એક્ટર ગોવિંદા એ 37 વર્ષ બાદ કર્યા ફરી લગ્ન ! જાણો કોની સાથે, જુઓ અહીં વીડિયો
બોલિવૂડના પાવરફુલ એક્ટર ગોવિંદાએ લગ્નના 37 વર્ષ બાદ ફરી લગ્ન કર્યા છે. આ ખાસ અવસર પર તેની સાથે માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી હાજર હતા. હવે તમે વિચારતા હશો કે તેણે છેલ્લે કોની સાથે લગ્ન કર્યા તો જાણો અહીં
બોલિવૂડમાં પોતાની શાનદાર કોમિક ટાઈમિંગ અને અદભૂત ડાન્સ મૂવ્સથી લોકોનું દિલ જીતનાર એક્ટર ગોવિંદા આ દિવસોમાં ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ ટીવી સ્ક્રીન પર તે અવાર નવાર જોવા મળે છે. અભિનેતાની ફેન ફોલોઈંગમાં આજે પણ કોઈ ઘટાડો થયો નથી અને લોકો હજુ પણ તેની ફિલ્મો જોવાનું પસંદ કરે છે.
તાજેતરમાં જ અભિનેતાએ કંઈક એવું કર્યું જેના પર હવે લોકોનું ધ્યાન ગયું છે. વાસ્તવમાં, અભિનેતાએ તેના એક ટીવી શો દરમિયાન લગ્નના 37 વર્ષ બાદ ફરીથી લગ્ન કર્યા છે, આ લગ્નમાં બોલિવુંડ ક્વિન માધુરી દીક્ષિત અને સુનીલ શેટ્ટી આ ખાસ પળના સાક્ષી બન્યા હતા. હવે અમે તમને જણાવીએ કે ગોવિંદાએ કેમ ફરીથી લગ્ન કર્યા અને કોની સાથે જાણો અહીં.
37 વર્ષ બાદ ગોવિંદાએ ફરી કર્યા લગ્ન
ગોવિંદા તેની પાર્ટનર એટલે કે પત્ની સુનીતા સાથે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દીવાને’ના સેટ પર પહોંચ્યા હતો. તે મહેમાન તરીકે શોના સ્પેશિયલ એપિસોડના ભાગ બન્યા હતા. આ સમય દરમિયાન જ તેમણે કોઈ બીજા સાથે નહીં પરંતુ તેની 37 વર્ષની જીવનસાથી એટલે કે તેની પત્ની સાથે ફરીથી લગ્ન કર્યા છે. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં માધુરી દીક્ષિત ગોવિંદાને કહે છે કે તેણે ક્યારે લગ્ન કર્યા તેની તેને ખબર પણ ન હતી.
View this post on Instagram
આ અંગે દુઃખ વ્યક્ત કરતાં ગોવિંદાની પત્ની સુનીતા કહે છે કે તેમની પાસે લગ્નનો કોઈ ફોટો નથી. આના જવાબમાં માધુરી દીક્ષિત કહે છે કે ફોટા ન હોય તો વાંધો નથી, પરંતુ તમારી પાસે ‘ડાન્સ લવર્સ’નો પરિવાર છે, બીજી તરફ વર-કન્યા પણ અહીં હાજર છે, તેથી આજે તેઓ ફરી એકવાર લગ્ન કરી લે. આ પછી સુનીલ શેટ્ટી અને માધુરી ગોવિંદા અને સુનીતા માટે હાર લઈને આવે છે અને પછી ગોવિંદા અને સુનીતાએ ફરીથી એકબીજા સાથે લગ્ન કરે છે.
‘ડાન્સ દીવાને’માં ગોવિંદાએ કર્યા ફરી લગ્ન
‘ડાન્સ દીવાને’ના આ ખાસ એપિસોડનું નામ ‘ગોવિંદા કી શાદી’ રાખવામાં આવ્યું છે. બંનેએ તેમના લગ્નની ક્ષણને ફરીથી જીવંત છે, કારણ કે તેમની પાસે લગ્નની કોઈ યાદ ન હતી. આ અવસર પર દરેક લોકો સેટ પર ઉત્સાહિત દેખાતા હતા. ગોવિંદા અને સુનીતા મેચિંગ જોડીમાં જોવા મળ્યા હતા. ગોવિંદાએ પિંક ચમકદાર કુર્તા-પાયજામા પહેર્યો હતો, તો સુનિતા પણ હેવી પિંક લહેંગામાં જોવા મળી હતી. બંને વચ્ચે પ્રેમથી ભરેલી ક્ષણ પણ જોવા મળી હતી. વર્માલા બાદ બંને એકબીજાને ગળે લગાડતા અને કિસ કરતા જોવા મળ્યા હતા.
કેવી રીતે થઈ સુનીતા અને ગોવિંદાની પહેલી મુલાકાત
વર્ષો પહેલા સિમી ગ્રેવાલ સાથેની વાતચીત દરમિયાન ગોવિંદાએ જણાવ્યું હતું કે તે સુનીતાને તેના કાકાના લગ્નમાં પહેલીવાર મળ્યો હતો. ગોવિંદાના કાકા અને સુનીતાની બહેનના લગ્ન થયા હતા. અહીંથી જ બંને પ્રેમમાં પડ્યા અને પછી લગ્ન કરી લીધા, પરંતુ લગ્ન પછીનો સમય ટેન્શન ભરેલો રહ્યો. ગોવિંદા અને સુનીતાએ જણાવ્યું હતું કે તેમની વચ્ચે ઘણી વખત ઝઘડા થતા હતા.