શું બે વાર લગ્ન કરશે આમિર ખાનની દિકરી? ઈરાના લગ્નથી લઈને રિસેપ્શનની તમામ ડિટેલ જાણો અહીં
બોલિવૂડ એક્ટર આમિર ખાનની દીકરી આયરા ખાનના લગ્ન થવાના છે. 3 જાન્યુઆરીએ તે તેની બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સાત ફેરા લેવા જઈ રહી છે. તેની શહનાઈ મુંબઈમાં હોટેલ તાજ લેન્ડ એન્ડમાં રમવામાં આવશે, જેમાં લગભગ 900 મહેમાનો હાજરી આપશે. જોકે ખબરો છે કે તેઓ બે વાર લગ્ન કરવાના છે ત્યારે જાણો અહીં સમગ્ર ડિટેલ
આમિર ખાનની પુત્રી ઈરા ખાન આજે 3 જાન્યુઆરી એ લગ્ન કરવા જઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઈરા અને તેનો બોયફ્રેન્ડ નૂપુર શિખરેના રજિસ્ટ્રાર મેરેજ એટલે કે તેઓ આજે કોર્ટ મેરેજ કરશે જે મુંબઈના તાજ લેન્ડ્સ એન્ડમાં છે. કોર્ટ મેરેજ બાદ આ કપલ ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટી આપવાના છે. જેમાં પરિવારના સભ્યો અને નજીકના મિત્રો ભાગ લેશે. રિસેપ્શન પાર્ટીમાં અંદાજે 900 મેહમાનોને આમંત્રણ આપવામાં આવ્યુ છે.
બે વાર લગ્ન કરશે આમીરની દિકરી
આ દરમિયાન ઈરા ખાન અને નુપુર શિખરેને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ અહેવાલ મુજબ કોર્ટ મેરેજ બાદ ઈરા નૂપુર શિખરે સાથે બધા જ રીતી રીવાજો સાથે ભવ્ય લગ્ન કરશે. જે રાજસ્થાનના ઉદયપુરમાં થવાના છે. ઈરા અને નૂપુરના આ લગ્ન 8 જાન્યુઆરીએ ઉદયપુરમાં થશે. ત્યારબાદ બંને 13 જાન્યુઆરીએ મુંબઈમાં બીજું રિસેપ્શન આપશે જેમાં ફિલ્મ જગતના ઘણા સ્ટાર્સ હાજરી આપશે.
અહીં ઈરા ખાનનું રિસેપ્શન યોજાશે
ઈરા અને નૂપુર ના લગ્નની ભવ્ય રિસેપ્શન પાર્ટી Jio વર્લ્ડ સેન્ટર ખાતે જોયાશે. તે જ સમયે, લગ્ન સ્થળ બાંદ્રાના બેન્ડસ્ટેન્ડમાં આવેલું છે, જેની નજીકમાં સલમાન ખાન અને શાહરૂખ ખાનનું ઘર છે. હોટેલ તાજ લેન્ડ એન્ડમાં ઘણા સેલેબ્સના ફંક્શન થઈ ચૂક્યા છે. પ્રિયંકા ચોપરાનું રિસેપ્શન પણ આ જગ્યાએ થયું હતું.
સલમાન મળ્યું આમંત્રણ
મીડિયા રિપોર્ટ મુજબ બિગ ફેટ ઈન્ડિયન વેડિંગમાં માત્ર ખાન અને શિખરે પરિવારના નજીકના લોકો જ હાજરી આપશે. 13 જાન્યુઆરીએ Jio વર્લ્ડ સેન્ટરમાં આયોજિત રિસેપ્શન પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ હાજરી આપશે. આમિર ખાનની દીકરીને આશીર્વાદ આપવા કોણ આવશે તેની માહિતી હજુ સામે આવી નથી. પરંતુ, ગઈકાલે આમિર ખાન સાયરા બાનુ અને સલમાન ખાનના ઘરની બહાર જોવા મળ્યો હતો.
ઇરા ખાનના લગ્નની વિધિ
ઈરાના પ્રી-વેડિંગ ફંક્શન મંગળવાર, 2 જાન્યુઆરીથી શરૂ થઈ ગયા છે. આમિર ખાનની બે પૂર્વ પત્નીઓ રીના દત્તા અને કિરણ રાવ પણ સ્થળની બહાર સાથે જોવા મળી હતી. હલ્દી સેરેમનીમાં તમામ મહિલાઓ મહારાષ્ટ્રીયન સાડી પહેરેલી જોવા મળી હતી. નૂપુરની માતા અને બહેનો પણ જોવા મળી હતી.