AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PLI Scheme દ્વારા ડ્રોન ઉદ્યોગને મળશે સંજીવની, 5000 કરોડનું રોકાણ આવવાની આશા

પહેલા સરકારે ડ્રોન પોલિસી 2021 લાગુ કરી, જેના કારણે તેના ઉપયોગ સંબંધિત નિયમન સરળ બન્યું. હવે PLI યોજના જાહેર કરવામાં આવી છે. ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ અંબર દુબેએ કહ્યું કે નવી PLI યોજના 5000 કરોડનું રોકાણ લાવશે.

PLI Scheme દ્વારા ડ્રોન ઉદ્યોગને મળશે સંજીવની, 5000 કરોડનું રોકાણ આવવાની આશા
ડ્રોન અને ડ્રોન પાર્ટ્સ માટે PLI સ્કીમની જાહેરાત.
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2021 | 6:45 PM
Share

કેન્દ્ર સરકાર દ્વારા ડ્રોન અને ડ્રોનના પાર્ટસ માટે તાજેતરમાં જાહેર કરવામાં આવેલી પ્રોડક્શન સંબંધિત પ્રોત્સાહક યોજના (PLI Scheme for Drones) આગામી ત્રણ વર્ષ દરમિયાન 5,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવે તેવી ધારણા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સંયુક્ત સચિવ અંબર દુબેએ શનિવારે આ માહિતી આપી હતી.

નવી ડ્રોન પોલિસી 2021 અને ડ્રોન તેમજ ડ્રોન પાર્ટ્સ માટે PLI સ્કીમ વિશે માહિતી આપતા તેમણે કહ્યું કે ડ્રોન સેક્ટરમાં પ્રસ્તાવીત રોકાણનું અનુમાન 10,000 કરોડ રૂપિયાથી વધુ હતું. પરંતુ યોગ્ય રીતે આગામી ત્રણ વર્ષમાં આ ક્ષેત્રમાં 5,000 કરોડ રૂપિયાથી વધારે રોકાણ થવાની ધારણા છે.

દુબેએ કહ્યું, ડ્રોન અને ડ્રોન પાર્ટ્સના ઉત્પાદન ઉદ્યોગમાં આગામી ત્રણ વર્ષમાં 5,000 કરોડ રૂપિયાથી વધુનું રોકાણ થઈ શકે છે. તેમજ ઉદ્યોગનું વાર્ષિક વેચાણ ટર્નઓવર નાણાકીય વર્ષ 2020-21માં 60 કરોડ રૂપિયાથી વધીને નાણાંકીય વર્ષ 2023-24માં 900 કરોડ રૂપિયાથી વધુ થઈ શકે છે. તેમણે કહ્યું કે, આ ક્ષેત્રના વિકાસથી ડ્રોન નિર્માણ ઉદ્યોગમાં આગામી ત્રણ વર્ષ દરમિયાન 10,000 થી વધુ રોજગારીની તકો ઉભી થવાની ધારણા છે.

Drone Rules 2021 પછી પીએલઆઈ યોજના

કેન્દ્ર સરકારનું આ પગલું ગત મહિનાના અંતમાં નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા સૂચિત નવા અને ઉદાર ડ્રોન નિયમો, 2021 પછી આવ્યા છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે ત્રણ નાણાકીય વર્ષોમાં 120 કરોડની ફાળવણી સાથે ડ્રોન અને ડ્રોન પાર્ટ્સ માટે એક પીએલઆઈ (PLI) યોજનાને મંજૂરી આપી છે.

ડ્રોન સોફ્ટવેરમાં પણ દેખાશે ગ્રોથ

ડ્રોન ફેડરેશન ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર ડ S સ્મિત શાહે કહ્યું હતું કે, “ભારત હાલમાં ડ્રોન ક્ષેત્રની આગામી મોટી શક્તિ બનવાની તૈયારીમાં છે, ડ્રોન અને ડ્રોન પાર્ટ્સ માટે PLI યોજનાને મંજૂરી આપવાના સરકારના નિર્ણયથી ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક ઉદ્યોગ માટે ડ્રોન, પાર્ટ્સ અને સોફ્ટવેર બનાવવાની દિશા તરફ પ્રયાસ કરવા માટે  પ્રોત્સાહિત કરશે.

વૈશ્વિક બજારમાં સ્થાન બનાવવામાં મળશે મદદ

ડીએફઆઈ અનુસાર, ડ્રોન ક્ષેત્ર માટે ઉત્પાદનથી સબંધીત પ્રોત્સાહન (Production Linked Incentive  Scheme – PLI) યોજનાથી  ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક બજાર માટે ડ્રોન, પાર્ટ્સ અને સોફ્ટવેર નિર્માણની દિશામા પ્રયત્નો કરવા માટે પ્રોત્સાહન મળશે.

આ પણ વાંચો :  મહામારી બન્યું સોશીયલ મીડીયા ઈન્ફ્લુએન્સર્સ માટે વરદાન, સેલીબ્રીટીઓ કરતા વધારે કમાઈ રહ્યા છે નામ

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">