કૃષિ કાયદા તો રદ્દ થઈ ગયા પરંતુ ખેડૂતો અને સરકારનું સમાધાન તો હવે શરૂ થયું છે: પ્રશાંત સક્સેના

એવું પણ બની શકે છે કે બંન્ને પક્ષ પોતાની દલીલો 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણી બાદ પણ લંબાવે. તેથી પણ વધુ ખરાબ સ્થિતિ એ છે કે, બંને પક્ષો ક્યારેય સંમત જ ન થાય, જેનાથી આ સંપૂર્ણ પ્રક્રિયા સમય અને સંસાધનોનો બગાડ હોય.

કૃષિ કાયદા તો રદ્દ થઈ ગયા પરંતુ ખેડૂતો અને સરકારનું સમાધાન તો હવે શરૂ થયું છે: પ્રશાંત સક્સેના
Farmers (Symbolic Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 3:40 PM

ત્રણેય કૃષિ કાયદા(Farm laws) 221 દિવસ સુધી અમલમાં રહ્યા. વર્ષભરના વિરોધ દરમિયાન, આંદોલનકારી ખેડૂતો(Farmers) સામે લગભગ 48,000 કેસ નોંધાયા હતા અને 700 થી વધુ ખેડૂતોએ જીવ ગુમાવ્યા હતા. આ દાવો હરિયાણા ભારતીય કિસાન સંઘ (Haryana Indian Farmers Union)ના પ્રમુખ ગુરનામ સિંહ ચઢુનીએ કર્યો છે.

જો કે આ કેસોના આંકડા અને જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે તેની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી, બે બાબતો સ્પષ્ટ છે પહેલી એ કે, શાસનમાં શું ટાળવું જોઈએ, કારણ કે ચૂંટાયેલી સરકાર સંપૂર્ણપણે આત્મસમર્પણ કરતી દેખાય છે. બીજું એ કે અત્યાર સુધી કોઈ નથી જાણતું કે આવતા વર્ષે સાત રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી (Assembly elections) પછી સરકાર વધુ સમજદાર સાબિત થશે કે ખેડૂતો થશે.

એવું પણ બની શકે છે કે બંન્ને પક્ષ પોતાની દલીલો 2024 માં યોજાનારી લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections) બાદ પણ લંબાવે. તેથી પણ વધુ ખરાબ સ્થિતિ એ છે કે, બંને પક્ષો ક્યારેય સંમત જ ન થાય, જેનાથી આ સંપૂર્ણ પ્રક્રિયા સમય અને સંસાધનોનો બગાડ હોય. આ દરમિયાન એવા લોકો પણ સામે આવી શકે છે જે તમામ દલીલોને અંતે કહેશે કે કોઈ કાયદાની જરૂર નથી.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

વિશ્વસનીયતાનો પ્રશ્ન

જ્યારે સરકાર પીછેહઠ કરે છે, ત્યારે તેની વિશ્વસનીયતા જોખમાય છે. સરકાર ગૂંચવણભર્યા તર્ક, તથ્યો અને આંકડાઓ પાછળ છુપી શકે છે, પરંતુ તેનાથી બહુ ફરક પડતો નથી. જો કે, એક મૂળભૂત પ્રશ્ન હંમેશા રહેશે: શું આપણે ખરેખર કૃષિ સુધારા ઈચ્છીએ છીએ?

કૃષિ કાયદાઓ પરત આવ્યા બાદ ખેડૂત આંદોલનનું ભવિષ્યને લઈ ચઢુનીએ પોતાની વાત સ્પષ્ટ રીતે રાખી. તેઓએ હાલમાં જ કહ્યું હતું કે જો સરકાર સ્પષ્ટ ઇરાદા સાથે અમારા તમામ મુદ્દાઓને ઉકેલવા માંગે છે, તો તેણે MSP પર કાયદાકીય ગેરંટી આપવાની સાથે અન્ય માંગણીઓ પર નિર્ણય લેવો જોઈએ, જેથી ખેડૂતો તેમના ઘરે પરત ફરી શકે.

સરકાર સમજી ગઈ છે કે આ યાત્રા લાંબી અને ખૂબ જ મુશ્કેલ સાબિત થવાની છે. આ કારણે સંયુક્ત કિસાન મોરચાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્રસ્તાવિત સમિતિમાં સામેલ કરવા માટે પાંચ પ્રતિનિધિઓના નામ નક્કી કરે. જેથી ઝીરો બજેટ ફાર્મિંગને પ્રોત્સાહન આપવા અને MSPને ખૂબ જ અસરકારક અને પારદર્શક બનાવવા જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.

