Stock Market : શું જૂલાઇ મહિનામાં બજેટ પછી ગબડશે શેર માર્કેટનો પારો, કે આવશે વધારે તેજી, ચાર્ટ દ્વારા સમજો સ્થિતી
Bottom Hit Stock : છેલ્લે કેટલાક સમયથી સ્ટોક માર્કેટનો પાસો સતત ઉપર ચઢતો જાય છે, જેને છેલ્લા બે દિવસથી વિરામ લાગ્યો છે. અમે આજે તમને ચાર્ટ દ્વારા સમજાવશું કે આવનારા સમયમાં બજારની સ્થિતી કેવી રહેશે.
ભારતીય શેરબજારમાં આજે 19 જુલાઈના રોજ ઓલ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. જેના કારણે રોકાણકારોને આજે લગભગ 8 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે બજેટ પહેલા રોકાણકારો પ્રોફિટ બુક કરવામાં વ્યસ્ત છે જે બજારના ઘટાડાનું મુખ્ય કારણ છે. આ સિવાય નબળા વૈશ્વિક સંકેતોને કારણે પણ વેચવાલી મજબૂત થઈ હતી. BSE મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો લગભગ 2.32 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ પણ આજે લાલ નિશાનમાં બંધ થયા છે.
સતત ચાલુ રહેલા બજારના અપ ટ્રેડને વિરામ લાગ્યો છે ત્યારે અમે તમને ચાર્ટ દ્વારા જણાવવા માંગીએ છીએ કે દર મહિનાના કોઇ એક દિવસે નિફ્ટી બોટમ હિટ કરે છે, જાન્યુઆરીની વાત કરીએ તો 23 જાન્યુઆરીએ બજારમાં પ્રોફિટ બુકિંગ થયું હતું અને વધારે વેચવાલીને કારણે નિફ્ટી બોટમ હિટ પર પહોચ્યું હતું.
ફેબ્રુઆરીમાં વચ્ચગાળાના બજેટને કારણે ફેબ્રુઆરી મહિનામાં બોટમ હિટ નહોતા થયા, બજેટના દિવસે સ્ટોક માર્કેટ ફ્લેટ બંધ રહ્યું હતું. વાત કરીએ માર્ચ મહિનાની તો ચાર્ટમાં જોઇ શકાય છે કે 19 માર્ચના રોજ ફરી બોટમ હિટ થયું હતું , ત્યાર બાદ બે દિવસના ડાઉન ટ્રેડ બાદ માર્કેટ ફરી ઉપર ઉઠ્યું હતું.
18 એપ્રિલે ફરી માર્કેટ બોટમ હિટ કર્યું હતું , જોકે બીજા દિવસે આની કોઇ અસર થઇ ન હતી. ત્યાર બાદ મે મહિનામાં 9 મે ના દિવસે ફરી બોટમ હિટ થયું હતું અને જુન મહિનામાં 4 જૂને ફરી નિફ્ટી હિટ થયું હતું, હવે આજે 19 જૂલાઇ છે આજે માર્કેટમાં ખુબ વેચવાલી રહી પરંતુ માર્કેટ બોટમ હિટ ન કર્યું, જોવાનું એ રહ્યું 23 જૂલાઇએ વાર્ષિક બજેટ છે, સતત વધી રહેલા માર્કેટમાં આવશે બ્રેક કે પછી ફેબ્રુઆરીની જેમ જૂલાઇ મહિનામાં નહીં આવે કોઇ બોટમ હિટ? બજેટ પ્રજાલક્ષી રહ્યું તો સ્ટોક માર્કેટ પર તેની સારી અસર થશે. મહત્વનું છે કે બજાર જ્યારે જ્યારે બોટમ હિટ કરી છે ત્યારે ફરી અપ ટ્રેડ આવે છે.