સારા અલી ખાને પોતાની સરનેમ વિવાદને લઈ આપ્યો ટ્રોલર્સને વળતો જવાબ, કહ્યું ‘મારે માફી માગવાની કોઈ જરૂર નહીં’
સારાએ કહ્યું મારો જન્મ એક સેક્યુલર ફેમિલીમાં થયો હતો. મને કારણ વગર બોલવુ પસંદ નથી. જે ખોટું છે તેની સામે અવાજ ઉઠાવવાની તાકાત મારી અંદર છે. માત્ર મારી સાથે જ નહીં પણ મારી આસપાસ પણ કોની સાથે ખોટુ થશે તો હું તેની સાથે ઉભી રહીશ.
સારા અલી ખાન એક સેક્યુલર ફેમિલીમાં જન્મી છે. તેમની માતા અમૃતાસિંહ અને પિતા સૈફ અલી ખાનના તલાક થઈ ચૂક્યા છે પણ સારા અલી ખાન બંનેની સાથે સમય પસાર કરતી જોવા મળે છે. સારા અલી ખાન તેના પિતાની સરનેમ લગાવે છે અને પોતાની માતાની સાથે રહે છે. સારાને ઘણી વખત મંદિરોના દર્શન કરતી જોઈ શકાય છે. આ વાતને લઈ ઘણી વખત સારા અલી ખાન ટ્રોલ થઈ ચૂકી છે. હવે તેને પોતાની સરનેમને લઈ ખુલીને વાત કરી અને કહ્યું કે તેને આ બધી વાતથી કોઈ ફરક પડતો નથી.
સારાએ કહ્યું મારો જન્મ એક સેક્યુલર ફેમિલીમાં થયો હતો. મને કારણ વગર બોલવુ પસંદ નથી. જે ખોટું છે તેની સામે અવાજ ઉઠાવવાની તાકાત મારી અંદર છે. માત્ર મારી સાથે જ નહીં પણ મારી આસપાસ પણ કોની સાથે ખોટુ થશે તો હું તેની સાથે ઉભી રહીશ. તેની સાથે જ સારાએ કહ્યું કે લોકોને તેનું કામ પસંદ આવી રહ્યું છે. જો ના આવતું તો તેમને પરેશાની થતી. બાકી તેને કોઈ ફરક નથી પડતો. તેને પોતાની સરનેમ પર કહ્યું મારી ધાર્મિક આસ્થા, હું શું ખાવું છું, હું એરપોર્ટ પર કેવી રીતે જઉં છું, આ બધા જ મારા નિર્ણય છે. મારે તેના માટે કોઈને કઈ કહેવાની કે માફી માગવાની કોઈ જરૂર નથી.
આગામી આ ફિલ્મમાં જોવા મળશે સારા અલી ખાન
સારા અલી ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે તાજેત્તરમાં જ નેટફ્લિક્સ પર રિલિઝ થયેલી ફિલ્મ ‘મર્ડર મુબારક’માં જોવા મળી હતી. તેની સાથે જ હવે તે જલ્દી જ ‘એ વતન મેરે વતન’માં નજર આવશે. તે સિવાય સારા અલી ખાન લેકમે ફેશન વીકમાં રેમ્પ વોક કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેનો બર્ન માર્ક્સ પણ જોવા મળ્યો હતો, તે તસ્વીરો જોઈને લોકોએ તેની હિંમતના વખાણ કર્યા હતા.