બિઝનેસમેન મનીષ કનોડિયાના પુત્રના અપહરણ અને હત્યા કેસમાં નવો વળાંક, હત્યા પાછળનું કારણ આવ્યું સામે
કુશાગ્રનું સોમવારે અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કુશાગ્રનું અપહરણ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કુશાગ્રની શિક્ષિકા રચિતા વત્સનો પણ સમાવેશ થાય છે. કુશાગ્રની હત્યામાં રચિતાની સાથે તેનો બોયફ્રેન્ડ પ્રભાત અને મિત્ર શિવ પણ સામેલ હતા.
કાનપુરના ટેક્સટાઇલ બિઝનેસમેન મનીષ કનોડિયાના પુત્ર કુશાગ્ર કનોડિયાની હત્યાનું કારણ તપાસવામાં આવી રહ્યું છે. આ ઘટનામાં અનેક એંગલ સામે આવી રહ્યા છે. આ મામલામાં લવ ટ્રાયેન્ગલની સાથે પૈસા પડાવી લેવાની વાત પણ સામે આવી રહી છે. મનીષ કનોડિયા કાનપુરના મોટા કાપડના વેપારીઓમાં જાણીતા છે. તેમનો બિઝનેસ ગુજરાત સુધી વિસ્તરેલો છે.
કુશાગ્રનું સોમવારે અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપીઓએ કુશાગ્રનું અપહરણ કર્યા બાદ તેનું ગળું દબાવી હત્યા કરી હતી. પોલીસે હત્યામાં સંડોવાયેલા ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીઓમાં કુશાગ્રની શિક્ષિકા રચિતા વત્સનો પણ સમાવેશ થાય છે. કુશાગ્રની હત્યામાં રચિતાની સાથે તેનો બોયફ્રેન્ડ પ્રભાત અને મિત્ર શિવ પણ સામેલ હતા. પોલીસની માહિતી અનુસાર, ઘટનાના મુખ્ય આરોપી પ્રભાતે કહ્યું હતું કે કુશાગ્રની હત્યા પાછળનું કારણ તેની ગર્લફ્રેન્ડ રચિત સાથેની નિકટતા હતી.
આરોપીની નજર કરોડોના કારોબાર પર હતી
ધીરે ધીરે, આ ઘટનામાં વધુ ઘણા એન્ગલ સામે આવી રહ્યા છે. હત્યા પાછળ ક્યાંક ને ક્યાંક આરોપીની નજર કુશાગ્રના પિતાના કરોડો રૂપિયાના બિઝનેસ પર પણ હતી. પોલીસના હાથે ઝડપાયેલી આરોપી શિક્ષિકા રચિતાએ કુશાગ્રને ઘરે ટ્યુશન આપવાનું શરૂ કર્યું હતું. ત્યાંથી રચિતાને ખબર પડી કે કુશાગ્ર એક મોટા પરિવારમાંથી આવે છે. જ્યારે રચિતા એ પરિવારમાં આવવા-જવા લાગી ત્યારે તેના મનમાં પૈસાનો લોભ પણ આવી ગયો.
કનોડિયા પરિવારનો કપડાનો મોટો બિઝનેસ છે
કુશાગ્રના પિતા મનીષ કનોડિયા કપડાના મોટા બિઝનેસમેન છે. ત્યારે કુશાગ્રના દાદા સંજય કનોડિયા પણ કપડાંનો વ્યવસાય કરતા હતા. મનીષે પોતાનો બિઝનેસ ઘણો વિસ્તાર્યો હતો અને તેનું મોટા ભાગનું કામ ગુજરાતમાં સુરતનું છે. સુરત અને કાનપુર બંને મોટા કાપડ બજાર હોવાને કારણે મનીષનો બિઝનેસ કરોડોમાં પહોંચી ગયો હતો. મનીષ તેનો મોટાભાગનો સમય સુરતમાં વિતાવે છે. પરિવારના બાકીના સભ્યો કાનપુરમાં રહે છે. ઘટના સમયે મનીષ પણ સુરતમાં જ હતો. કાનપુરમાં કનોડિયા પરિવારનો શોરૂમ પણ છે.
આ પણ વાંચો: ફેક પેમેન્ટ રિસિપ્ટ એપ દ્વારા થઈ રહી છે છેતરપિંડી, તમે પણ બની શકો છો ફ્રોડનો શિકાર, જાણો કેવી રીતે બચવું
30 લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી
આરોપીઓએ કુશાગ્રનું અપહરણ કરીને તેના પરિવારને ખંડણીનો પત્ર મોકલ્યો હતો. પત્રમાં 30 લાખની ખંડણી માંગવામાં આવી હતી. મામલાને ભટકાવવા માટે ચતુર આરોપીઓએ તેમાં ધાર્મિક એન્ગલ દાખલ કર્યો હતો. આરોપીએ પત્રમાં ‘અલ્લાહ હુ અકબર’ લખ્યું હતું. સાથે એવું પણ લખવામાં આવ્યું હતું કે અમે તમારો તહેવાર બગાડવા માંગતા નથી અને કોઈ નુકસાન પહોંચાડવા માંગતા નથી. પત્રમાં માંગવામાં આવેલી ખંડણીની જંગી રકમ દર્શાવે છે કે તેઓની નજર કનોડિયા પરિવારના કરોડો રૂપિયા પર હતી.