iPhone અને Android માં અલગ-અલગ કિંમત દેખાવાનું કારણ શું ?

30 ડિસેમ્બર, 2024

આ પ્રથા ઘણી ઈ-કોમર્સ વેબસાઈટ અને પ્લેટફોર્મ પર જોવા મળી છે.

તમને પ્રશ્ન જરૂર થશે કે કયા કારણ થી iPhone અને Android માં ઓનલાઈન ખરીદી કરતી વખતે અલગ કિંમતો દેખાય છે.

iPhone યુઝર્સને ઘણીવાર પ્રીમિયમ ખરીદનાર ગણવામાં આવે છે, કારણ કે iPhones મોંઘા હોય છે. ઇ-કોમર્સ પ્લેટફોર્મ એ ઓળખી શકે છે. આ કારણે iPhone યુઝર્સને એ જ પ્રોડક્ટ થોડી વધારે કિંમતે બતાવે છે.

વેબસાઇટ્સ યુઝર્સના બ્રાઉઝર અને ઉપકરણોમાંથી ડેટા એકત્રિત કરે છે. આ ડેટાનો ઉપયોગ નક્કી કરવા માટે કરી શકાય છે કે કયા ગ્રાહકો વધુ ચૂકવણી કરવા માટે સક્ષમ છે.

આ સિવાય તમારા સ્થાનના આધારે કિંમત પણ બદલાઈ શકે છે. ઉદાહરણ તરીકે, મેટ્રો સિટીના યુઝર્સ ઘણીવાર વેબસાઇટ પર ઊંચી કિંમતો જોઈ શકે છે.

જો તમે કોઈ પ્રોડક્ટ પહેલાં વારંવાર જોઈ હોય, તો પ્લેટફોર્મ ધારી શકે છે કે તમે તેને ખરીદવામાં રસ ધરાવો છો. આ કારણે તે પ્રોડક્ટની કિંમત વધારીને તમને બતાવવામાં આવી શકે છે.

Android અને iPhone યુઝર્સ માટે વિવિધ ઑફર્સ અથવા કૂપન્સ ઉપલબ્ધ હોઈ શકે છે. એપ્સમાં iOS અને Android યુઝર્સને અલગ અલગ ડિસ્કાઉન્ટ બતાવવામાં આવી શકે છે.