દરમિયાન, કૃષિ કાયદાઓ (હવે રદ કરાયેલ) પર સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત પેનલના સભ્યોમાંના એક અનિલ ઘનવતે કોર્ટને વિનંતી કરી છે કે તે આ બાબતનો અહેવાલ વહેલામાં વહેલી તકે જાહેર કરે અથવા તેના માટે એક સમિતિ બનાવે. ઘનવતે કહ્યું, “સમિતિનો અહેવાલ હવે પ્રાસંગિક નથી, પરંતુ ખેડૂતોના મુદ્દાઓ પર, અહેવાલમાં આવા ઘણા સૂચનો કરવામાં આવ્યા છે,

જે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.” મારા મતે, આ અહેવાલ શૈક્ષણિક ભૂમિકા ભજવી શકે છે, જે ઘણા રાજકારણીઓ દ્વારા ગેરમાર્ગે દોરાયેલા ખેડૂતોની ગેરમાન્યતાઓને દૂર કરી શકે છે. આ નેતાઓ એ વાતની કદર કરતા નથી કે રાષ્ટ્રીય સંસાધનોની મદદથી લઘુત્તમ નિયંત્રિત મુક્ત બજાર કેવી રીતે ઉત્પાદકતામાં વધારો કરી શકે છે.

તમને જણાવી દઈએ કે અનિલ ઘનવત મહારાષ્ટ્ર સ્થિત ખેડૂત સંગઠન શેતકરી સંગઠનના વરિષ્ઠ નેતા છે. તેમણે કહ્યું કે તેઓ કૃષિ ક્ષેત્રમાં સુધારાના સમર્થનમાં ખેડૂતોને એક કરવા દેશભરમાં પ્રવાસ કરશે.

અશોક ગુલાટી (કૃષિ અર્થશાસ્ત્રી અને કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસના ભૂતપૂર્વ અધ્યક્ષ) અને પ્રમોદ કુમાર જોશી (કૃષિ અર્થશાસ્ત્રી અને ઈન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટમાં દક્ષિણ એશિયાના ડિરેક્ટર) પણ સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સમિતિના અન્ય બે સભ્યો છે. .

એબીપી લાઈવને આપેલા ઈન્ટરવ્યુમાં ઘનવતે કહ્યું હતું કે ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) પર કાયદો પસાર કરવો શક્ય નથી. જો દેશમાં તમામ પાકના ભાવ કાયદેસર રીતે નક્કી કરવામાં આવે અને વેપારીઓને તે ફાયદાકારક ન લાગે તો પાકની ખરીદી થશે નહીં.

તે સ્થિતિમાં ખેડૂત સરકાર પાસે જશે અને સરકાર પાસે પાક ખરીદવા માટે પૂરતા પૈસા નથી. ઘનવતે કહ્યું કે સરકારની મહત્વાકાંક્ષા 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની છે, પરંતુ આ ઠરાવ 3022 સુધી પણ પૂર્ણ થઈ શકે તેમ નથી.

હજુ તો સફર શરૂ થઈ છે

કેન્દ્ર સરકારે 5 જૂન 2020ના રોજ કૃષિ મોરચે તેનો પ્રયોગ શરૂ કર્યો હતો. તે દરમિયાન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ત્રણ વટહુકમ બહાર પાડ્યા હતા. પ્રથમ આવશ્યક ચીજવસ્તુઓ (સુધારા) વટહુકમ, 2020 પર ખેડૂત (સશક્તિકરણ અને સંરક્ષણ) કરાર, બીજો કૃષિ પેદાશ વેપાર અને વાણિજ્ય (પ્રમોશન અને સુવિધા) વટહુકમ, 2020 અને ત્રીજો ભાવ ખાતરી અને કૃષિ સેવાઓ વટહુકમ, 2020.

સુપ્રીમ કોર્ટે 12 જાન્યુઆરી, 2021ના રોજ આ કાયદાના અમલીકરણ પર રોક લગાવી દીધી હતી. તે જ સમયે, 19 નવેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ કાયદાઓને રદ કરવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન, તેમણે અન્ન દાતાઓના એક વર્ગને મનાવવામાં નિષ્ફળ રહેવા બદલ માફી પણ માંગી.

સરકાર હવે ખેડૂતોને સર્વસંમતિ તરફ લઈ જવા માટે તૈયાર છે, પરંતુ તેની પાસે કોઈ સ્પષ્ટ રોડમેપ નથી

બંને પક્ષોને સમાન રીતે જીતવામાં કેટલો સમય લાગશે તે કોઈને ખબર નથી. લોકશાહીમાં વિલંબ તો થાય છે, પરંતુ અંધકાર નથી થતો. જો કે, વાટ જોવી ચોક્કસપણે પીડાદાયક છે. તેની સાથે જીવવાની આદત પાડવી પડશે. શું આપણી પાસે આ સિવાય બીજો કોઈ વિકલ્પ છે? આનો જવાબ ખેડૂતોથી સારો કોઈ આપી શકે તેમ નથી.                                                                                                                                                                        -પ્રશાંત સક્સેના

આ પણ વાંચો: CBSE Board Exams: ધોરણ 12 ની પરીક્ષામાં ગુજરાતમાં રમખાણ વિશે પૂછાયેલા સવાલને લઈ વિવાદ, બોર્ડે આગ ઠારવા માફી માગી લીધી

આ પણ વાંચો: દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થાઓની રેન્કિંગમાં પહેલા નંબર પર પહોંચી IFFCO

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">