મહારાષ્ટ્રના ઔરંગાબાદના રહેવાસી યોગેશ ગાવંડે એક ખેડૂત (Farmer) પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમણે પાકમાં જંતુનાશક દવાનો (Pesticide) છંટકાવ કરવા આવતા ખેડૂતોની મુશ્કેલી જોઈ હતી. તેથી જ એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કરતી વખતે તેમણે એવું સ્પ્રે મશીન બનાવ્યું કે જેનાથી ખેડૂતોનું જીવન સરળ બની ગયું. તેને હાથથી ચલાવવાની જરૂર નથી. એટલું જ નહીં ઓછા સમયમાં વધુ ખેતરમાં છંટકાવ કરી શકાય છે. ગવાંડેએ છેલ્લા ચાર વર્ષમાં દેશના 15 રાજ્યોમાં ખેડૂતોને 400થી વધુ મશીનો વેચ્યા છે. હવે તેની માગ વધી રહી છે. આ મશીનથી ખેડૂતોનો સમય બચી રહ્યો છે અને ઝેરનું જોખમ પણ નથી. TV9 ડિજિટલ સાથે વાત કરતાં તેમણે કહ્યું કે ખેતી માટે વધુ મશીનો પર કામ કરવાની જરૂર છે.
ગાવંડેએ જણાવ્યું કે મશીનમાંથી સ્પ્રે બંને પૈડાં અને સાંકળની મદદથી કરવામાં આવે છે. આ સ્પ્રે મશીનનું નામ નીઓ સ્પ્રે પંપ છે. એક જ સમયે પાકની ચાર હરોળમાં છંટકાવ કરી શકાય છે. ખેતીમાં જરૂરી દરેક વસ્તુ ઉપલબ્ધ છે. પરંતુ તેનો સદુપયોગ કેવી રીતે કરવો તે વિચાર અને મહેનતની જરૂર છે. સમય જતાં, કૃષિ ક્ષેત્રમાં યાંત્રિકીકરણમાં વધારો થયો છે. આ માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર કરોડો રૂપિયાનું રોકાણ કરી રહી છે, જેથી ખેડૂતોનું જીવન સરળ બને.
મરાઠવાડા પ્રદેશમાં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા ખેડૂતના પુત્ર દ્વારા વિકસિત ઓટોમેટિક સ્પ્રેઇંગ મશીનની મહારાષ્ટ્રના કૃષિ જગતમાં ચર્ચા છે. ઔરંગાબાદ જિલ્લાના ચિત્તેપિમ્પલ ગામના યોગેશ ગાવંડેએ આ ઉપકરણ તૈયાર કર્યું છે. જેના કારણે છંટકાવનું કામ સરળ બન્યું છે. ખેડૂતોની સમસ્યાના ઉકેલને ધ્યાનમાં રાખીને તેમણે કોલેજના પ્રોજેક્ટ માટે નીઓ સ્પ્રે પંપ બનાવ્યો.
આ મશીનની કિંમત માત્ર 3,800 રૂપિયા છે. ઓટોમેટિક સ્પ્રેઇંગ મશીનના સફળ ઉપયોગ પછી, તેમણે આ પાઇલોટ પ્રોજેક્ટને ઉદ્યોગમાં ફેરવવાનું નક્કી કર્યું. ચીખલથાણા ખાતે શેડ બનાવ્યો અને 4 વર્ષમાં 400 ઓટોમેટીક સ્પ્રેઇંગ મશીન બનાવ્યા. આ પ્રોજેક્ટનો બિઝનેસ લગભગ 20 લાખ રૂપિયાનો હતો. યોગેશે એક કંપનીમાં માર્કેટિંગ કર્યું છે.
આ પણ વાંચો : દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે ક્રોપ્સ ઇન ધ એરા ઓફ ક્લાઇમેટ ચેન્જ વિષય પર તાલીમનો શુભારંભ થયો
આ પણ વાંચો : Business idea for villagers: બેરોજગારીથી છો પરેશાન? અપનાવો આ કૃષિ વ્યવસાય થશે લાખોમાં કમાણી
આ પણ વાંચો : Wheat Farming: ઘઉંના પાકમાં નુકસાન કરી શકે છે આ રોગ, ખેડૂતો આ ઉપાયથી અટકાવી શકે છે રોગનો ઉપદ્રવ