RBI norms on Wilful Defaulters : ભારતીય રિઝર્વ બેંક (RBI) એ વિલફુલ ડિફોલ્ટર્સ સામે કડક પગલાં લઈને સંબંધિત ધોરણોમાં વ્યાપક ફેરફારોની દરખાસ્ત કરી હતી. કેન્દ્રીય બેંક (RBI)એ આ પ્રસ્તાવમાં તેમને (Wilful Defaulters) તરીકે વ્યાખ્યાયિત કર્યા છે જેમની પાસે રૂપિયા લાખોની રકમ એટલેકે 25 લાખ રૂપિયા કરતા વધુની બાકી રકમ છે અને ચૂકવણી કરવાની ક્ષમતા હોવા છતાં ચૂકવણી કરવામાં અખાડા કરે છે.
આરબીઆઈએ નવા ડ્રાફ્ટ માસ્ટર ડિરેક્શન પર ટિપ્પણીઓ માંગી છે. આ દરખાસ્ત ધિરાણકર્તાઓ માટે ધિરાણકર્તાઓને ઇરાદાપૂર્વક ડિફોલ્ટર્સ તરીકે વર્ગીકૃત કરવા અને ઓળખની પ્રક્રિયાને વધુ સરળ બનાવવાનો અવકાશ વધારવાનો પ્રસ્તાવ મૂકે છે.
Draft Master Direction on Treatment of Wilful Defaulters and Large Defaultershttps://t.co/gAH952IEDL
— ReserveBankOfIndia (@RBI) September 21, 2023
આ પણ વાંચો : ભારત-કેનેડા વચ્ચેની દુશ્મનાવટમાં મુકેશ અંબાણીની સંપતિમાં ઘટાડો, 12માં નંબર પર સરક્યા અંબાણી
આરબીઆઈએ તેની દરખાસ્તમાં જણાવ્યું છે કે આવા વિલફુલ ડિફોલ્ટરો ક્રેડિટ સુવિધાનું પુનર્ગઠન કરી શકશે નહીં. આ સિવાય વિલફુલ ડિફોલ્ટર્સ માટે કડક બાબત એ જાહેર કરાઈ છે કે તે અન્ય કોઈ કંપનીના બોર્ડમાં જોડાઈ શકશે નહીં. ડ્રાફ્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે જ્યાં પણ જરૂરી હોય ત્યાં, ધિરાણકર્તા તેની લોનની ફોરક્લોઝર અથવા વસૂલાત માટે ધિરાણ લેનાર સામે કાનૂની કાર્યવાહી કરી શકે છે.
આ પણ વાંચો : Global Market : શું આજે ભારતીય શેરબજારમાં ઘટાડાની હેટ્રિક લાગશે? જાણો વૈશ્વિક બજારના સંકેત
આરબીઆઈના આ ડ્રાફ્ટમાં એકાઉન્ટને Non Performing Assets તરીકે જાહેર કર્યાના છ મહિનાની અંદર NPA માટે વિલફુલ ડિફોલ્ટ પાસાઓની સમીક્ષા અને અંતિમ સ્વરૂપ આપવાનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. ડ્રાફ્ટ પરની ટિપ્પણીઓ 31 ઓક્ટોબર સુધી આરબીઆઈને સબમિટ કરી શકાય છે.તેમ પણ જાહેર કરવામાં આવ્યું છે.
આરબીઆઈએ એક ખબરી યાદી આપી છે. નિવદેનમાં કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે વિલફુલ લોન ડિફોલ્ટર્સની આ મુસદ્દાની સમીક્ષા હાલની સૂચનાઓની સમીક્ષા કર્યા બાદ જ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટ અને અન્ય અદાલતોના વિવિધ ચુકાદાઓ અને આદેશોને ધ્યાનમાં લઈને તેમજ બેંકો અને અન્ય હિતધારકો સાથે પરામર્શ કર્યા પછી આ મામલાને સત્તાવાર રજૂ કરવામાં આવ્યો છે.
Published On - 8:05 am, Fri, 22 September 23