મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આવશે આમને-સામને, 19900 કરોડ રૂપિયાનો છે આ મામલો

ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં દેશમાં 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું વાર્ષિક ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યુ છે. અદાણી ગ્રુપ દેશમાં ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન તેલનો ઉપયોગ રિફાઇનરીઓ, ખાતર પ્લાન્ટ, સ્ટીલ ઉદ્યોગ અને શિપિંગ જેવા ઉદ્યોગોમાં બળતણ તરીકે થઈ શકે છે.

મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આવશે આમને-સામને, 19900 કરોડ રૂપિયાનો છે આ મામલો
Mukesh Ambani - Gautam Adani
Follow Us:
| Updated on: Dec 31, 2023 | 1:27 PM

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને અદાણી એન્ટરપ્રાઈઝ એટલે કે મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી આવનારા સમયમાં આમને-સામને જોવા મળશે. કેન્દ્ર સરકારે ગ્રીન હાઇડ્રોજનના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે એક મોટો પ્લાન બનાવ્યો છે. આ બંને ગૃપે તેમાં રસ દાખવ્યો છે અને તે 21 કંપનીઓના લિસ્ટમાં સામેલ છે જેમને બિડ કરી છે.

ભારત સરકાર દેશમાં ઈલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે ઉત્પાદન સાથે જોડાયેલ ગ્રાન્ટ આપી રહી છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઊર્જા સંક્રમણ લક્ષ્યનો એક ભાગ છે. મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને ગૌતમ અદાણીની અદાણી એન્ટરપ્રાઇઝે તેના માટે બિડ લગાવી છે.

બીડમાં સૌથી મોટી બોલી ગૌતમ અદાણીની

સોલાર એનર્જી કોર્પ ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રિલાયન્સ અને અદાણી સિવાય ઓહમિયમ ઓપરેશન્સ, જોન-કોકરિલ ગ્રીનકો, વારી એનર્જી લિમિટેડ અને ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડ પણ દેશમાં ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદનમાં રસ ધરાવે છે.

'બદો બદી'ના ચાહત ફતેહ અલી ખાન પાકિસ્તાની ટીમને સુધારશે
રોજ દૂધની ચા પીવી શરીર માટે કેટલી જોખમી, નિષ્ણાતોએ જણાવ્યું
એકથી વધુ Bank Account રાખવાના જાણી લો ફાયદા અને ગેરફાયદા
મોહમ્મદ શમીની 'ફાધર્સ ડે' પર ખાસ પોસ્ટ, હસીન જહાંએ કર્યા આકરા પ્રહારો
થાઈરોઈડ વધારે છે આ 3 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાતા
30 લાખની હોમ લોન લેવા માટે તમારો પગાર કેટલો હોવો જોઈએ? જાણો EMIની વિગત

કંપની 600 મેગાવોટ ક્ષમતાના ઈલેક્ટ્રોલાઈઝર બનાવશે

ઈલેક્ટ્રોલાઈઝરનો ઉપયોગ ગ્રીન હાઈડ્રોજનના ઉત્પાદનમાં થાય છે. તેની મદદથી, પાણી પરમાણુઓને તોડીને હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. તે નવીનીકરણીય ઉર્જાનો સ્ત્રોત છે અને પર્યાવરણ માટે ફાયદાકારક છે. અદાણીએ ઈલેક્ટ્રોલાઈઝર બનાવવા માટે સૌથી મોટી બીડ લગાવી છે. કંપની 600 મેગાવોટ ક્ષમતાના ઈલેક્ટ્રોલાઈઝર બનાવશે, જેમાંથી લગભગ અડધા સ્થાનિક ટેક્નોલોજીથી બનાવવામાં આવશે.

આ મામલો છે 19900 કરોડ રૂપિયાનો

ભારત સરકારે વર્ષ 2030 સુધીમાં દેશમાં 50 લાખ ટન ગ્રીન હાઇડ્રોજનનું વાર્ષિક ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યુ છે. અદાણી ગ્રુપ દેશમાં ગ્રીન હાઈડ્રોજન સેક્ટરમાં સૌથી વધુ રોકાણ કરી રહ્યું છે. ગ્રીન હાઇડ્રોજન તેલનો ઉપયોગ રિફાઇનરીઓ, ખાતર પ્લાન્ટ, સ્ટીલ ઉદ્યોગ અને શિપિંગ જેવા ઉદ્યોગોમાં બળતણ તરીકે થઈ શકે છે, જે કાર્બન ઉત્સર્જનને નોંધપાત્ર રીતે ઘટાડવામાં મદદ કરશે.

આ પણ વાંચો : તમારે મ્યુચ્યુઅલ ફંડમાંથી વધારે કમાણી કરવી છે? તો યાદ રાખજો આ ત્રણ વાત

ગ્રીન હાઇડ્રોજન સંબંધિત અન્ય પ્રોત્સાહન માટે 14 કંપનીઓએ બિડ મૂકી છે. જેમાં રિલાયન્સ, અદાણી, અવાડા ગ્રુપ, ટોરેન્ટ પાવર અને સેમ્બકોર્પ ઇન્ડસ્ટ્રીઝ સામેલ છે. ભારત સરકાર ગ્રીન હાઈડ્રોજન અને ઈલેક્ટ્રોલાઈઝરના ઉત્પાદન માટે 2.4 અબજ ડોલર એટલે કે અંદાજે 19,930 કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપવા જઈ રહી છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Latest News Updates

ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
ધરમપુર વિસ્તારમાં વરસાદી માહોલના કારણે લોકોએ  ગરમીમાં રાહત અનુભવી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
સુરત પોલીસે બનાવતી ચલણી નોટ સાથે એકની ધરપકડ કરી
ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ
ગુજરાતના ચેરાપુંજી એવા ડાંગમાં ધોધમાર વરસાદ
ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતભરમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી
આ રાશિના જાતકોને આજે પ્રગતિનો માર્ગ ખુલશે, નોકરીમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે પ્રગતિનો માર્ગ ખુલશે, નોકરીમાં લાભના સંકેત
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર 2 શખ્શોને ઝડપાયા
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
હિંમતનગરમાં બેફામ દોડતા ડમ્પરે બાઈક અને TRB જવાનને અડફેટે લીધા, જુઓ
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ, લોકોને ભારે ઉકળાટથી મળશે રાહત
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
ઉંઘતુ ઝડપાયુ વનવિભાગ, 10 સિંહો ટ્રેક પર આવી જતા માલગાડી રોકી બચાવાયા
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
સૌરાષ્ટ્ર-કચ્છ દરિયાઇ પટ્ટીમાંથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત
g clip-path="url(#clip0_868_265)">