ખેડૂતોએ બાગાયતી પાકમાં કયા ખેતી કાર્યો કરવા અને પશુઓની કાળજી કેવી રીતે કરવી, જાણો તમામ વિગતો

ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે.

ખેડૂતોએ બાગાયતી પાકમાં કયા ખેતી કાર્યો કરવા અને પશુઓની કાળજી કેવી રીતે કરવી, જાણો તમામ વિગતો
પશુઓની કાળજી કેવી રીતે કરવી

ખેડૂતોએ (Farmers) જૂન અને જુલાઈ માસમાં જ ખરીફ સિઝનની (Kharif Season) શરૂઆત થતા વાવણી કરી હતી. ખેડૂતોએ ખરીફમાં જે પાકનું વાવેતર કર્યું છે, તેમાં સમયાંતરે જુદા-જુદા ખેતી કાર્યો કરવાના રહે છે. ખેડૂતો પાકમાં કયા કાર્યો કરવા તે અંગેનું આગોતરું આયોજન કરશે, તો તે ગુણવત્તાયુક્ત અને વધારે ઉત્પાદન મેળવી શકશે. તો ચાલો જાણીએ કે ખેડૂતોએ બાગાયતી પાકમાં કયા ખેતી કાર્યો કરવા અને પશુઓની જાણવણી કેવી રીતે કરવી.

બાગાયત

1. લીંબુમાં ગુંદરીયાનાં નિયંત્રણ માટે બોર્ડો પેસ્ટ લગાવી અને ફોઝોટાઇલ ૦.૨% નો અસરગ્રસ્ત ઝાડમાં છંટકાવ કરવો.

2. દેશી નાળીયેરીમાં ઝાડ દિઠ ૬૦ કિલો છાણીયું ખાતર આપવું.

3. આંબાના મધિયાના નિયંત્રણ માટે કાર્બારીલ, કવીનાલફોસ, ઈમીડાકલોપ્રીડ અથવા પોલીટ્રીનમાંથી કોઇ એક દવાનો છંટકાવ કરવો.

4. કેળમાં સીગાટોકાનાં રોગનાં નિયંત્રણ માટે રોગ લાગેલ નીચેના રોગિષ્ટ પાન કાપી તેનો બાળીને નાશ કરવો.

પશુપાલન

1. ગળસુંઢો (એચ.એસ.) મુખ્યત્વે ગાય, ભેંસમાં આ રોગ થતો જોવા મળે છે. ખાસ કરીને આ રોગ નાની પાડી, વાછરડાને થાય છે. સામાન્ય રીતે ચોમાસા દરમ્યાન કે ચોમાસા પછી આ રોગ થતો હોય છે. તાવ, મોઢામાંથી લાળ પડે, શ્વાસોચ્છવાસ વધે, ધબકારા વધે, ગળાના ભાગે સોજા આવે, ગળામાંથી અવાજ પણ થાય છે. આ રોગના નિયંત્રણ માટે દર છ માસે તેનું રસીકરણ કરાવવું જોઈએ.

2. ગાંઠિયો તાવ (બી.કયુ.)માં પશુને પાછલા પગ પર સોજો આવે, સખત તાવ આવે, પશુ બેચેન બની જાય, ચાલી ન શકે, થાપાના ભાગે ખરાબ વાસવાળું કાળું પ્રવાહી ભરાયેલું હોય, ત્યાં સોજાની જગ્યાએ થપકારવાથી ક્રીપીટેશન સાઉન્ડ (ફુગ્ગાનો ચચરાટી વાળો અવાજ) આવે. રોગની તીવ્રતામાં 24 કલાકમાં પશુ મરણ પામી શકે છે.

3. ઉપાય: ગાંઠીયો તાવ (બી.ક્યુ.)નું વેકસીનેશન ચોમાસા પહેલાં ભૂતકાળમાં જ્યાં રોગચાળો જોવા મળ્યો હોય તેવા રોગની શક્યતાવાળા વિસ્તારમાં કરવું જોઈએ.

4. આઉં સોજા માટે આ રોગનું નિદાન મુખ્યત્વે રોગના ચિહ્નો, દુધની ચકાસણી કે બાવલાની તપાસ દ્વારા થતું હોય છે. દુધની ચકાસણી મસ્ટાઈટીસ ડીટેકશન સ્ટ્રીપ કેલિફોર્નિયા મસ્ટાઈટીસ ડીટેકશન કિટ તથા ક્લોરાઈડ ટેસ્ટ, કેટાલેઝ ટેસ્ટ દ્વારા પણ થઇ શકે છે.

5. આઉં અને આંચળને દૂધ દોહન પહેલા ટીટ ડીપ દ્રાવણથી સાફ કરવું.

6. દૂધ દોહન બાદ પશુ ૧૫-૨૦ મિનિટ સુધી નીચે બેસતું અટકાવવું.

7. પશુના રહેઠાણમાં સિમેન્ટ કોંક્રીટના પાકા ભોયતળીયા ન બનાવવા.

માહિતી સ્ત્રોત: વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી

આ પણ વાંચો : આ રાજ્યોમાં 7 ફૂડ પ્રોસેસિંગ પ્રોજેક્ટ શરૂ થયા, 17,000 ખેડૂતોને ફાયદો થશે અને 3,100 લોકોને મળશે રોજગારી

આ પણ વાંચો : Sugar Export : ખાંડ એક્સપોર્ટ માટે સારા સમાચાર, આગામી સિઝનમાં 60 લાખ ટન ખાંડની નિકાસ થઇ શકે છે

Click on your DTH Provider to Add TV9 Gujarati