17 june, 2024

30 લાખની હોમ લોન લેવા માટે તમારો પગાર કેટલો હોવો જોઈએ?

હોમ લોનની મહત્તમ રકમ બેંકો તમારા માસિક પગાર અથવા આવકના આધારે નક્કી કરે છે.

બેંકો અથવા NBFCs લોન અરજદારની લોન પાત્રતા અને લોનની ચુકવણી ક્ષમતાનું મૂલ્યાંકન કર્યા પછી જ નિર્ણય લે છે.

હોમ લોન મોટાભાગે ગ્રાહકની ઉંમર, CIBIL સ્કોર અને આવક પર આધાર રાખે છે.

HDFC બેંક હોમ લોન એલિજિબિલિટી કેલ્ક્યુલેટર મુજબ, જો તમે 9% વ્યાજ પર 20 વર્ષ માટે ₹30 લાખની હોમ લોન ઇચ્છતા હોવ.

તો તમારો પગાર ઓછામાં ઓછો રૂપિયા 54,000 પ્રતિ માસ હોવો જોઈએ.

આ આધારે, જો આજે તમને 20 વર્ષ માટે 9 ટકા વ્યાજ પર 30 લાખ રૂપિયાની હોમ લોન મળી રહી છે.

તો આ લોન પર તમને માસિક EMI 24,139 રૂપિયા હશે.