કેબિનેટની બેઠકના બીજા દિવસે આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની (Nirmala Sitharaman) મહત્વની બેઠક યોજાઈ હતી. પત્રકાર પરિષદ યોજીને આજની બેઠક અંગે માહિતી આપવામાં આવી હતી. નાણામંત્રી નિર્મલા સીતારમણે બેડ બેંક જેને એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની કહેવામાં આવે છે તેની જાહેરાત કરી હતી.
સરકાર આ બેંક માટે 30 હજાર 600 કરોડની ગેરંટી આપશે. 1 ફેબ્રુઆરી 2021 ના રોજ બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી દ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. લગભગ 2 લાખ કરોડની એનપીએ (NPA) બેડ બેંકમાં ટ્રાન્સફર થશે. પ્રથમ તબક્કામાં આ અંતર્ગત 90 હજાર કરોડની એનપીએ ટ્રાન્સફર કરવામાં આવશે.
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, બેડ બેંક ઉપરાંત એક ડેટ મેનેજમેન્ટ કંપની પણ બનાવવામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેન્કો બેડ બેન્કમાં 51 ટકા હિસ્સો અને ડેટ મેનેજમેન્ટ કંપનીમાં 49 ટકા હિસ્સો ધરાવશે. બેંકોની નાણાંકીય સ્થિતિ અંગે નાણામંત્રીએ કહ્યું કે છેલ્લા છ વર્ષમાં 5 લાખ કરોડથી વધુની રીકવરી કરવામાં આવી છે.
માર્ચ 2018 થી 3 લાખ કરોડથી વધુની રીકવરી થઈ છે. 1 લાખ કરોડ તો માત્ર રાઈટ-ઓફ કરીને આપવામાં આવેલી લોનમાંથી વસૂલવામાં આવ્યા છે. છેલ્લા છ વર્ષમાં બેંકોની સંપત્તિમાં ઘણો સુધારો થયો છે.
In 2015, an asset quality review of banks had happened, this review revealed a high incidence of Non-Performing Assets (NPAs): Finance Minister Nirmala Sitharaman
— ANI (@ANI) September 16, 2021
બેડ બેંક અથવા એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની બેંકોની બેડ લોન ખરીદી લે છે અને પછી પોતાની રીતે તેની ઉઘરાણી કરશે. સામાન્ય રીતે, જ્યારે કોઈ બેડ બેંક એક બેડ લોનને ખરીદે છે, ત્યારે તે માત્ર 15 ટકા રોકડ તરીકે ચૂકવે છે. બાકીના 85% સુરક્ષા રસીદના રૂપમાં છે. આ સુરક્ષા રસીદના રૂપમાં 30600 કરોડની સરકારી ગેરંટી જાહેર કરવામાં આવી છે.
Along with National Asset Reconstruction Company Ltd, we are also setting up an India Debt Resolution Company Limited. PSBs will have 51% ownership in NARCL, while PSBs and public financial institutions will have a maximum of 49% stake: Finance Minister Nirmala Sitharaman pic.twitter.com/otTek4zYJu
— ANI (@ANI) September 16, 2021
તેમણે કહ્યું કે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે બેંકોની આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો થયો છે. 2018 માં, દેશમાં 21 જાહેર ક્ષેત્રની બેન્કો હતી અને માત્ર 2 બેન્કો નફાકારક હતી. 2021 માં માત્ર બે બેંકોએ ખોટ નોંધાવી છે. આ દર્શાવે છે કે બેંકોની બેલેન્સશીટમાં ઘણો સુધારો થયો છે.
બેંકોને સતત રીકેપીટલાઈઝ કરવામાં આવી છે
નાણામંત્રીએ એમ પણ કહ્યું કે છેલ્લા પાંચ વર્ષમાં બેંકો દ્વારા દર વર્ષે હજારો કરોડનું રીકેપીટલાઈઝ કરવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2017-18માં 90 હજાર કરોડ, નાણાકીય વર્ષ 2018-19માં 1.06 લાખ કરોડ, 2019-20માં 70 હજાર કરોડ, 2020-21માં 20 હજાર કરોડ અને ચાલુ નાણાકીય વર્ષ માટે 20 હજાર કરોડની જાહેરાત કરવામાં આવી છે.
Public sector banks to hold 51% stake in NARCL, 49% in Debt Management Co; govt in process of setting up India Debt Resolution Co: FM
— Press Trust of India (@PTI_News) September 16, 2021
આ સિવાય ઇન્ડિયા ડેટ રિઝોલ્યુશન કંપની લિમિટેડની સ્થાપના કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. જાહેર ક્ષેત્રની બેન્કોનો આ કંપનીમાં 49 ટકા હિસ્સો રહેશે, બાકીનો હિસ્સો ખાનગી કંપનીઓ પાસે રહેશે.
શું છે બેડ બેંક
બેડ બેંક એ બેંક નથી, બલ્કે તે એસેટ રિ-કન્સ્ટ્રક્શન કંપની (ARC) છે. બેંકોની બેડ લોન આ કંપનીને ટ્રાન્સફર કરવામાં આવશે. આ સાથે બેન્કો વધુ લોકોને સરળતાથી લોન આપી શકશે અને તેનાથી દેશના આર્થિક વિકાસને વેગ મળશે.
સરળ શબ્દોમાં કહીએ તો, જ્યારે કોઈ વ્યક્તિ અથવા સંસ્થા બેંકમાંથી લોન લઈને ભરપાઈ નથી કરતા ત્યારે લોન ખાતાને બંધ કરી દેવામાં આવે છે. આ પછી, તેના નિયમો અનુસાર રીકવરી કરવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, તેની રીકવરી શક્ય નથી અથવા જો તે થઈ પણ હોય તો પણ તે ન થયા બરાબર હોય છે. પરિણામે, બેંકોના પૈસા ડૂબી જાય છે અને બેંક ખોટમાં જાય છે.
આ પણ વાંચો : Share Market : નવી સર્વોચ્ચ સપાટીએ ખુલ્યું શેરબજાર , SENSEX 58900 અને NIFTY 17555 પર નજરે પડયો