રિવરસાઈડ સ્કૂલ ‘વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પ્રાઈઝીસ 2023’ ની ઈનોવેશન કેટેગરીમાં વિજેતા બની

|

Nov 05, 2023 | 3:32 PM

અમદાવાદની સ્વતંત્ર ઇન્ટરનેશનલ સ્કૂલ રિવરસાઇડ સ્કૂલ, ટી-4 એજ્યુકેશન દ્વારા ઇનોવેશન કેટેગરીમાં પ્રતિષ્ઠિત "વર્લ્ડ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ 2023"ની વિજેતા બની છે. આ સિદ્ધિ વિશે પ્રતિક્રિયા આપતાં રિવરસાઇડ સ્કૂલના સ્થાપક કિરણબીર સેઠીએ જણાવ્યું હતું કે, "ઇનોવેશન કેટેગરીમાં 'વર્લ્ડઝ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ્સ 2023' પ્રાપ્ત કરીને અમે ખૂબ જ સન્માનની લાગણી અનુભવીએ છીએ.

રિવરસાઈડ સ્કૂલ વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પ્રાઈઝીસ 2023 ની ઈનોવેશન કેટેગરીમાં વિજેતા બની

Follow us on

વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પ્રાઈઝીસ ફોર ઈનોવેશન, શાળાની પરંપરાગત પદ્ધતિઓથી અલગ નવા વિચારો, સાધનો અથવા પદ્ધતિઓના ઉપયોગ દ્વારા પડકારોનો ઉકેલ લાવનારી તથા અભ્યાસના માહોલને વધુ સમાવેશક અને સંતુલિત બનાવતી શાળાઓને તારવીને તેમનું બહુમાન કરે છે.

રિવરસાઇડ સ્કૂલના નવીન શિક્ષણ, ટેકનોલોજીનો ઉપયોગ અને અનોખા કાર્યક્રમોએ ભવિષ્ય માટે સજ્જ એવા શિક્ષણના માપદંડ નિર્ધારિત કર્યા છે, જે ટોચના સન્માન માટે તેની પસંદગી પાછળના કારણોમાં પૈકીનું એક છે.

રિવરસાઇડ સ્કૂલ્સને અગાઉ “વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પ્રાઈઝીસ” માં ટોપ 10 અને ટોપ 3 માં સ્થાન આપવામાં આવ્યું હતું. આ નવું સન્માન શિક્ષણમાં નવીનતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાની દર્શાવે છે.

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

આ સિદ્ધિ વિશે પ્રતિક્રિયા આપતાં રિવરસાઇડ સ્કૂલના સ્થાપક કિરણબીર સેઠીએ જણાવ્યું હતું કે, “ઇનોવેશન કેટેગરીમાં ‘વર્લ્ડઝ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ્સ 2023’ પ્રાપ્ત કરીને અમે ખૂબ જ સન્માનની લાગણી અનુભવીએ છીએ. આ એવોર્ડ સમગ્ર રિવરસાઇડ સમુદાયના સમર્પણ અને નવીનતાની માન્યતા છે.

તેમણે કહ્યું અમે જીવનમાં પરિવર્તન લાવવા અને વિશ્વને વધુ બહેતર બનાવવા માટે શિક્ષણની ક્ષમતામાં વિશ્વાસ ધરાવીએ છીએ અને સશક્ત, સહાનુભૂતિશીલ અને સર્જનાત્મક વૈશ્વિક નાગરિકોનું નિર્માણ કરવા માટે નવીન શિક્ષણ પદ્ધતિઓ અને શિક્ષણશાસ્ત્રનો ઉપયોગ કરવાની અમારી યાત્રાને ચાલુ રાખવા માટે પ્રતિબદ્ધ છીએ.”

શાળાને મળેલાં આ સન્માનથી આનંદની લાગણી અનુભવતા રિવરસાઇડ સ્કૂલના સ્થાપક કિરણ બીર સેઠીએ વધુમાં જણાવ્યું હતું કે, “ચાલુ વર્ષ ભારત માટે અત્યંત અભૂતપૂર્વ સિદ્ધિઓનું વર્ષ રહ્યું છે – ઐતિહાસિક ચંદ્રયાન મિશનની સફળતા, એશિયન ગેમ્સમાં રેકોર્ડ બ્રેકિંગ 78 સુવર્ણચંદ્રકો હાંસલ કરવા અને અત્યંત સફળ જી-20 સમિટનું આયોજન. રિવરસાઇડ સ્કૂલને વર્લ્ડઝ બેસ્ટ સ્કૂલ ફોર ઇનોવેશન તરીકેની માન્યતા એ ભારતની આગેકૂચની નોંધપાત્ર યાત્રામાં અમારું નાનકડું પણ મહત્વનું પ્રદાન છે જે બદલ અમે ધન્યતાની લાગણી અનુભવીએ છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, “રિવરસાઇડ સ્કૂલના અનોખા અભિગમને સ્વીકૃતિ આપવા બદલ અમે આદરણીય જ્યુરી અને ટી 4 એજ્યુકેશનનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ, જેણે 2 મિલિયનથી વધુ બાળકોને વધુ ન્યાયી અને સુંદર વિશ્વની રચના કરવા માટે તેમના આઈ કેન( હું કરી શકું છું) ની ક્ષમતાને ઓળખવા માટે સશક્ત બનાવ્યા છે.”

