મણિપુરમાં ઉગ્ર થયા પ્રદર્શનકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર થયા હુમલા, ઇમ્ફાલમાં કર્ફ્યુ

|

Nov 17, 2024 | 7:12 AM

મણિપુરમાં છ લોકોના અપહરણ અને ત્રણ લોકોની લાશ મળી આવ્યા બાદ સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ છે. એવું માનવામાં આવે છે કે જે ત્રણ મૃતદેહો મળી આવ્યા છે તે તે લોકોના છે જેમનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ ઘટના બાદ ગુસ્સે ભરાયેલું ટોળું શનિવારે મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરોમાં ઘૂસી ગયું હતું.

મણિપુરમાં ઉગ્ર થયા પ્રદર્શનકારીઓ, મંત્રીઓ અને ધારાસભ્યોના ઘરો પર થયા હુમલા, ઇમ્ફાલમાં કર્ફ્યુ
curfew in Imphal

Follow us on

મણિપુરમાં રાહત શિબિરમાંથી છ લોકોના અપહરણ અને તેમાંથી ત્રણની હત્યા બાદ ફરી એકવાર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. આ ઘટનાના વિરોધમાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. શનિવારે રાજધાની ઇમ્ફાલમાં ભીડ એટલી આક્રમક બની હતી કે તેણે હિંસાનો આશરો લીધો હતો અને ઇમ્ફાલમાં બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના નિવાસસ્થાને પહોંચ્યા હતા અને તોડફોડ કરી હતી.

જિરીબામ જિલ્લામાં ત્રણ લોકોના મૃત્યુના સંબંધમાં ન્યાયની માગ કરી હતી. આ ઘટના બાદ ઇમ્ફાલ પશ્ચિમ (જિલ્લા) વહીવટીતંત્રે જિલ્લામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લગાવવો પડ્યો હતો.

ધારાસભ્ય આરકે ઈમોના ઘરની સામે એકઠા થયા હતા

પીટીઆઈના અહેવાલ મુજબ એક સિનિયર અધિકારીએ જણાવ્યું કે ટોળું અહીંના લામફેલ સનાકેથેલ વિસ્તારમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી સપામ રંજનના નિવાસસ્થાનમાં ઘૂસી ગયું હતું. બીજી તરફ પ્રદર્શનકારીઓએ મંત્રી એલ સુસિન્દ્રો સિંહના ઘર પર પણ હુમલો કર્યો હતો. કેટલાક લોકો ઘરમાં ઘૂસી ગયા હતા. તેઓ બીજેપી ધારાસભ્ય આરકે ઈમોના ઘરની સામે એકઠા થયા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. ઈમો મુખ્યમંત્રી એન બિરેન સિંહના જમાઈ પણ છે.

દીકરીના જન્મ પર સરકાર આપશે 1.5 લાખ રૂપિયા
IPL 2025ના તે ખેલાડીઓ જેમને BCCI તરફથી મળે છે પેન્શન
Nita Ambani New Look : નીતા અંબાણીનો પરંપરાગત સાડીમાં નવો લુક, જુઓ Photos
AC નું આયુષ્ય કેટલું હોય છે અને તેને ક્યારે બદલવાની જરૂર પડે છે?
IPLમાં અમ્પાયરોને કેટલો પગાર મળે છે?
SBI માંથી 30 લાખની હોમ લોન લેવા પગાર કેટલો હોવો જોઈએ ?

આરોપીઓની ધરપકડ

પ્રદર્શનકારીઓ ત્રણ લોકોના મોત પર સરકાર પાસેથી યોગ્ય કાર્યવાહીની માગ કરી રહ્યા છે અને 24 કલાકમાં દોષિતોને પકડવા માટે અધિકારીઓ પર મક્કમ છે. એક અધિકારીએ જણાવ્યું કે ટિડિમ રોડ પર વિરોધીઓ કેશમથોંગના સ્વતંત્ર ધારાસભ્ય સપમ નિશિકાંત સિંહના તેમના નિવાસસ્થાને પહોંચ્યા પરંતુ તેમને કહેવામાં આવ્યું કે, ધારાસભ્ય રાજ્યમાં નથી. આ પછી ટોળાએ તેમની માલિકીના સ્થાનિક અખબારની ઓફિસ બિલ્ડિંગને નિશાન બનાવી હતી.

તેમણે કહ્યું કે શુક્રવારે રાત્રે મણિપુર-આસામ સરહદ પર જીરી અને બરાક નદીઓના સંગમ નજીકથી ત્રણ મૃતદેહ મળી આવ્યા હતા. એવી શંકા છે કે આ ત્રણ મૃતદેહો જીરીબામ જિલ્લામાંથી ગુમ થયેલા છ લોકોમાંથી ત્રણના છે. જે ત્રણ લોકોના મૃતદેહ મળી આવ્યા હતા તેમાંથી એક મહિલા અને બે બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા.

મિઝોરમ સરકારે એડવાઈઝરી કરી જાહેર

મિઝોરમ સરકારે મણિપુરમાં વધી રહેલા તણાવ અને હિંસા બાદ રાજ્યના લોકોને સાવચેતી રાખવા વિનંતી કરી છે. મિઝોરમના ગૃહ વિભાગે એક નિવેદન બહાર પાડીને મણિપુરના લોકોને રાજ્યની અંદર સાંપ્રદાયિક ઘટનાઓને ઉશ્કેરી શકે તેવી ક્રિયાઓ ટાળવા માટે આહ્વાન કર્યું છે. મણિપુરના જીરીબામ જિલ્લામાં ગયા અઠવાડિયે 10થી વધુ લોકો માર્યા ગયા હતા. જીરીબામ જિલ્લો મિઝોરમ સાથે સરહદ વહેંચે છે.

ગૃહ વિભાગના નિવેદનમાં એ પણ ભાર મૂકવામાં આવ્યો છે કે સરકાર મિઝોરમની બહાર, ખાસ કરીને મણિપુરમાં રહેતા મિઝો નાગરિકો, વિદ્યાર્થીઓ અને સ્થળાંતરિત મજૂરોની સુરક્ષા માટે પગલાં લેશે. રાજ્ય સરકારે મણિપુરમાં તાજેતરની હિંસા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોના પરિવારજનો અને હિંસામાં ઘાયલ થયેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

Next Article