ખેડૂતો માટે સારા સમાચાર, દરિયાઈ માર્ગે થશે ફળ અને શાકભાજીની નિકાસ, થશે ડબલ ફાયદો
ભારત દરિયાઈ માર્ગે કેળા, કેરી, દાડમ અને જેકફ્રૂટ જેવા વિવિધ ફળો અને શાકભાજીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રોટોકોલ તૈયાર કરી રહ્યું છે. જેના માટે એક પ્રોટોકોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેમાં આ કોમોડિટીના પાકને વૈજ્ઞાનિક રીતે સમજવું, ચોક્કસ સમયે લણણી કરવી અને ખેડૂતોને તાલીમ આપવાનો સમાવેશ થાય છે.
ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે ફળ અને શાકભાજીની દરિયાઈ માર્ગે પણ નિકાસ કરવામાં આવશે. જેના માટે સરકાર હાલમાં પ્રોટોકોલ બનાવી રહી છે. પ્રોટોકોલમાં મુસાફરીના સમયને સમજવું, આ કોમોડિટીના પાકને વૈજ્ઞાનિક રીતે સમજવું, ચોક્કસ સમયે લણણી કરવી અને ખેડૂતોને તાલીમ આપવાનો સમાવેશ થાય છે. આ પ્રોટોકોલ વિવિધ ફળો અને શાકભાજી તમામ માટે અલગ અલગ હશે.
ભારત દરિયાઈ માર્ગે કેળા, કેરી, દાડમ અને જેકફ્રૂટ જેવા વિવિધ ફળો અને શાકભાજીની નિકાસને પ્રોત્સાહન આપવા માટે પ્રોટોકોલ તૈયાર કરી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી. હાલમાં, આમાંની મોટાભાગની નિકાસ ઓછી માત્રામાં અને અલગ પાકવાના સમયગાળાને કારણે હવાઈ માર્ગે થઈ રહી છે.
પ્રોટોકોલમાં મુસાફરીના સમયને સમજવા, વૈજ્ઞાનિક રીતે આ કોમોડિટીના પાકને સમજવા, ચોક્કસ સમયે ખેડૂતોએ કઈ રીતે લણણી કરવી અને આ સાથે ખેડૂતોને વિવિધ બાબતો અંગે પણ તાલીમ આપવાનો સમાવેશ થઈ રહ્યો છે. આ પ્રોટોકોલ વિવિધ ફળો અને શાકભાજી માટે અલગ અલગ હશે.
વાણિજ્ય મંત્રાલયના અધિક સચિવ રાજેશ અગ્રવાલે જણાવ્યું હતું કે દરિયાઈ માર્ગે નિકાસ કરવાના બે ફાયદા છે (જથ્થા અને કિંમત). આનાથી ફળો અને શાકભાજીની નિકાસને પ્રોત્સાહન આપવામાં મદદ મળશે કારણ કે હવાઈ નૂરની નિકાસ આ કોમોડિટીઝની કિંમત સ્પર્ધાત્મકતા પર હકારાત્મક અસર કરે છે.
આ પણ વાંચો : આ યુવા ખેડૂત રેતાળ જમીનમાં કરી સ્ટ્રોબેરી અને બ્રોકોલીની ખેતી, પોલી હાઉસમાં ખેતી કરી મેળવ્યું બમ્પર ઉત્પાદન
તેમણે કહ્યું, અત્યાર સુધી અમે આ નાશવંત ઉત્પાદનોની નિકાસ કરવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યા છીએ. પરંતુ હવે, અમે એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે આ કૃષિ ઉત્પાદનો મોકલવા માટે અમે દરિયાઈ માર્ગનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. હવે, અમે આ માટે મેરીટાઇમ પ્રોટોકોલ વિકસાવવાનું શરૂ કર્યું છે.