ટી4 એજ્યુકેશન દ્વારા એનાયત કરાતા “વર્લ્ડ્સ બેસ્ટ સ્કૂલ પ્રાઇઝ” એ વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત શૈક્ષણિક પુરસ્કારો છે, જે પ્રેરણાદાયી શાળાઓને $2,50,000 ના ઇનામનો હિસ્સો આપે છે અને તેમની શ્રેષ્ઠ પદ્ધતિઓ શેર કરવા માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ આપે છે.

રિવરસાઇડના હેડ ઓફ સ્કૂલ દીપા અવાશિયાએ જણાવ્યું હતું કે, આ સન્માન બદલ હું, છેલ્લા 22 વર્ષથી દરરોજ પોતાનો જાદુ પાથરનાર રિવરસાઇડની ડ્રીમ ટીમ, પથ પ્રદર્શક તરીકે સેવા આપતા અમારા વિદ્યાર્થીઓ અને દરરોજ આપણે જાગીએ છીએ તે કારણને, તથા આપણાં માતાપિતા, શુભેચ્છકો અને ડીએફસી પરિવાર કે જેઓ આ વર્ષો દરમિયાન અમારા ભાગીદારો અને શુભચિંતક રહ્યા છે તે તમામને અંતઃકરણપૂર્વક અભિનંદન પાઠવું છું.”

રિવરસાઇડ સ્કૂલને શિક્ષણ પ્રત્યેના તેના અભૂતપૂર્વ, વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ માટે વિશ્વભરમાં માન્યતા મળી છે, ખાસ કરીને તેના આઇ કેન શૈક્ષણિક મોડેલ અને ફીલ, ઇમેજિન, ડુ અને શેર (એફઆઇડીએસ) પ્રોગ્રામની રજૂઆત દ્વારા. સહાનુભૂતિ, નૈતિકતા, ઉત્કૃષ્ટતા, ઉન્નતિ અને ઉત્ક્રાંતિની ઇરાદાપૂર્વકની મૂલ્ય પ્રણાલીને શૈક્ષણિક અભ્યાસક્રમ સાથે સંકલિત કરીને આ શાળા 2004થી ભારતની ટોચની 10 શાળાઓમાં સ્થાન હાંસલ કરતી આવી છે.

રિવરસાઇડ સ્કૂલની નવીન યાત્રા પાછળની પ્રેરણા સ્થાપક, કિરણ બીર સેઠીના પુત્રના શૈક્ષણિક સંઘર્ષથી ભરેલી છે. પડકારોને પહોંચી વળવા માટે, શાળાએ ડિઝાઇન થિંકિંગ અભિગમ અપનાવ્યો હતો, જે માધ્યમ, જોડાણ અને સર્જનાત્મકતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપે છે. આ ફિલસૂફીમાંથી જન્મેલા FIDS માળખાએ રિવરસાઇડના વિદ્યાર્થીઓમાં આઇ કેન સુપરપાવરનો વિકાસ કર્યો છે એટલું જ નહીં, પરંતુ વૈશ્વિક સ્તરે રિવરસાઇડના ડિઝાઇન ફોર ચેન્જ ગ્લોબલ પ્રોગ્રામ મારફતે 20 લાખ બાળકો સુધી પણ પહોંચ્યું છે, જે બાળકોને ચેન્જ-મેકર્સ બનવા માટે પ્રેરિત કરે છે.

આ પણ વાંચો : શરૂ થશે જેઈઈ મેન માટે રજિસ્ટ્રેશન, જાણો કેવી રીતે કરશો એપ્લાય

રિવરસાઇડમાં રિસર્ચ અને ટ્રેનિંગ વિંગ, રિવરસાઇડ લર્નિંગ સેન્ટર (આરએલસી) પણ છે, જેણે શિક્ષણમાં ડિઝાઇન થિંકિંગને વિકસાવવા માટે અને વ્યાપક દર્શકો માટે સુલભ FIDS ઉપયોગ માટે 20થી વધુ વર્ષોના અજમાયશ અને પરીક્ષણ કરેલી આઇ કેન પ્રક્રિયાઓ અને પદ્ધતિઓને કોડિફાઇડ કરી છે. આર.એલ.સી.એ. FIDS માળખામાં 1,000 થી વધુ સરકારી શાળાના શિક્ષકોને તાલીમ આપવા અને તેમના સંદર્ભોમાં તેની એપ્લિકેશન માટે રાજ્યવ્યાપી, રીમોટ અને વ્યક્તિગત વર્કશોપનું આયોજન કર્યું છે.

રિવરસાઇડ સ્કૂલે તેના વિદ્યાર્થી-કેન્દ્રિત અભિગમ, નવીન શૈક્ષણિક મોડેલ અને FIDS કાર્યક્રમના વ્યાપક પ્રસાર દ્વારા શિક્ષણ પર નોંધપાત્ર હકારાત્મક અસર કરી છે.

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article