વિદેશમાં પૈસા મોકલવા મોંઘા પડશે, SBI, HDFC તેમજ Axis એ ચાર્જમાં કર્યો બદલાવ

ભારતમાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં અભ્યાસ માટે જાય છે. આમાં મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારાઓનું વિશેષ સ્થાન છે. આવી સ્થિતિમાં જો તમે પણ તમારા કોઈ બાળક અથવા સંબંધીને વિદેશમાં પૈસા મોકલવા માંગો છો તો હવેથી વિવિધ બેંકો તેના માટે ચાર્જ લેશે. આ છે સંપૂર્ણ યાદી...

વિદેશમાં પૈસા મોકલવા મોંઘા પડશે, SBI, HDFC તેમજ Axis એ ચાર્જમાં કર્યો બદલાવ
Sending money abroad will be expensive
Follow Us:
| Updated on: May 18, 2024 | 11:46 AM

શું તમારા બાળકો વિદેશમાં છે ? શું તમે કોઈ એવા વ્યક્તિને જાણો છો જે વિદેશ ગયો હોય અને તેને અચાનક પૈસાની જરૂર પડે? જો તમે પણ આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો, તો વિદેશમાં પૈસા મોકલવા મોંઘા સાબિત થઈ શકે છે. SBI, HDFC અને Axis સહિત ભારતમાં ઘણી બેંકો છે, જે તમને વિદેશમાં પૈસા મોકલવા દે છે, હવે આ બેંકોએ તેમના ટ્રાન્ઝેક્શન ચાર્જમાં વધારો કર્યો છે.

2.5 લાખ ડોલર સુધી વિદેશ મોકલી શકે

ભારતથી વિદેશમાં નાણાં મોકલવા માટે, કેન્દ્રીય બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ‘લિબરલાઈઝ્ડ રેમિટન્સ સ્કીમ’ (LRS) સ્કીમ ચલાવે છે. આ સ્કીમ હેઠળ એક ભારતીય એક વર્ષમાં ભારતમાંથી 2.5 લાખ ડોલર સુધી શિક્ષણ અને મેડિકલ ખર્ચ માટે વિદેશ મોકલી શકે છે. અત્યાર સુધી ઘણી બેંકો આ રકમ મોકલવા માટે કોઈ ફી વસૂલતી ન હતી, પરંતુ હવે મોટાભાગની બેંકોએ તેમાં વધારો કર્યો છે.

બેંકના ટ્રાન્જેક્શન ચાર્જીસ

ચાલો હવે જોઈએ કે કઈ બેંક પર કેટલો ચાર્જ લાગશે…

Shilpa Shetty ની આ રેસ્ટોરન્ટમાં લગ્ન કરશે Sonakshi, આટલો લે છે ચાર્જ
ફ્રિઝરમાં વધારે પડતો જામી જાય છે બરફ? તો બસ આટલું કરી લો
'બદો બદી'ના ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાની ટીમને સુધારશે
રોજ દૂધની ચા પીવી શરીર માટે કેટલી જોખમી, નિષ્ણાતોએ જણાવ્યું
એકથી વધુ Bank Account રાખવાના જાણી લો ફાયદા અને ગેરફાયદા
મોહમ્મદ શમીની 'ફાધર્સ ડે' પર ખાસ પોસ્ટ, હસીન જહાંએ કર્યા આકરા પ્રહારો

HDFC બેંક :

જો તમે ભારતમાંથી $500 અથવા તેની સમકક્ષ વિદેશમાં મોકલો છો, તો તમારે HDFC બેંકમાં દરેક વ્યવહાર પર રૂપિયા 500 ની ફી અને અન્ય કર ચૂકવવા પડશે. તેવી જ રીતે, જો આ રકમ $500 થી વધુ હોય, તો ચાર્જિસ રૂપિયા. 1,000 + ટેક્સ હશે. વિદેશથી પૈસા મોકલવા માટે કોઈ ચાર્જ નથી.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા :

દેશની સૌથી મોટી બેંકમાં વિદેશમાં પૈસા મોકલવા માટેના શુલ્ક અલગ-અલગ દેશોના ચલણના આધારે બદલાય છે. જો કે આ શુલ્ક પૈસા મોકલનારા દ્વારા ચૂકવવાના નથી, પરંતુ પૈસા પ્રાપ્તકર્તા દ્વારા ચૂકવવાના હોય છે. SBIના આ શુલ્ક કરન્સી કન્વર્ઝન રેટ સાથે જોડાયેલા છે.

ચાલો આને ડોલરના ઉદાહરણથી સમજીએ, ધારો કે તમે કોઈને 1000 ડોલરની રકમ મોકલવા માગો છો, અને તેના પર SBIનું કમિશન 10 ડોલર છે. જ્યારે વિદેશમાં મની ટ્રાન્સફરની સુવિધા આપતી બેંક પણ 1 ડોલર ચાર્જ કરે છે, તો જે વ્યક્તિ પૈસા મેળવવા માંગે છે તેને 1000 ડોલરની જગ્યાએ માત્ર 989 ડોલર જ મળશે.

SBI યુએસ ડૉલર માટે ₹10, બ્રિટિશ પાઉન્ડ માટે ₹8, યુરો માટે ₹10, કૅનેડિયન ડૉલર માટે ₹10 અને સિંગાપોર ડૉલર માટે ₹10 ચાર્જ કરે છે.

એક્સિસ બેંક :

જો તમે એક દિવસમાં વિદેશમાં $50,000 સુધી મોકલો છો, તો તમારે એક પણ રૂપિયો ચૂકવવાની જરૂર નથી. જ્યારે એક દિવસમાં વધુ રકમ મોકલવા માટે તમારે વ્યવહારની રકમના 0.0004% કમિશન ચૂકવવું પડશે.

Latest News Updates

SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
SVP હોસ્પિટલમાં મેડિકલ સ્ટુડન્ટ ડ્રગ્સ લેતા ઝડપાયો
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
ટ્રેન મોડી હશે તો ચુકવાશે 9 ટકા વ્યાજ સાથે નાણાં
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
MS યુનિવર્સિટીમાં કોમર્સ ફેકલ્ટીમા બેઠકો વધારવાની માગ સાથે વિરોધ યથાવત
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
કોર્ટ સંકુલના કેટલગાર્ડમાં મહિલાનો પગ ફસાયો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના વાયરલ વીડિયો પર જેલ અધિકારીનો મોટો ખુલાસો
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ભાવનગરના વાતાવરણમાં અચાનક પલટો, ગારીયાધાર પંથકમાં વરસ્યો વરસાદ
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ
ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ
ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">