ખેડૂતોએ સપ્ટેમ્બર માસમાં જુવાર, મકાઈ અને શેરડીના પાકમાં કરવાના થતા ખેતી કાર્યોની માહિતી
ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.
ખેડૂતોએ (Farmers) જૂન અને જુલાઈ માસમાં જ ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખેડૂતોએ જુવાર, મકાઈ અને શેરડીના પાકમાં કયા ખેતી કાર્યો કરવા.
જુવાર
1. દાણાની જુવાર દુધિયા દાણાની અવસ્થાએ ભેજની ખેંચ જણાય ત્યારે પિયતની સગવડ હોય તો પૂરક પિયત આપવું.
2. મોલો-મશીનો ઉપદ્રવ જણાય તો લીમડાની લીબોળીની મીંજ ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા વર્ટીસિલિયમ લેકાની નામની ફૂગનો પાઉડર ૬૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી સાંજના છંટકાવ કરવો.
3. જુવારમાં તીતીઘોડાનાં નિયંત્રણ માટે કવીનાલફોસ ૧.૫% ભૂકી ૨૫ કિ.લો. પ્રતિ હેક્ટર પ્રમાણે શેઢા પાળ ઉપર છાંટવી અથવા ક્લોરપાયરીફોસ દવા ૧.૨૫ લિટર ૨૫૦ કિ.ગ્રા. રેતી સાથે મિશ્રણ કરી એક હેક્ટર વિસ્તારમાં ઉભા પાકમાં પુન્કી દેવી.
4. જુવારના મધિયાથી બચવા માટે ઝાયરમ ૦.ર ટકાના બે છંટકાવ જેમાં પ્રથમ છંટકાવ ફૂલ અવસ્થા પહેલાં અને બીજો છંટકાવ પ૦% ફૂલ અવસ્થા દરમ્યાન કરવાથી મધિયાના રોગને કાબૂમાં લઈ શકાય છે.
મકાઇ
1. લશ્કરી ઈયળના નિયંત્રણ માટે ક્લોરાપાયરીફોસ ૨૦ ઇસી ૨૦ મિ.લિ. અથવા કવીનાલફોસ ૨૫ ઇસી ૨૦ મિ.લિ. અથવા ઇન્દોકઝાકાર્બ ૫-૭ મિલી ૧૦ લિટર પાણીમાં મિશ્ર કરી છંટકાવ કરવો.
2. મકાઈમાં ગાભામારાની ઈયળના નિયંત્રણ માટે ઉગાવા પછી ૩૦ થી ૪૦ દિવસે કાર્બાફ્યુરાન ૩જી ૧૦ કી./હે છાટવાની ભલામણ છે.
શેરડી
1. શેરડીમાં ભીંગડાવાળી ઇયળનાં નિયંત્રણ માટે કાર્બાફયુરાન ૩ ટકા દાણાદાર હેકટરે ૮-૧૦ કિલો મુજબ આપવું.
2. પાનકથીરીનાં નિયંત્રણ માટે ડાયકોફોલ ૧૦ મીલી અથવા દ્રાવ્ય ગંધક (સલ્ફર) ૨૦ ગ્રામ ૧૦ લીટર પાણીમાં નાખી છંટકાવ કરવો.
રાજમા રાજમાના વાવેતર માટે ગુજરાત રાજમાં એક નું વાવેતર કરવું.
મગ અને ચોળા
1. મગમાં પીળો પંચરંગીયોના નિયંત્રણ માટે રોગ ફેલાવનાર મોલોમસીના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવા છાટવી.
2. કાલવર્ણ રોગ અડદ અને મગમાં જોવા મળે છે. તેના નિયંત્રણ માટે શરૂઆતમાં કાર્બેન્ડીઝમ ૧૦ મિલી હેક્ઝાકોનાઝોલ ૧૦ મિલી, મેન્કોઝેબ ૨૫ મિલી માંથી કોઈ એક દવાનો છંટકાવ પછી બીજો ૧૫ દિવસે કરવો.
માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી
આ પણ વાંચો : ખેડૂતો માટે કામની વાત, વધારે વરસાદથી પાકને થઈ શકે છે નુકસાન, આ રીતે કરો તેનું રક્ષણ
આ પણ વાંચો : ખેડૂતોએ બાગાયતી પાકમાં કયા ખેતી કાર્યો કરવા અને પશુઓની કાળજી કેવી રીતે કરવી, જાણો તમામ વિગતો