Vegetables Farming: સપ્ટેમ્બર મહિનામાં આ શાકભાજીની ખેતીથી ખેડૂતોની આવકમાં થશે વધારો
ખેડૂતોમાં શાકભાજીની ખેતી ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. આજે અમે સપ્ટેમ્બર મહિનામાં ઉગાડવામાં આવતી શાકભાજીની ખેતી વિશે જણાવીશું, જેની ખેતી કરીને ખેડૂતો વધારો નફો કમાઈ શકે છે.
શાકભાજી એક રોકડિયો પાક છે. કોઈપણ મહિનામાં તેની ખેતી કરવાથી નફો મેળવી શકાય છે, જેના કારણે ખેડૂતોમાં (Farmers) શાકભાજીની ખેતી (Vegetables Farming) ખૂબ જ લોકપ્રિય માનવામાં આવે છે. ખેડૂતો શાકભાજીના વેચાણ માટે વેપારીઓના બદલે સીધો જ ગ્રાહકોનો સંપર્ક કરી શકે છે અને તેનું વેચાણ કરીને સારો નફો મેળવી શકે છે. આજે અમે તમને સપ્ટેમ્બર મહિનામાં ઉગાડવામાં આવતી શાકભાજીની ખેતી વિશે જણાવીશું, જેની ખેતી કરીને ખેડૂતો વધારો નફો કમાઈ શકે છે.
રીંગણા
રીંગણની ખેતી માટે રેતાળ લોમ જમીન યોગ્ય છે. આ માટે સારી રીતે પાણીના નિકાલ વાળી જમીન સારી માનવામાં આવે છે, જે રીંગણની ઉપજમાં વધારો કરે છે. રીંગણ તૈયાર થવામાં 50 થી 60 દિવસ લાગે છે. તેની ખેતી કરીને ખેડૂતો વધારે સારો નફો કમાઈ શકે છે.
બ્રોકોલી
બ્રોકોલી ફ્લાવર કોબી જેવી દેખાય છે પરંતુ રંગમાં લીલી હોય છે. તેના સ્વાસ્થ્ય ફાયદાના કારણે બજારમાં તેની ઘણી માગ રહે છે. બ્રોકોલીમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર માત્રામાં જોવા મળે છે. તમે સપ્ટેમ્બર મહિનામાં બ્રોકોલીની ખેતી કરી શકો છો અને તેને બજારમાં 100 થી 150 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચી શકો છો. બ્રોકોલીનો પાક 30 થી 50 દિવસમાં તૈયાર થઈ જાય છે.
ગાજર
શિયાળાની સિઝનમાં બજારમાં ગાજરની માગ વધી જાય છે. તેથી ખેડૂતો સપ્ટેમ્બર મહિનામાં ગાજરનું વાવેતર કરી શકે છે. પાક તૈયાર થયા બાદ તેને આગામી બે મહિના સુધી વેચી શકાય છે. શિયાળા દરમિયાન લગ્ન પ્રસંગે ગાજરનો ઘણો ઉપયોગ કરવામાં આવે છે. આવી સ્થિતિમાં ખેડૂતો માટે ગાજરની ખેતી ફાયદાકારક સોદો બની શકે છે.
આ પણ વાંચો : Success Story: મહિલા ખેડૂતે ઓર્ગેનિક પદ્ધતિથી કરી શાકભાજીની ખેતી, દર વર્ષે કરે છે લાખો રૂપિયાની કમાણી
લીલા મરચા
મરચાની ખેતી માટે સપ્ટેમ્બર મહિનો સારો છે. મરચાને પાકતાં 70 થી 90 દિવસ લાગે છે. લીલા મરચાંની ખેતી માટે 20 થી 55 ડિગ્રી તાપમાન યોગ્ય છે. ખેડૂતો યોગ્ય આયોજન સાથે તેની ખેતી કરીને એક સિઝનમાં 2 થી 3 લાખ રૂપિયા સુધીની કમાણી કરી શકે છે.