દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થાઓની રેન્કિંગમાં પહેલા નંબર પર પહોંચી IFFCO

IFFCO: ટૂંક સમયમાં નેનો DAP અને અન્ય નેનો ટેક્નોલોજી આધારિત ઉત્પાદનો લોન્ચ કરશે. એમડી ડૉ. ઉદય શંકર અવસ્થીએ કહ્યું, અમે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છીએ.

દુનિયાની સૌથી મોટી સહકારી સંસ્થાઓની રેન્કિંગમાં પહેલા નંબર પર પહોંચી IFFCO
IFFCO Managing Director Dr. Uday Shankar Awasthi.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2021 | 2:20 PM

ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)એ સતત બીજા વર્ષે વિશ્વની ટોચની 300 સહકારી સંસ્થાઓમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ રેન્કિંગ માથાદીઠ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અને ટર્નઓવરના ગુણોત્તર પર આધારિત છે. IFFCO દેશના જીડીપી અને આર્થિક વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.

ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA)ના 10મા વાર્ષિક વર્લ્ડ કોઓપરેટિવ મોનિટર (WCM) રિપોર્ટની 2021 આવૃત્તિ અનુસાર, તે દેશના GDP અને આર્થિક વિકાસમાં IFFCOના વ્યવસાયનું યોગદાન દર્શાવે છે.

કુલ ટર્નઓવરના સંદર્ભમાં, IFFCO ગયા નાણાકીય વર્ષમાં તેના 65માં સ્થાનની સામે 60માં સ્થાને પહોંચી ગયું છે.  IFFCO અને ભારતીય સહકારીતા આંદોલન માટે ગર્વની ક્ષણ ગણાવવામાં આવી છે. IFFCO ખાતે, અમે ખેડૂતોની આવક બમણી (Farmers Income) કરવા, સમગ્ર દેશમાં ખેડૂતોના વિકાસને સુનિશ્ચિત કરવા અને સહકારી ચળવળને મજબૂત કરવાના લક્ષ્ય માટે પ્રતિબદ્ધ છીએ.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

IFFCO વૈકલ્પિક ખાતરો પર કામ કરે છે

કૃષિ ક્ષેત્રના વિકાસ માટે નેનો ટેક્નોલોજી આધારિત IFFCO નેનો યુરિયા લિક્વિડથી શરૂ કરીને અન્ય વૈકલ્પિક ખાતરો રજૂ કરવામાં આવી રહ્યા છે.  IFFCO નેનો યુરિયાને ભારતીય ખેડૂતો દ્વારા ભારપૂર્વક આવકારવામાં આવ્યો છે, જેણે અમારા સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો છે. ટૂંક સમયમાં IFFCO નેનો DAP અને અન્ય નેનો ટેક્નોલોજી આધારિત પ્રોડક્ટ્સ પણ હવે લોન્ચ કરવામાં આવશે.

આત્મનિર્ભર ખેતીનું સ્વપ્ન સાકાર કરશે

અહેવાલમાં IFFCOને આપવામાં આવેલ સ્થાન મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટને પ્રોત્સાહન આપવા અને આત્મનિર્ભર ભારત અને આત્મનિર્ભર કૃષિના સ્વપ્નને સાકાર કરવા તરફ ભારતીય સહકારી સંસ્થાઓના પ્રોત્સાહક પગલાને પ્રતિબિંબિત કરે છે.

સહકારીની સમૃદ્ધિના વિઝનમાંથી પ્રેરણા લઈને, IFFCO નેનો ટેક્નોલોજી આધારિત IFFCO નેનો યુરિયા લિક્વિડના સફળ લોન્ચ સાથે ઈનોવેશનના માર્ગ પર આગળ વધી રહ્યું છે. નેનો યુરિયા લિક્વિડ એક એવું ઉત્પાદન છે જે પરંપરાગત ખેતી પદ્ધતિઓમાં ક્રાંતિ લાવવાની ક્ષમતા ધરાવે છે.

ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં નવા રચાયેલા કેન્દ્રીય સહકાર મંત્રાલય તરફથી અમને જે સહકાર અને સમર્થન મળી રહ્યું છે તેના કારણે સંસ્થાના પ્રયાસોને વેગ મળ્યો છે. નેનો DAP અને અન્ય નવીન ઉત્પાદનો સાથે, IFFCO વૈશ્વિક સહકારી પ્લેટફોર્મ પર તેની હાજરીને વધુ મજબૂત કરીને પહેલા કરતાં વધુ પ્રભાવશાળી ભૂમિકા ભજવવા માટે તૈયાર છે.

અહેવાલ આર્થિક અને સામાજિક અસરની તપાસ કરે છે

ઇન્ટરનેશનલ કોઓપરેટિવ એલાયન્સ (ICA) અને યુરોપિયન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓન કોઓપરેટિવ એન્ડ સોશિયલ એન્ટરપ્રાઇઝિસ (Euricse)એ આજે ​​આંતરરાષ્ટ્રીય વેબિનાર દરમિયાન વર્લ્ડ કોઓપરેટિવ મોનિટરની 2021 આવૃત્તિ બહાર પાડી. જેમાં ઈફકોને આ સ્થાન મળ્યું છે.

આ અહેવાલ જે વિશ્વભરની સૌથી મોટી સહકારી સંસ્થાઓ અને તેમની આર્થિક અને સામાજિક અસરની તપાસ કરે છે. સાથે સાથે ટોચની 300 સહકારી સંસ્થાઓના રેન્કિંગ, સેક્ટર રેન્કિંગ અને વર્તમાન વૈશ્વિક પડકારો જેમ કે કોવિડ અને ક્લાઈમેટ ચેન્જ પ્રત્યે કામનું વિશ્લેષણ કરે છે.

આ પણ વાંચો: એક જ છોડમાં ઉગશે રીંગણ અને ટામેટા, વૈજ્ઞાનિકોએ વિકસિત કરી નવી જાત

આ પણ વાંચો: પ્રગતિશીલ ખેડૂત બંધુઓએ કર્યો કમાલ, રૂમમાં જ કેસરની ખેતીથી કરી લાખોની કમાણી

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">