આજનું હવામાન : ગુજરાતમાં દાંત કડકડાવતી અને ગાત્રો થીજવતી ઠંડીની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. લઘુતમ તાપમાનમાં વધારે પરિવર્તન આવે નહીં તેવી સંભાવના છે. પવનની દિશા ઉત્તરથી પૂર્વ તરફની રહેશે. પવનના કારણે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહે તેવી સંભાવના છે.

હવામાનને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર જાન્યુઆરી મહિનમાં હવામાનમાં ભારે પલટો આવી શકે છે. 4 થી 8 જાન્યુઆરીમાં ગુજરાતમાં કડકડતી ઠંડી પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતમાં જોરદાર ઠંડી પડવાની સંભાવના છે. વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડીની આગાહી કરવામાં આવી છે. કચ્છ, નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. કચ્છ, મોરબી, પાટણ સહિતના જિલ્લાઓમાં 12 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ વડોદરા, પોરબંદર, નર્મદા, છોટાઉદેપુર, ભાવનગર સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.