Surat : સોશિયલ મીડિયામાં ફેક આઇડી બનાવી યુવતીને બદનામ કરવા માંગતો માનસિક વિકૃત યુવક ઝડપાયો
આરોપીએ યુવતીના નામની ફેક આઈડી (fake id) બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીને ફોલો કર્યો હતો અને તેણીના વિડીયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી અઘટિત માંગણીઓ કરી રહ્યો હતો.
સુરતમાં (Surat) યુવતીના નામની ઇન્સ્ટાગ્રામ ઉપર ફેક આઈડી (Fake id) બનાવી માનસિક વિકૃત યુવક દ્વારા યુવતી સાથે અઘટિત માંગણીઓ કરવામાં આવી હતી. યુવતીના ઘર નજીકમાં જ રહેતા આરોપીએ વિડીયો બનાવી વાયરલ (video ) કરી દેવાની ધમકીઓ પણ આપતો હતો.
મેસેજ કરવા દબાણ કરી તેમજ મેસેજ નહીં કરે તો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકીઓ આપી યુવતીને હેરાન કરી તેમજ છેડતી કરનાર માનસિક વિકૃતિ ધરાવતા યુવકને સલાબતપુરા પોલીસે ઝડપી પાડ્યો છે.
આરોપીએ યુવતીના નામની ફેક આઈડી બનાવી ઇન્સ્ટાગ્રામ ઉપર યુવતીને ફોલો કર્યો હતો અને તેણીના વિડીયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી અઘટિત માંગણીઓ કરી રહ્યો હતો.
સલાબતપુરા પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ખટોદરા કોલોનીમાં રહેતી 22 વર્ષીય યુવતી એક મહિના અગાઉ પોતાના ઘરમાં ઘર કામ કરી રહી હતી.ત્યારે કોઈ અજાણ્યા ઈસમ દ્વારા હિન્દી ભાષામાં લખેલી ચીઠ્ઠી તેના ઘરમાં ફેંકી ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલ કરવાનું જણાવ્યું હતું.
યુવતીનાનામની ફેક આઈડી બનાવનાર 21 વર્ષીય વિકૃત માનસિકતા ધરાવતો આરોપી યુવતીને મેસેજ કરવા તેમજ મેસેજ નહીં કરે તો તેના વિડીયો તથા ફોટો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરતો હતો એટલું જ નહીં આરોપીએ અશ્લીલ લખાણવાળી ચીઠ્ઠી યુવતીને આપી તેની પાસેથી અઘટિત માંગણીઓ કરી હેરાન કરી રહ્યો હતો.
અંતે યુવતીએ આ અંગે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે તપાસ દરમિયાન 21 વર્ષીય માનસિક વિકૃતિ ધરાવતા આરોપીને ઝડપી પાડ્યો છે.એટલું જ નહીં ઝડપાયેલો આરોપી યુવતીના ઘર પાસે જ રહે છે.પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધું તપાસ હાથ ધરી છે.