AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભરૂચ : લાપરવાહીની હદ પાર! બેંકમાં હથિયાર પરવાના વગરનો ગનમેન પકડાયો

ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હથિયાર પરવાના વગર એક વ્યક્તિએ બેંકમાં ગનમેન તરીકે નોકરી મેળવી લીધી હોવાની ઘટના સામે આવી છે.

ભરૂચ : લાપરવાહીની હદ પાર! બેંકમાં હથિયાર પરવાના વગરનો ગનમેન પકડાયો
| Updated on: Mar 28, 2026 | 1:24 PM
Share

ગુજરાતમાં સુરક્ષા વ્યવસ્થાને લઈને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હથિયાર પરવાના વગર એક વ્યક્તિએ બેંકમાં ગનમેન તરીકે નોકરી મેળવી લીધી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ પોલીસે આશખ્શની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ તેને નોકરી પર રાખનાર બેન્કના અધિકારીઓની લાપરવાહીએ પણ તંત્રનું ધ્યાન ખેંચ્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાંથી આ સમગ્ર મામલો બહાર આવ્યો છે જ્યાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હરપાલસિંહ પુટનસિંહ રાજાવત નામનો વ્યક્તિ છેલ્લા ચાર મહિનાથી કેનેરા બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવી રહ્યો હતો. તેની પાસે  ગુજરાતમાં ફરજ બજાવવા માટે જરૂરી સ્થાનિક નોંધણી અને ગુજરાતનો હથિયાર પરવાનો ન હતો.

નિયમનો ભંગ છતાં બેંકમાંનોકરી મળી

નિયમો અનુસાર, અન્ય રાજ્યનું હથિયાર ઉપયોગમાં લેતી વખતે જિલ્લા મેજિસ્ટ્રેટ અથવા સ્થાનિક પોલીસમાં નોંધણી કરાવવી ફરજિયાત હોય છે પરંતુ આરોપીએ આ નિયમનો ભંગ કર્યો હતો અને 12 બોરની બંદુક સાથે બેંકમાં ફરજ બજાવતો રહ્યો હતો.

ભરૂચ એસ.ઓ.જી. પોલીસની હથિયાર પરવાના ચકાસણીની ખાસ ઝુંબેશ દરમિયાન આ મામલો સામે આવ્યો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડી તેની પાસેથી બંદુક અને કારતુસ જપ્ત કર્યા છે. આ સાથે તેની સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

લાપરવાહી કોની?

આ ઘટનાએ મોટી ચિંતા ઉભી કરી છે. આ લાપરવાહી કોની ગણવી? સિક્યુરિટી ગાર્ડની કે તેને નોકરી પર રાખનાર સંસ્થાની? બેંકમાં ગનમેન સિક્યુરિટી ગાર્ડની ખૂબ જ મહત્વની ભૂમિકા હોય છે. આવી સ્થિતિમાં પરવાના વગર ગાર્ડની નિમણૂક થવી એ સુરક્ષા વ્યવસ્થામાં ગંભીર ખામી ગણાય છે.

સુરક્ષાનો પ્રશ્ન

ગુજરાતના પરવાના વગર આ પ્રકારે ગાર્ડ મળી આવવો એ બેંકની સુરક્ષામાં મોટી ચૂક ગણી શકાય.હાલ આરોપી વિરુદ્ધ અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધી આર્મ્સ એક્ટ ૧૯૫૯ ની કલમ ૨૦ તથા ૩૦ મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રક્ષક તરીકે જેણે કાયદાનું પાલન કરવાનું હતું, તેણે જ નિયમો નેવે મૂકતા પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.

Breaking News : મારી પાસે બોમ્બ છે, તેમ એક યુવકે કહેતા જ સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થઈ દોડાદોડી, જુઓ વીડિયો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">