ફેક પેમેન્ટ રિસિપ્ટ એપ દ્વારા થઈ રહી છે છેતરપિંડી, તમે પણ બની શકો છો ફ્રોડનો શિકાર, જાણો કેવી રીતે બચવું
સ્કેમર્સ કોઈ પણ વેપારીને પેમેન્ટ કરવા માટે QR કોડને સ્કેન કરે છે. ત્યારબાદ તેની વિગતોની કોપી કરીને તેઓ ફેક રિસિપ્ટ બનાવવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને પેમેન્ટ કર્યા વિના જ તેની રસીદ બનાવે છે. આ ફેક રિસિપ્ટ જોવામાં ઓરિજીનલ રિસિપ્ટ જેવી જ દેખાય છે. જેને જોયા બાદ કોઈ પણ લોકો વિશ્વાસ કરે છે.
આજકાલ લોકો કોઈ પણ વસ્તુની ખરીદી બાદ ઓનલાઈન પેમેન્ટ કરતા હોય છે. દરેક વ્યક્તિ હાલ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે છે, પરંતુ થોડું વિચારીને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર વિશ્વાસ કરો. કારણ કે આજકાલ એવી મોબાઈલ એપ્સ ઉપલબ્ધ છે, જેના દ્વારા ફેક પેમેન્ટ રિસિપ્ટ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી રહી છે. વેપારીઓની સાથે આમ જનતા પણ આવા ફ્રોડનો શિકાર બની રહ્યા છે.
ફેક રિસિપ્ટ બનાવવા માટે એપ્લિકેશનનો કરે છે ઉપયોગ
સ્કેમર્સ કોઈ પણ વેપારીને પેમેન્ટ કરવા માટે QR કોડને સ્કેન કરે છે. ત્યારબાદ તેની વિગતોની કોપી કરીને તેઓ ફેક રિસિપ્ટ બનાવવા માટે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે અને પેમેન્ટ કર્યા વિના જ તેની રસીદ બનાવે છે. આ ફેક રિસિપ્ટ જોવામાં ઓરિજીનલ રિસિપ્ટ જેવી જ દેખાય છે. જેને જોયા બાદ કોઈ પણ લોકો વિશ્વાસ કરે છે. આવી રિસિપ્ટ તેઓ વેપારીને મોબાઈલમાં ઓનલાઈન બતાવે છે અને દુકાનદારને લાગે છે કે પેમેન્ટ થઈ ગયું છે.
તમારા એકાઉન્ટમાં ભૂલથી પેમેન્ટ થઈ ગયું
આ પ્રકારની એપ્સનો સાયબર ફ્રોડ કરનારાઓ ઉપયોગ કરી રહ્યા છે. જો Paytm પર કોઈનો મોબાઈલ નંબર રજીસ્ટર હોય, તો Paytm એપ પરથી તેની વિગતો મેળવે છે અને તેના ખાતામાં પેમેન્ટની ફેક રસીદ બનાવે છે. ત્યારબાદ જે તે વ્યક્તિને મોકલીને તેને કહે છે કે, તમારા એકાઉન્ટમાં ભૂલથી પેમેન્ટ થઈ ગયું છે. સ્કેમર્સ રૂપિયા પરત આપવા માટે લોકોને કહે છે. આ રીતે લોકો જો રૂપિયાની ચૂકવણી કરે તો છેતરપિંડીનો ભોગ બની શકે છે.
આ પણ વાંચો : જોબ માટે પોર્ટલ પર બાયોડેટા કર્યો અપલોડ, નોકરી મળવાને બદલે ગુમાવ્યા 6 લાખ રૂપિયા, જાણો કેવી રીતે થઈ છેતરપિંડી
છેતરપિંડીથી કેવી રીતે બચી શકાય
- પેમેન્ટના સ્ક્રીનશોટના આધાર પર વિશ્વાસ કરવો નહીં.
- વેપારીઓએ પેમેન્ટ માટે સાઉન્ડબોક્સનો ઉપયોગ કરવો જોઈએ. જેના દ્વારા પેમેન્ટ મળ્યા પર ઓડિયો કન્ફર્મેશન મળે છે.
- જો તમને એવો ફોન આવે કે ભૂલથી તમારા એકાઉન્ટમાં પેમેન્ટ થઈ ગયું છે, તો પહેલા તમારું એકાઉન્ટ ચેક કરો.
- બેંક એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન ID સાથે ટ્રાન્ઝેક્શન ચેક કરી ખાતરી કરવી જોઈએ.
- જો તમારી સાથે ફ્રોડ થાય, તો તમે નજીકના પોલીસ સ્ટેશનમા ફરિયાદ કરી શકો. આ ઉપરાંત www.cybercrime.gov.in પર જઈને ઓનલાઈન ફરિયાદ પણ નોંધાવી શકો છો.
ટેક્નોલોજીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો