Semiconductor Unit In Sanand : ગુજરાતને મળી વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની ભેટ, સાણંદમાં સ્થપાશે પ્લાન્ટ, જાણો વિગત

|

Sep 02, 2024 | 7:19 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટ બેઠકે સાણંદમાં કેયન્સ સેમિકોનના પ્લાન્ટની સ્થાપના માટે મંજૂરી આપી. આ વાતને લઈ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો.

Semiconductor Unit In Sanand : ગુજરાતને મળી વધુ એક સેમિકન્ડક્ટર યુનિટની ભેટ, સાણંદમાં સ્થપાશે પ્લાન્ટ, જાણો વિગત

Follow us on

ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાનના દિશા દર્શનમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે, ત્યારે ઈન્ડિયા સેમિકન્ડક્ટર મિશન અન્વયે દેશમાં પાંચ પ્લાન્ટમાંથી 4 પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે. કેયન્સ સેમિકોનનો પ્લાન્ટ સાણંદમાં 3300 કરોડ રૂપિયાના રોકાણો સાથે 60 લાખ ચિપ્સ પ્રતિદિન ઉત્પાદન કરશે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકંડકટર મિશન અંતર્ગત ગુજરાતના સાણંદમાં વધુ એક સેમિકંડકટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે.

વડાપ્રધાનએ આપેલી આ વધુ એક પ્લાન્ટની ભેટ માટે માન્યો આભાર

આ પ્લાન્ટ કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60 લાખ ચિપ્સનું ઉત્પાદન થવાની ક્ષમતા સાથેનો આ પ્લાન્ટ બનશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં વાઇબ્રન્ટ સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે વડાપ્રધાનએ આપેલી આ વધુ એક પ્લાન્ટની ભેટ માટે સમગ્ર ગુજરાત વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સેમિકન્ડક્ટર હબ બનવાની દિશામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લીડરશીપમાં ઝડપભેર આગળ વધી રહ્યું છે.

WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો

સી.જી. પાવરને સાણંદમાં આ પ્રકારના પ્લાન્ટ માટે મંજૂરી

આ હેતુસર 2023માં સાણંદમાં માઇક્રોનના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના માટે તેમણે આપેલી મંજૂરી બાદ ફેબ્રુઆરી 2024માં ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના સેમિકન્ડક્ટર પ્લાન્ટ માટે અને સી.જી. પાવરને સાણંદમાં આ પ્રકારના પ્લાન્ટ માટે તેમણે મંજૂરી આપી છે.

હવે કેયન્સ સેમિકન્ડક્ટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા ગુજરાતનો આ ચોથો પ્લાન્ટ સાણંદમાં સ્થપાશે. આના પરિણામે રોજગારીની તકો પણ વ્યાપક બનશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દિશાદર્શનમાં કેન્દ્ર સરકારે ભારતમાં સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમને વેગ આપવા રૂપિયા 76 હજાર કરોડની જોગવાઈ સાથે ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન કાર્યરત કરેલું છે.

1.50 લાખ કરોડનું થશે રોકાણ

અત્યાર સુધીમાં આ મિશન અન્વયે દેશમાં 3 ગુજરાતમાં અને 1 આસામમાં એમ 4 પ્રોજેક્ટસ સ્થાપવાની કામગીરી વેગવંતી બને છે આ બધા જ પ્રોજેક્ટ્સ મળીને અંદાજે 1.50 લાખ કરોડના રોકાણ સાથે પ્રતિદિન 7 કરોડ ચીપ્સનું ઉત્પાદન થવાની સંભાવનાઓ છે.

(ઈનપુટ – માહિતી વિભાગ, ગાંધીનગર)

Next Article