ધોરણ 6 થી 12 સુધીના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં થશે ફેરફાર, 35 સભ્યોની સમિતિની કરવામાં આવી રચના

NCERT દ્વારા ધોરણ 6 થી લઈને ધોરણ 12 માટે રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ અને ઈતિહાસ જેવા વિષયો પર શિક્ષણ અને અધ્યયન સામગ્રી અને પાઠ્યક્રમ સામગ્રી તૈયાર કરવા માટે 35 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. 19 સભ્ય વાળા NSTCને અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ સામગ્રી તૈયાર કરવા માટે જાણ કરવામાં આવી હતી.

ધોરણ 6 થી 12 સુધીના સામાજિક વિજ્ઞાનના અભ્યાસક્રમમાં થશે ફેરફાર, 35 સભ્યોની સમિતિની કરવામાં આવી રચના
NCERT
Follow Us:
| Updated on: Nov 16, 2023 | 8:40 PM

નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ એટલે કે, NCERT દ્વારા ધોરણ 6 થી લઈને ધોરણ 12 માટે રાજકીય વિજ્ઞાન, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન, ભૂગોળ અને ઈતિહાસ જેવા જુદા-જુદા વિષયો પર શિક્ષણ અને અધ્યયન સામગ્રી અને પાઠ્યક્રમ સામગ્રી તૈયાર કરવા માટે 35 સભ્યોની સમિતિની રચના કરવામાં આવી છે. 19 સભ્ય વાળા NSTCને આ ધોરણ એટલે કે 6 થી 12 માટે અભ્યાસક્રમ, પાઠ્યપુસ્તકો અને શિક્ષણ સામગ્રી તૈયાર કરવા માટે જુલાઈમાં જાણ કરવામાં આવી હતી.

CAGની અધ્યક્ષતા IIT ગાંધીનગરના પ્રોફેસર મિશેલ ડેનિનો કરશે

સામાજિક વિજ્ઞાન માટે નવા સ્થપાયેલા અભ્યાસક્રમ વિસ્તાર જૂથની (CAG) અધ્યક્ષતા IIT ગાંધીનગરના વિઝિટિંગ પ્રોફેસર મિશેલ ડેનિનો કરશે. NSTC વિવિધ વિષયોમાં ઓછામાં ઓછા 11 અભ્યાસક્રમ વિસ્તાર જૂથો ધરાવે છે. આ CAG ની રચના સામાજિક વિજ્ઞાન, ભારતીય જ્ઞાન પ્રણાલી (IKS) અને નવી શિક્ષણશાસ્ત્ર અને શિક્ષણ સામગ્રી માટે પહેલેથી જ કરવામાં આવી છે.

અભ્યાસક્રમ સબમિટ કરવા માટે 25 નવેમ્બર 2023 સુધીનો સમય

NCERT સમિતિ દ્વારા આ પહેલા વિકસાવવામાં આવેલ NCFમાંથી લેવામાં આવેલ પાઠ્યપુસ્તકની સામગ્રીને અંતિમ સ્વરૂપ આપવાની પ્રક્રિયામાં છે. NCERT પણ NEP 2020 ને અનુરૂપ અભ્યાસક્રમમાં સુધારા કરી રહ્યું છે. NSTC અને NCERTને અભ્યાસક્રમ સબમિટ કરવા માટે 25 નવેમ્બર 2023 સુધીનો સમય આપવામાં આવ્યો છે.

કાળા રંગના આ 7 સુપરફુડનું સેવન કરવાથી શરીર રહે છે તંદુરસ્ત
આ સરળ રીત અપનાવી ઘરે જ વાવો લીલા મરચાનો છોડ
આજનું રાશિફળ તારીખ : 22-02-2024
પાકિસ્તાનમાં એક લીટર દૂધનો ભાવ કેટલો છે ?
એક બીજાના થયા રકુલપ્રીત સિંહ અને જેકી ભગનાની, લગ્નની તસવીરો વાયરલ
રાજકારણીને ડેટ કરી રહી છે 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા

આ પણ વાંચો : નવોદય વિદ્યાલયમાં એડમિશન માટે આ રીતે કરો અરજી, જાણો ક્યારે લેવામાં આવશે પ્રવેશ પરીક્ષા

NCERT દ્વારા આપવામાં આવેલા નોટિફિકેશન મૂજબ તેમાં જણાવવામાં આવ્યું છે કે, ગ્રેડ 3-5 સાથે સાતત્ય, વિષયોમાં આંતર-શિસ્ત અને સામાજિક વિજ્ઞાનમાં ક્રોસ-કટીંગ વિષયોના સમાવેશની ખાતરી આપવા માટે જરૂર મુજબ સહયોગ કરશે.

શિક્ષણના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">