Agriculture Farming Tips: રોકાણ 1 લાખનું અને કમાણી મહિને 8 લાખ એમાં પણ સરકાર મદદ કરે તો? વાંચો કઈ રીતે બનશે શક્ય
ઓછા પૈસા ખર્ચ કરીને મોટી કમાણી કરી શકો છો .આ માટે કાકડીના(Cucumber Farming) વાવેતરનો વિચાર ઉતમ છે
Agriculture Farming Tips : ઝડપથી પૈસા કઈ રીતે કમાવી શકાય ? આ પ્રશ્ન સૌ કોઈ ના મનમાં થતો હોય છે. જેથી આજે અમે તમને એક અદ્ભુત વ્યવસાય (Business Idea) વિશે જણાવી રહ્યા છીએ. જેના દ્વારા તમે ઓછા પૈસા ખર્ચ કરીને મોટી કમાણી કરી શકો છો. જો તમે તમારી નોકરીથી કંટાળ્યા છો અને પૈસા કમાવવા માટે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો. તો આજે અમે તમને એક શ્રેષ્ઠ બિઝનેસ આઈડિયા (Business investment) વિશે જણાવી રહ્યા છીએ.જ્યાં તમે ઓછા પૈસા ખર્ચ કરીને મોટી કમાણી કરી શકો છો .આ માટે કાકડીના(Cucumber Farming) વાવેતરનો વિચાર ઉતમ છે. હા ,આ તમને ઓછા સમયમાં વધુ પૈસા કમાવવાની તક આપશે.
કાકડીના વાવેતરથી કરી લાખોની કમાણી
કાકડીનો(Cucumber Farming) પાક 60 થી 80 દિવસમાં તૈયોર થાય છે. સામાન્ય રીતે કાકડી ઉનાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે.પરંતુ વરસાદની ઋતુમાં કાકડીનો પાક વધુ આવે છે.કાકડીની ખેતી તમામ પ્રકારની જમીનમાં કરી શકાય છે. કાકડીના વાવેતર માટે જમીનનુ પી.એચ. માપ 5.5 થી 6.8 સારું માનવામાં આવે છે. કાકડીની ખેતી નદીઓ અને તળાવોના કાંઠે પણ કરી શકાય છે. તો ચાલો જાણીએ કાકડીના વાવેતરનો વ્યવસાય (Business Idea) કેવી રીતે કરવો?
સરકાર પાસેથી સબસિડી લઈને વ્યવસાય શરૂ કરો
જે ખેડૂત કાકડીની ખેતી કરીને લાખોની કમાણી કરે છે તેમનું કહેવું છે કે ખેતીમાં નફો મેળવવા માટે, તેને તેમના ખેતરમાં કાકડીઓ વાવી છે અને માત્ર 4 મહિનામાં 8 લાખ રૂપિયાની કમાણી કરી છે. તેણે પોતાના ખેતરોમાં નેધરલેન્ડની કાકડીઓ વાવી હતી. ઉત્તરપ્રદેશનો એક ખેડુત નેધરલેન્ડથી કાકડીના આ પ્રજાતિના બીજ મંગાવી વાવેતર કરનાર પ્રથમ ખેડૂત બન્યો હતો.
આમાં વિશેષ બાબત એ છે કે આ જાતિના કાકડીઓમાં બીજ હોતા નથી.જેના કારણે આ કાકડીઓની માગ મોટી હોટલો અને રેસ્ટોરાંમાં વધુ રહે છે. ખેડૂત દુર્ગાપ્રસાદ જણાવે છે કે બાગાયતી વિભાગની 18 લાખ રૂપિયાની સબસિડી લઈને તેણે ખેતરમાં જ સેડનેટ હાઉસ બનાવ્યું હતું. સબસિડી લીધા પછી પણ એમને રૂ .6 લાખ ખર્ચ કરવા પડ્યા હતા.આ સિવાય નેધરલેન્ડ્સ તરફથી તેને 72 હજાર રૂપિયાના બીજ મળ્યા હતા. બીજ વાવ્યાના 4 મહિના પછી, તેણે 8 લાખ રૂપિયાની કાકડીનુ વેચાણ કર્યુ.
આ વ્યવસાયની માગનુ કારણ શું ?
આ કાકડીની વિશેષતા એ છે કે સામાન્ય કાકડીઓની તુલનામાં તેની કિંમત બે ગણી વધારે છે.દેશી કાકડી 20 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે, જ્યારે નેધરલેન્ડની આ કાકડી 40 થી 45 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે.જો કે, આખા વર્ષ દરમિયાન તમામ પ્રકારની કાકડીની માગ રહે છે. તમે માર્કેટિંગ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકો છો.