અરવલ્લીઃ LCB એ 59 મોબાઈલ ટાવરની બેટરી ચોરી કરનાર ગેંગના 2 શખ્શોને ઝડપ્યા
અરવલ્લી LCBની ટીમે કિશોરપુરા ચોકડી પાસેથી એક કાર સાથે બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. જે બંનેની કારમાંથી પોલીસને 11 જેટલી મોબાઈલ ટાવરની બેટરીઓ મળી આવી હતી. જેની પૂછપરછ કરતા તે ચોરીની હોવાનું સામે આવ્યું હતુ.
અરવલ્લી જિલ્લામાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી છે. અરવલ્લી LCBની ટીમે કિશોરપુરા ચોકડી પાસેથી એક કાર સાથે બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. જે બંનેની કારમાંથી પોલીસને 11 જેટલી મોબાઈલ ટાવરની બેટરીઓ મળી આવી હતી. જેની પૂછપરછ કરતા તે ચોરીની હોવાનું સામે આવ્યું હતુ.
બંને આરોપીઓએ રાજ્યમાં 31 પોલીસ મથક વિસ્તારમાં ચોરીના ગુના આચર્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેઓએ 59 જેટલા મોબાઈલ ટાવરની બેટરીઓની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. LCBની ટીમે બંને આરોપીઓને ઝડપી લઈને તેમની ગેંગમાં સામેલ અન્ય આરોપીઓને ઝડપવા માટે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચો: T20 World Cup 2024: બાંગ્લાદેશ સુપર-8માં પહોંચ્યું, કઈ આઠ ટીમો વચ્ચે થશે ટક્કર? જાણો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos