ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતોમાં વધી રહેલી જાગૃતિને કારણે નવા પાકની ખેતી કરવામાં આવી છે. સરકાર તેના સ્તરે ખેડૂતો (Farmers)ને નફાકારક પાકની ખેતી કરવા પ્રોત્સાહિત કરે છે. ખેડૂતોમાં લવિંગની ખેતી (Clove Farming) કરવાનો ટ્રેન્ડ વધ્યો છે. લવિંગમાં ઘણા પૌષ્ટિક તત્વો મળી આવે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે બજારમાં તેની માગ હંમેશા રહે છે. આવી સ્થિતિમાં લવિંગની ખેતી કરીને ખેડૂતો ઘણો નફો કમાઈ શકે છે.
લવિંગની ખેતી માટે રેતાળ જમીન યોગ્ય માનવામાં આવે છે. તેનું ખેતર તૈયાર કરતા પહેલા એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થા હોવી જોઈએ નહીંતર પાણીના કારણે તેના છોડને નુકસાન થવાની સંભાવના છે. જ્યારે લવિંગનો છોડ 4થી 5 વર્ષ જૂનો થઈ જાય છે, ત્યારે તેમાં ફળ અને આવવાના શરૂ થઈ જાય છે.
ધ્યાનમાં રાખો કે લવિંગના છોડને છાયાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં તેની ખેતી માટે એવી જગ્યા પસંદ કરો જ્યાં તેના છોડને છાંયો મળી શકે. આ માટે ખેડૂતો ખેતીની સહ-પાક તકનીકની મદદ લઈ શકે છે. આ ઉપરાંત, જમીન ભેજવાળી રહે પણ દલદલી ન હોય તેનું ધ્યાન રાખવું જોઈએ.
ભારતના તે વિસ્તારોમાં લવિંગની ખેતી યોગ્ય છે જ્યાં આબોહવા ઉષ્ણકટિબંધીય અને ગરમ છે. લાંબા વૃક્ષોને યોગ્ય સ્વાસ્થ્ય અને શક્તિ માટે ઉષ્ણકટિબંધીય આબોહવાની જરૂર હોય છે. લવિંગના છોડના વિકાસ માટે 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન યોગ્ય છે અને આ વૃક્ષની વૃદ્ધિ અવસ્થામાં 30થી 35 ડિગ્રી સેન્ટીગ્રેડનું તાપમાન જરૂરી છે. ઠંડી અને ભારે વરસાદવાળા સ્થળોએ તેની ખેતી શક્ય નથી.
ભારતમાં લવિંગનું બજાર શોધવું ખૂબ જ સરળ છે. અનેક રોગો સામે તેનો ઉપયોગ અત્યંત યોગ્ય માનવામાં આવે છે. આ ઉપરાંત તેનો ઉપયોગ ખોરાક વગેરેમાં પણ યોગ્ય માત્રામાં થાય છે. આવી સ્થિતિમાં તેને બજારમાં સરળતાથી વેચી શકાય છે. આ જ કારણ છે કે ખેડૂતો લવિંગની ખેતીથી લાખોનો નફો કમાઈ શકે છે.
આ પણ વાંચો: PM Kisan Yojana: જલ્દી જ તમારા ખાતાને કરો આધાર સાથે લીંક, નહિંતર નહીં મળે આ યોજનાનો લાભ