Zomato ખરીદી શકે છે Paytmનો આ મોટો બિઝનેસ, 1500 કરોડમાં થશે ડીલ !

આ સમગ્ર ડીલને લઈને બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટમાં Paytmના આ બિઝનેસની ડીલ 1500 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, Zomato સિવાય ઘણી અન્ય કંપનીઓ પણ Paytmના આ બિઝનેસને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.

Zomato ખરીદી શકે છે Paytmનો આ મોટો બિઝનેસ, 1500 કરોડમાં થશે ડીલ !
Zomato
Follow Us:
| Updated on: Jun 16, 2024 | 7:39 PM

ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato હવે Paytmના બિઝનેસ પર નજર રાખી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, દીપેન્દ્ર ગોયલની આગેવાનીવાળી કંપની Zomato Paytmનો મૂવી ટિકિટ બિઝનેસ ખરીદી શકે છે, આ સમગ્ર ડીલને લઈને બંને કંપનીઓ વચ્ચે વાતચીત ચાલી રહી છે. રિપોર્ટમાં Paytmના આ બિઝનેસની ડીલ 1500 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે, Zomato સિવાય ઘણી અન્ય કંપનીઓ પણ Paytmના આ બિઝનેસને ખરીદવાનો પ્રયાસ કરી રહી છે.

Blinkit બાદ બીજા મોટા સોદા પર નજર

મૂવી ટિકિટ બિઝનેસ Zomato માટે યોગ્ય છે. જો Paytm સાથે ચાલી રહેલી વાટાઘાટો તેના પરિણામ સુધી પહોંચવામાં સફળ થાય છે, તો Blinkit પછી આ બીજો બિઝનેસ હશે જે Zomato દ્વારા હસ્તગત કરવામાં આવશે. 2022માં ઝોમેટોએ બ્લિંકિટને 4447 કરોડ રૂપિયામાં ખરીદી હતી. જો કે, Zomato કે Paytm બંનેએ આ સમગ્ર મુદ્દે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી.

Paytm નો આ બિઝનેસ કેટલો મોટો છે ?

Paytm મૂવીઝ તેના સેગમેન્ટમાં BookMyShow ને સખત ટક્કર આપી રહ્યું છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની સાથે વેન્ચર કેપિટલ ફંડ્સ એક્સેલ અને એલિવેશને પણ BookMyShowમાં રોકાણ કર્યું છે. નાણાકીય વર્ષ 2023માં આ કંપનીને 976 કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે આ સમયગાળા દરમિયાન કંપનીએ રૂ. 85.72 કરોડનો નફો કર્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

Zomato માટે આ બિઝનેસ નવો નહીં હોય. કંપની ઇવેન્ટ્સ માટે ટિકિટ બુકિંગ સેવાઓ પૂરી પાડે છે. તે ઝોમાલેન્ડ નામના ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન કરે છે. Paytm માર્કેટિંગ સેવાઓમાં ગિફ્ટ વાઉચર, ટિકિટિંગ (ટ્રાવેલ, મૂવી, ઇવેન્ટ્સ), પ્રમોશનલ અને ક્રેડિટ કાર્ડ માર્કેટિંગનો સમાવેશ થાય છે. કંપનીએ ગયા વર્ષે રૂ. 1734 કરોડની આવક મેળવી હતી. તમને જણાવી દઈએ કે, Paytmને તેની કુલ કમાણીનો 17 ટકા માર્કેટિંગ સેગમેન્ટમાંથી મળે છે. કંપનીની બાકીની 83 ટકા આવક પેમેન્ટ અને નાણાકીય સેવાઓમાંથી આવે છે.

g clip-path="url(#clip0_868_265)">