર ‘અક્ષરા’એ પણ ‘યે રિશ્તા’ છોડવાનો નિર્ણય લીધો હતો.
હિના ખાન અને કરણ મહેરા પછી આ સ્ટોરી શિવાંગી જોશી અને મોહસીન ખાન સાથે આગળ વધારવામાં આવી હતી. શિવાંગી-મોહસીન પછી પ્રોડક્શન કાસ્ટ હર્ષદ ચોપરા અને પ્રણાલી એ શોને આગળ વધાર્યો હતો તેમજ બંનેએ શો છોડ્યા પછી હવે સિરિયલમાં શહેઝાદા ધામી અને સમૃદ્ધિ શુક્લા આ શોમાં મુખ્ય ભૂમિકા ભજવતા જોવા મળી રહ્યા છે.