AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

YouTube પર વીડિયો જોઈ આ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી

રોહન કહે છે કે તેણે બે ગાય સાથે પોતાનું ડેરી ફાર્મ શરૂ કર્યું. તે પછી ધીરે ધીરે તે ગાયોની સંખ્યા વધારતો રહ્યો. જેમ જેમ દૂધની માગ વધી, તે જ રીતે તે ગાયોની સંખ્યામાં વધારો કરતો રહ્યો.

YouTube પર વીડિયો જોઈ આ યુવકે શરૂ કર્યું ગૌપાલન ! આજે કરે છે લાખોની કમાણી
ગૌપાલન
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2021 | 2:41 PM
Share

પશુપાલન અને તેમાં પણ ખાસ કરીને ગૌપાલન આજે નફાકારક વ્યવસાય બની ગયો છે. મોટી કંપનીઓમાં વધારે પગાર મેળવતા યુવાનો પણ તેના તરફ આકર્ષિત થઈ રહ્યા છે અને તેને કારકિર્દી તરીકે અપનાવી રહ્યા છે. ઝારખંડના ધનબાદ જિલ્લાના ઝરિયાનો એક યુવક ગૌપાલન કરી રહ્યો છે. આ યુવક અભ્યાસની સાથે ગૌપાલન કરી અને સારી કમાણી પણ કરી રહ્યો છે.

વર્ષ 2020 માં શરૂઆત કરી

યુવાન દ્વારા શરૂ કરાયેલા આ ફાર્મનું નામ આર.કે. ડેરી ફાર્મ છે. ફાર્મના ઓપરેટર રોહન તિવારી જણાવે છે કે, તેણે યુટ્યુબ પર વીડિયો જોઈને જ ગૌપાલન શરૂ કર્યું છે. રોહન હાલમાં ગ્રેજ્યુએશન કરી રહ્યો છે. ફાર્મ શરૂ કરવા પાછળનું કારણ સમજાવતા તેમણે કહ્યું કે, તેમને ગાયોની સેવા કરવી ગમે છે. આ સાથે તેમને આવક પણ મળે છે. હાલ તે અભ્યાસ કરે છે અને ગાયોની સેવા પણ કરે છે.

બે ગાયથી શરૂઆત કરી હતી

રોહન કહે છે કે તેણે બે ગાય સાથે પોતાનું ડેરી ફાર્મ શરૂ કર્યું. તે પછી ધીરે ધીરે તે ગાયોની સંખ્યા વધારતો રહ્યો. જેમ જેમ દૂધની માગ વધી, તે જ રીતે તે ગાયોની સંખ્યામાં વધારો કરતો રહ્યો. રોહન કહે છે કે, ક્યારેય એક સાથે વધારે ગાય ખરીદવી જોઈએ નહી. કારણ કે તેના દ્વારા ઉત્પાદીત થયેલા બધા જ દૂધનું વેચાણ ન થાય તો આવી સ્થિતિમાં નુકસાન થાય છે.

હાલ તેના ફાર્મમા એક ગાય સિવાય બધી જ ગાય દૂધ આપે છે. બધી ગાયો HF જાતિની છે. આજે રોહનનાં ફાર્મમાંથી દરરોજ 100 લિટરથી વધુ દૂધ બજારમાં વેચાણ માટે જાય છે. તે 45 રૂપિયા પ્રતિ લિટરના દરે ગાયનું દૂધ વેચે છે.

નોકરી કરતાં ગૌપાલન વધારે નફાકારક

રોહન કહે છે કે તેને આ કામ માટે પરિવાર તરફથી સહયોગ મળ્યો છે અને નોકરી કરતાં આ વ્યવસાય કરવો વધુ સારો છે, કારણ કે તેમાં સારી કમાણી થાય છે. સાથે ગાયોની સેવા પણ થાય છે. રોહન જણાવે છે કે તે દરરોજ સવારે પાંચ વાગ્યે અહીં પહોંચે છે. આ સિવાય તેમણે અહીં યોગ્ય મોનિટરિંગ માટે સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે.

રોહન રોજ પોતાનો મોટાભાગનો સમય અહીં વિતાવે છે. તેમણે કહ્યું કે જો આ વ્યવસાય યોગ્ય કાળજી અને સંચાલન સાથે ચલાવવામાં આવે તો ડેરી વ્યવસાય ખોટ કરતો વ્યવસાય નથી. તે દૂધ ઉપરાંત ઘી અને ચીઝ બનાવી તેનું પણ વેચાણ કરે છે.

આ પણ વાંચો : ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં જુવાર, મકાઈ અને શેરડીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી

આ પણ વાંચો : ખેડૂતો માટે કામની વાત, વધારે વરસાદથી પાકને થઈ શકે છે નુકસાન, આ રીતે કરો તેનું રક્ષણ

Follow Us
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
નર્મદાના સાગબારામાં જંગલ જમીન વિવાદ વકર્યો, 2 જીએ ઉગ્ર આંદોલનની ચીમકી
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
જુનાગઢ ગિરનાર સીડી પર અચાનક રજીસ્ટ્રેશન બંધ થતાં તંત્ર સામે ઉઠ્યા સવાલ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
475 કરોડના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કનો પર્દાફાશ: 11 ની ધરપકડ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
વડોદરામાં ટીપી- 13માં અશાંતધારા કાયદો લાગુ કરવાની માગ બની પ્રબળ
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
રૂપિયાના જોરે ચૂંટણી બિનહરીફ થતી હોવાનો MLA પબુભા માણેકે કર્યો દાવો
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
સંગિની માર્કેટમાં આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
પાણીમાં ગરોળી અને રોટલીમાં કાનખજૂરો પીરસી વિદ્યાર્થીનીઓના જીવ સાથે રમત
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
મનપા ચૂંટણી: ભાજપ પર દબાણના આક્ષેપ સાથે કોંગ્રેસ EC માં
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
અમદાવાદમાં નકલી ઘી વેચાણ સામે મનપાની તવાઈ, એક જ દુકાનના 5 સેમ્પલ ફેલ
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
નબળા ચોમાસા વચ્ચે ગુજરાતના અનેક જળાશયોમાં પાણીની અછત
g clip-path="url(#clip0_868_265)">