Stock Market Live updates : ટેરિફ પર પ્રતિબંધને કારણે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 1310 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 22,850 પર બંધ
Stock Market Live News Update : બુધવારની તેજી પછી, ગુરુવારે યુએસ શેરબજારોમાં ભારે અસ્થિરતા જોવા મળી. યુએસ શેરબજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ ડાઉ જોન્સ દિવસ દરમિયાન 1,000 પોઈન્ટ ઘટ્યો હતો, પરંતુ પછીથી તેમાં 1,000 પોઈન્ટનો સુધારો થયો હતો. S&P 500 અને Nasdaq 3.5% થી 4.5% સુધી ઘટી ગયા. તેને જોતા આજે ભારતીય શેરબજારમાં મજૂબતી જોવા મળે તેવી શક્યતા છે.

બુધવારની તેજી પછી, ગુરુવારે યુએસ શેરબજારોમાં ભારે અસ્થિરતા જોવા મળી. યુએસ શેરબજારનો મુખ્ય બેન્ચમાર્ક ઇન્ડેક્સ ડાઉ જોન્સ દિવસ દરમિયાન 1,000 પોઈન્ટ ઘટ્યો હતો, પરંતુ પછીથી તેમાં 1,000 પોઈન્ટનો સુધારો થયો હતો. S&P 500 અને Nasdaq 3.5% થી 4.5% સુધી ઘટી ગયા. તેને જોતા આજે ભારતીય શેરબજારમાં મજૂબતી જોવા મળે તેવી શક્યતા છે.
LIVE NEWS & UPDATES
-
Stock Market Live updates : ટેરિફ પર પ્રતિબંધને કારણે શેરબજારમાં ઉછાળો
Stock Market Live updates : ટેરિફ પર પ્રતિબંધને કારણે શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સ 1310 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 22,850 પર બંધ થયો, ધાતુમાં ઘણી ખરીદી થઈ
-
Stock Market Live Updates: પેન્ટાગોનના એક્સેન્ચર, ડેલોઇટને ફટકો પડ્યો
બજારનું ધ્યાન IT કંપનીઓ પર છે. યુએસ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ પેન્ટાગોને એક્સેન્ચર અને ડેલોઇટનો $5.1 બિલિયનનો IT સર્વિસ કોન્ટ્રાક્ટ રદ કર્યો છે.
-
-
Stock Market Live updates : Trump Tariff પર 90 દિવસના પ્રતિબંધને કારણે મેટલ શેરોમાં તેજી, ટાટા સ્ટીલ, JSW અને SAIL ના ભાવ 7% સુધી વધ્યા
Trump Tariff Pause Impact: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 90 દિવસ માટે ટેરિફ ફ્રીઝ કરવાની જાહેરાત કરી છે. આ કારણે આજે મેટલ શેરમાં સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો. વૈશ્વિક ટેરિફ યુદ્ધની આશંકા ઓછી થયા પછી ક્ષેત્રીય મોરચે આ સૌથી મોટા ફાયદા હતા. ટાટા સ્ટીલે નેધરલેન્ડ્સમાં કામગીરી ખસેડી હોવાના સમાચારે પણ ઇન્ડેક્સમાં તેજીમાં વધારો કર્યો.
-
Stock Market Live News Update : Nifty 50 ના રોકાણકારો માટે રાહતના સમાચાર
Stock Market Live News Update :Nifty 50 and Future of Nifty April month આજે પુરા દિવસ ઉપર રહેવાની સંભાવના છે કારણ કે એમાં Open=Low લાગેલું છે .
-
Stock Market Live News Update : સેન્સેક્સ 1100 પોઈન્ટ વધ્યો,અનેક શેરમાં નોંધાયો મોટો ઉછાળો
બીએસઈના ટોચના 30 શેરોમાં, 3 શેર સિવાય, બાકીના બધા શેરોમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી રહી છે. સનફાર્માનો શેર 4.44 ટકા વધ્યો છે. આ ઉપરાંત, ટાટા મોટર્સના શેરમાં 4.21 ટકા અને ટાટા સ્ટીલના શેરમાં 3.50 ટકાનો વધારો થયો છે.
-
-
ટેરિફમાં રાહતને કારણે બજારમાં ઉછાળો આવ્યો
ટ્રમ્પ ટેરિફમાંથી રાહત મળવાને કારણે નિફ્ટી 450 પોઈન્ટ ઉછળ્યો છે. HDFC બેંક, RIL, ICICI બેંક અને L&T જેવી દિગ્ગજોએ બજારમાં ઉત્સાહ ફેલાવ્યો છે. બેંક નિફ્ટી પણ ગેપ-અપ જાળવી રાખવામાં સફળ રહ્યો અને 750 પોઈન્ટ વધ્યો. મિડકેપ અને સ્મોલકેપમાં થોડો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ફિયર ઇન્ડેક્સ INDIA VIX 7% ઘટ્યો છે.
-
સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 22750 ઉપર ખુલ્યુ
બજારની શરૂઆત તેજી સાથે થઈ. સેન્સેક્સ 1045.60 પોઈન્ટ એટલે કે 1.41 ટકાના વધારા સાથે 74,891.99 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 359.85 પોઈન્ટ એટલે કે 1.61 ટકાના વધારા સાથે 22,746.40 પર ટ્રેડ કરી રહ્યો હતો.
-
પ્રિ ઓપનિંગમાં ભારતીય શેર બજારમાં જોવા મળી તેજી
નિફ્ટી પ્રિ ઓપનિંગમાં 296. 25 પોઇન્ટ સાથે ગેપ એપમાં ખુલ્યૃુ છે. તો BankNifty 393.95 Points સાથે ગેપ અપમાં ખુલ્યુ છે.
-
ભારતને ટેરિફમાંથી 90 દિવસની રાહત
વ્હાઇટ હાઉસે ભારતમાંથી 90 દિવસ માટે ટેરિફ દૂર કરવાનો આદેશ જારી કર્યો છે. આ રાહત 9 જુલાઈ સુધી રહેશે. બીજી તરફ, ભારત અને અમેરિકા વચ્ચે વેપાર સોદા અંગે વાતચીત ચાલી રહી છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે જુલાઈ સુધીમાં બંને દેશો એવા તબક્કે પહોંચી જશે જ્યાં અમેરિકાને ફરીથી ટેરિફ લાદવાની જરૂર નહીં પડે.
-
જેના કારણે શેરબજારમાં તોફાની તેજી આવશે!
ગુરુવારે એશિયા અને યુરોપના શેરબજારોમાં સારો ઉછાળો જોવા મળ્યો. બીજી તરફ, 2008 પછી બુધવારે અમેરિકામાં નોંધાયેલો સૌથી મોટો એક દિવસનો ઉછાળો દર્શાવે છે કે શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં 3-5 ટકાનો ઉછાળો જોવા મળી શકે છે.
Published On - Apr 11,2025 8:55 AM





