અનંત અને રાધિકાના પ્રી-વેડિંગમાં મહેમાનો માટે લક્ઝરી વાહનોનો કાફલો, રોલ્સ રોયસથી BMW, જુઓ વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ સેરેમની માટે એરપોર્ટથી વેન્યૂ સુધી લઈ જવા મહેમાનો માટે લક્ઝરી વાહનોનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. આ કારના કાફલાને એક ખાસ જંગલ થીમ કાર તૈયાર કરવામાં આવ્યો છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી-વેડિંગ સેરેમનીનું ગુજરાતના જામનગરમાં આયોજન કરવામાં આવ્યું છે. દેશ અને દુનિયાની ઘણી મોટી હસ્તીઓ આ પ્રી-વેડિંગ સેરેમનીમાં ભાગ લેવા જઈ રહી છે. એરપોર્ટથી વેન્યૂ સુધી લઈ જવા મહેમાનોને માટે લક્ઝરી વાહનોનો કાફલો તૈયાર કરવામાં આવ્યો છે. મહેમાનો માટે રાખવામાં આવેલા વાહનોના કાફલામાં રોલ્સ રોયસ, BMW રેન્જ રોવર અને મર્સિડીઝનો સમાવેશ થાય છે અને એક ખાસ જંગલ થીમ કાર તૈયાર કરવામાં આવી છે, જેમાં મહેમાનોનું સ્વાગત કરવામાં આવનાર છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
પ્રી-વેડિંગ સેરેમની 1-3 માર્ચ દરમિયાન જામનગરમાં યોજાશે. આ કાર્યક્રમમાં સામેલ થવા માટે સેલિબ્રિટીઓ ધીમે ધીમે જામનગર પહોંચવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે આ સેરેમનીમાં બિલ ગેટ્સ, માર્ક ઝકરબર્ગથી લઈને શાહરૂખ ખાન અને બીજી ઘણી હસ્તીઓ ભાગ લેવા જઈ રહી છે.
અન્ય મહેમાનોમાં સાઉદી અરામકોના ચેરપર્સન યાસેર અલ રુમાયન, એનવી ઈન્વેસ્ટમેન્ટ્સના ફાઉન્ડર વી.વી. નેવો, હાર્વર્ડ બિઝનેસ સ્કૂલના ભૂતપૂર્વ ડીન નીતિન નોહરિયા, સીસીઆરએમ ન્યૂયોર્કના ફાઉન્ડર ભાગીદાર ડો. બ્રાયન લેવિન, સોનીના સીઈઓ કેનિચિરો યોશિદા, કેકેઆર એન્ડ કંપનીના સીઈઓ જો બે, બ્રુકફીલ્ડ એસેટ મેનેજમેન્ટના ચેરમેન માર્ક કાર્ની, મુબાડાલાના સીઈઓ અને એમડી ખલદૂન અલ મુબારકનો સમાવેશ થાય છે.
View this post on Instagram
આ સિવાય એચએસબીસી હોલ્ડિંગ્સ પીએલસીના ગ્રૂપ ચેરમેન માર્ક ટકર, બ્રુકફિલ્ડના મેનેજિંગ પાર્ટનર અનુજ રંજન, જનરલ એટલાન્ટિકના ચેરમેન અને સીઈઓ બિલ ફોર્ડ, ઈન્વેસ્ટર કાર્લોસ સ્લિમ, સેમસંગ ઈલેક્ટ્રોનિક્સના એક્ઝિક્યુટિવ ચેરમેન જય લી, હાવર્ડ માર્ક્સ, કો. ઓકટ્રી કેપિટલ મેનેજમેન્ટ, યોર્કના કેપિટલ મેનેજમેન્ટના ફાઉન્ડર જેમ્સ ડીનાન અને હિલ્ટન એન્ડ હાઈલેન્ડના ચેરમેન રિચાર્ડ હિલ્ટનનો સમાવેશ થાય છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં દીપિકા પાદુકોણ, રણવીર સિંહ, શાહરૂખ ખાન, સલમાન ખાન, સુહાના ખાન, આર્યન ખાન, અભિષેક બચ્ચન, મનીષ મલ્હોત્રા, સિંગર બી પ્રાક, રાની મુખર્જી, રણબીર કપૂર અને જાન્હવી કપૂર સહિત ઘણા સ્ટાર્સ ફંક્શનમાં હાજરી આપવા માટે જામનગર પહોંચી ગયા છે. રિહાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પણ પરફોર્મ કરશે.