શું હવે મતદાન નહિ કરનારના ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવાશે? જાણો PIB Fact Check નો જવાબ

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીનું ખંડન કરે છે. જો તમને સરકાર સંબંધિત કોઈપણ સમાચાર નકલી હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો.

શું હવે મતદાન નહિ કરનારના ખાતામાંથી 350 રૂપિયા કાપી લેવાશે? જાણો PIB Fact Check નો જવાબ
PIB Fact Check
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 9:00 AM

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે આ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે વોટ નહિ આપો તો તમારા ખાતામાંથી પૈસા કાપી લેવામાં આવશે. આમતો મતાધિકારનો ઉપયોગ વષય કરવો જોઈએ પણ વોટ નહીં આપી સહકાર સામે દંડ વસૂલવો કેટલો યોગ્ય ગણી શકાય? જાણો આ મેસેજની હકીકત શું છે

આ મેસેજ એવા સમયે વાઇરલ થયો છે જયારે દેશના 5 રાજ્યોમાં ચાલી રહેલી વિધાનસભાની ચૂંટણીનો માહોલ છે. સરકારના વિભાગ PIB Fact Check એ આ દરમિયાન સોશિયલ મીડિયા પર વાયરલ મેસેજ સ્પષ્ટતા કરી છે . વાઇરલ મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે જો તમે ચૂંટણીમાં વોટ નહીં આપ્યો હોય તો તમારા ખાતામાંથી પૈસા કપાઈ જશે… જો તમે પણ મત નહિ આપો શું નુકસાન સહન કરવું પડશે?

660 કરોડનો પગાર 867 કરોડ બોનસ
આ બીમારીઓ ધરાવતા લોકો માટે ફાયદાકારક છે બીયર
ઉંમરના હિસાબે કેટલુ હોવું જોઈએ Blood Pressure? જાણો અહીં
કેટલુ ભણેલા છે કેટરીના કૈફ અને વિક્કી કૌશલ- જાણો
શું કફ સિરપ પીધા પછી પાણી પી શકાય ?
વરસાદી માહોલમાં કડક ચા સાથે એક બેટરમાંથી બનાવેલા 8 પ્રકારના ભજીયાની મજા માણો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મેસેજની હકીકત તપાસવામાં આવી છે.PIB એ આ મેસેજની સત્યતા જાણવા માટે હકીકતની તપાસ હાથ ધરી છે.

PIBએ ટ્વીટ કર્યું

PIB એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે આ મેસેજ સંપૂર્ણપણે ભ્રામક છે. આ દાવો ખોટો છે. ભારતના ચૂંટણી પંચે આવો કોઈ નિર્ણય લીધો નથી.

દાવો બોગસ છે

ઉલ્લેખનીય છે કે આ મેસેજમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે જે મતદાતાઓ લોકસભા ચૂંટણીમાં મતદાન નહીં કરે તેમના બેંક ખાતામાંથી ₹350 કાપવામાં આવશે.

PIB ફેક્ટ ચેક શું છે?

તમને જણાવી દઈએ કે PIB ફેક્ટ ચેક સરકારી નીતિઓ અથવા યોજનાઓ પર ખોટી માહિતીનું ખંડન કરે છે. જો તમને સરકાર સંબંધિત કોઈપણ સમાચાર નકલી હોવાની શંકા હોય તો તમે તેના વિશે PIB ફેક્ટ ચેકને જાણ કરી શકો છો. આ માટે તમે આ મોબાઈલ નંબર 918799711259 પર કોલ કરી શકો છો. અથવા socialmedia@pib.gov.in ઈમેઈલ આઈડી પર મોકલી શકો છો.

મેસેજ ફોરવર્ડ કરવાનું પણ ટાળો

તેમજ આ ખોટા અને નકલી મેસેજને અન્ય કોઈ વ્યક્તિને ફોરવર્ડ કરશો નહીં. આનાથી ફેક ન્યૂઝ અને વાયરલ મેસેજના ફેલાવાને રોકી શકાય છે. ઉપરાંત, જો તમને તમારી વ્યક્તિગત, ખાસ કરીને બેંકિંગ વિગતો જેવી કે બેંક એકાઉન્ટ નંબર, IFSC કોડ વગેરે માટે પૂછવામાં આવે તો તે બિલકુલ આપશો નહીં.

આ વિગતોનો લાભ લઈને, ગુનેગારો તમારી સાથે બેંક છેતરપિંડી કરી શકે છે. તેઓ મિનિટોમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી પણ કરી શકે છે. પીઆઈબી ફેક્ટ ચેકે પોતાના ટ્વિટર હેન્ડલ પર આ ફેક મેસેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો છે. મેસેજમાં લખ્યું છે કે પીએમ સ્કીમ હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના દરે લોન લઈ શકાય છે. આ સાથે મેસેજમાં જોવા મળી રહ્યું છે કે 50 ટકા વ્યાજ માફ કરવામાં આવશે.

આ પણ વાંચો :  LICના IPOને લઈને બજારમાં ઉત્સાહ, ઈશ્યુને લઈને આગળ વધી રહી છે સરકાર: નાણામંત્રી

આ પણ વાંચો : ‘મહારાષ્ટ્રમાં 2 લાખ કરોડનું રોકાણ, 3 લાખ યુવાનોને રોજગાર’, TV9 કોન્ક્લેવમાં ઉદ્યોગ પ્રધાન સુભાષ દેસાઈ દ્વારા જાહેરાત

Latest News Updates

અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
અમરેલીમાં મેઘરાજાની તોફાની બેટીંગ, મોટી કુંકાવાવમાં રસ્તા પર વહી નદીઓ
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
ગુજરાતની જીવાદોરી સમા સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
રાજ્યમાં 47 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, ગીરસોમનાથમા ખાબક્યો 5 ઈંચ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં વિશેષ તૈયારી, ચાંદીપુરા વાઇરસને લઈ સજ્જ
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
પાકિસ્તાનથી આવેલા એક પત્રએ લાવી દીધા અનેક પરિવારોની આંખમાં આંસુ઼
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
ડીસા માર્કેટ યાર્ડમાં ચેરમેન ગોવા રબારીથી ભાજપના જ ડિરેક્ટરોમાં અસંતોષ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
દેવભૂમિદ્વારકા પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચોમેર વિરોધ બાદ ગુજરાત સરકારે GMERS સંચાલિત મેડિકલ કોલેજની ફી ઘટાડી
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
ચાંદીપુરાનો કહેર, મેઘરજના 3 વર્ષના બાળકનું હિંમતનગર સિવિલમાં મોત
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા વકર્યો
g clip-path="url(#clip0_868_265)">