લગ્નના 3 વર્ષ પછી માતા બનશે યામી ગૌતમ? ઘરમાં ગૂંજશે કિલકારી, દુપટ્ટાથી છુપાવ્યો બેબી બંપ
યામી ગૌતમનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સમાં યામી ગૌતમ પ્રેગ્નન્ટ હોવાની અટકળોએ જોર પકડ્યું છે.
બોલિવૂડ એક્ટ્રેસ યામી ગૌતમ આ દિવસોમાં પોતાની ફિલ્મ ‘આર્ટિકલ 370’ને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં “આર્ટિકલ 370” નું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું છે, જેને દર્શકોએ ખૂબ વખાણ્યું છે. આ દરમિયાન યામી ગૌતમનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ફેન્સમાં યામી ગૌતમ પ્રેગ્નન્ટ હોવાની અટકળોએ જોર પકડ્યું છે.
યામી ગૌતમ છે પ્રેગ્નેન્ટ
અભિનેત્રી યામી ગૌતમ ગણતંત્ર દિવસના અવસર પર પતિ આદિત્ય ધર સાથે મુંબઈમાં જોવા મળી હતી. યામી અને આદિત્ય ધરનો આ વીડિયો સામે આવતા જ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે યામી પ્રેગ્નેન્ટ છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે યામી ગૌતમ સંપૂર્ણ એથનિક લુકમાં જોવા મળી રહી છે. તેણે ગુલાબી રંગનો અનારકલી સૂટ પહેર્યો છે, અને તેનો દુપટ્ટો એવી રીતે પકડ્યો છે કે જાણે તે તેના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી હોય.
વીડિયોને જોઈને લાગે છે કે યામી ગૌતમ દુપટ્ટાની મદદથી પોતાના બેબી બમ્પને છુપાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ યામી ગૌતમનો આ વીડિયો જોયા બાદ યુઝર્સ તરફથી કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. યુઝર્સ માને છે કે અભિનેત્રી પ્રેગ્નેન્ટ છે. હા, પણ તે પોતાની પ્રેગ્નન્સી છુપાવી રહી છે. તેને અનારકલી ડ્રેસ પર પણ હિલ્સ નહીં, પરંતુ આ વખતે સાદા ચંપલ પહેર્યા છે. આવો અમે તમને યામી ગૌતમનો તે વીડિયો પણ બતાવીએ.
જુઓ યામી ગૌતમનો વીડિયો…………..
View this post on Instagram
(Credit source : instant bolllywood)
યામીની પ્રેગ્નન્સીને લઈને અટકળો શરૂ થઈ ગઈ છે
યામી ગૌતમના આ લેટેસ્ટ વીડિયો પર ફેન્સ અને યુઝર્સ અલગ-અલગ પ્રકારના રિએક્શન આપી રહ્યા છે. જ્યારે કોઈએ તેના લૂક પર કમેન્ટ કરી છે, તો ઘણા લોકોએ તેની પ્રેગ્નન્સી વિશે અનુમાન લગાવતી કોમેન્ટ કરી છે, તો કેટલાક લોકોએ યામીને તેની પ્રેગ્નન્સી માટે અભિનંદન પણ આપ્યા છે. એક યુઝરે લખ્યું, શું તમે પ્રેગ્નેન્ટ છો? બીજાએ લખ્યું, “લાગે છે કે યામી પ્રેગ્નેન્ટ છે, જો પ્રેગ્નેન્ટ હોય તો તેને અભિનંદન.” અન્ય ઘણા ફેન્સે પણ આવી જ કોમેન્ટ્સ કરી છે.
View this post on Instagram
(Credit source : Yami gautam dhar)
યામી ગૌતમ વર્કફ્રન્ટ
યામી ગૌતમના કામ વિશે વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ “ઓહ માય ગોડ 2” માં જોવા મળી હતી. જેમાં તેણે વકીલની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને પંકજ ત્રિપાઠી મુખ્ય ભૂમિકામાં હતા. હવે તે તેની ફિલ્મ “આર્ટિકલ 370” દ્વારા દર્શકોનું મનોરંજન કરવા માટે તૈયાર છે, જે 23 ફેબ્રુઆરીએ સિનેમાઘરોમાં આવશે.