સ્ટેજ પર થપ્પડ મારવાથી લઈને, નામના ખોટા ઉચ્ચારણ સુધી ઓસ્કાર એવોર્ડ રહ્યો છે વિવાદોમાં
દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક ઓસ્કાર એવોર્ડસનું આયોજન આ વખતે કૈલિફૉર્નિયાના ડોલ્બી થિયેટરમાં આયોજન કરવામાં આવ્યું છે. 11 માર્ચના અમેરિકામાં 96મા એકેડેમી એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે સૌ કોઈની નજર આ એવોર્ડ શો પર રહેશે. ચાહકો એ પણ જાણવા માંગે છે કે. આ વર્ષે ફિલ્મને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે. આ વચ્ચે […]
દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડમાંથી એક ઓસ્કાર એવોર્ડસનું આયોજન આ વખતે કૈલિફૉર્નિયાના ડોલ્બી થિયેટરમાં આયોજન કરવામાં આવ્યું છે. 11 માર્ચના અમેરિકામાં 96મા એકેડેમી એવોર્ડ વિજેતાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. ત્યારે સૌ કોઈની નજર આ એવોર્ડ શો પર રહેશે. ચાહકો એ પણ જાણવા માંગે છે કે. આ વર્ષે ફિલ્મને કઈ કેટેગરીમાં એવોર્ડ મળ્યો છે.
આ વચ્ચે અમે તમને ઓસ્કાર એવોર્ડસ સાથે જોડાયેલા કેટલાક વિવાદો વિશે જણાવીશું. જેના વિશે જાણી તમે પણ હેરાન રહી જશો. તો ચાલો ઓસ્કારમાં થયેલા મોટા વિવાદો વિશે જાણીએ. ચાલુ અવોર્ડ ફન્કશનમાં ચોંકાવનારી ઘટના બની. રેસલર અને હોલીવુડ એક્ટર જોન સીના નગ્ન અવસ્થામાં સ્ટેજ પર પહોંચ્યા અને આ જોઈ લોકો ચોંકી ઉઠ્યા હતા. પરંતુ આ એક પ્રેંક હતો
ઓસ્કાર એવોર્ડમાં થયેલો થપ્પડ કાંડ
વર્ષ 2022માં ઓસ્કાર એવોર્ડ દરમિયાન વિલ સ્મિથે ક્રિસ રૉકને થપ્પડ મારી હતી. શોના હોસ્ટ ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીને લઈ મજાક કરી હતી. જે વિલ સ્મિથને પસંદ આવી ન હતી અને તેમણે સ્ટેજ પર જઈ સૌ કોઈની સામે ક્રિસ રૉકને થપ્પડ મારી હતી. આ મામલો લાંબા સમય સુધી ચર્ચામાં રહ્યો હતો. આ દરમિયાન વીડિયો પણ ખુબ વાયરલ થયો હતો.
ખોટા ફિલ્મના નામની થઈ જાહેરાત
આ વાત 2017ની છે. જ્યારે ઓસ્કાર એવોર્ડ દરમિયાન બેસ્ટ ફિલ્મ માટે મૂનલાઈટના સ્થાને લા લા લેન્ડના નામની જાહેરાત થઈ હતી. આને લઈ ખુબ ધમાલ મચી હતી. ત્યારબાદ આ ભૂલ સુધારવા માટે કહ્યું અને પ્રેજેન્ટર્સની પાસે ખોટા નામનું કવર પણ આવી ગયું હતુ.
અવોર્ડ લેવાની ના પાડી
વર્ષ 1973માં ઓસ્કાર એવોર્ડ દરમિયાન ખુબ ધમાલ મચી હતી. જ્યારે ફિલ્મ ધ ગોડફાધર માટે માર્લન બૈન્ડોને બેસ્ટ અભિનેતાના એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા પરંતુ અભિનેતાએ આ એવોર્ડ લેવાની ના પાડી હતી. ત્યારબાદ તેના સ્થાને અમેરિકન એક્ટિવિસ્ટ સેચિન લેટ્લફદર એવોર્ડ લેવા પહોંચ્યો હતો.
ખોટા નામનું ઉચ્ચારણ
અભિનેતા જૉન ટ્રાવોલ્ટા મેન્જેલે એવોર્ડ આપતી વખતે ઈદીના મેન્જેલના નામનું ખોટું ઉચ્ચારણ કર્યું હતુ. જેને લઈને ખુબ વિવાદ થયો હતો.
અમેરિકાના પ્રેસિડેન્ટ માટે કહી અપમાનજનક વાત
વર્ષ 2003માં જ્યારે મૂરે ચેસ્ટિસેસ ફિલ્મ બોલિંગ ફોર કોલંબાઈન માટે એવોર્ડ લેવા મંચ પર પહોંચ્યા તો ત્યાં જઈ તેમણે તત્કાલીન અમેરિકન પ્રેસિડન્ટ જૉર્જ બુશ માટે વાત કહી અને તેને લઈ વિવાદ થયો હતો.
આ પણ વાંચો : અરે આ શું..Oscar Awardsમાં કપડા વગર કેમ પહોંચ્યો જ્હોન સીના? લોકો ચોંકી ઉઠ્યા, જુઓ તસ્વીરો
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો