મધ્યમ વર્ગનું શહેરમાં ઘરનું સપનું સાકાર કરશે Narendra Modi સરકાર, ટૂંક સમયમાં યોજના શરૂ કરવામાં આવશે
ચાલ, કોલોની કે ભાડાના મકાનમાં રહેતા શહેરીજનો માટે નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકાર તરફથી સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં એક યોજના શરૂ કરવા જઈ રહી છે જેના દ્વારા શહેરી લોકો સરળતાથી મકાન બનાવી શકશે અથવા ખરીદી શકશે.
ચાલ, કોલોની કે ભાડાના મકાનમાં રહેતા શહેરીજનો માટે નરેન્દ્ર મોદી(Narendra Modi) સરકાર તરફથી સારા સમાચાર આવી રહ્યા છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ટૂંક સમયમાં એક યોજના શરૂ કરવા જઈ રહી છે જેના દ્વારા શહેરી લોકો સરળતાથી મકાન બનાવી શકશે અથવા ખરીદી શકશે.
શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરી(Hardeep Singh Puri – Urban Development Minister)એ કહ્યું કે કેન્દ્ર સરકાર સપ્ટેમ્બરમાં શહેરી લોકો માટે એક યોજના શરૂ કરવા જઈ રહી છે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે અમે પહેલા આ યોજના સાથે જોડાયેલા તમામ પાસાઓને સુધારવા માંગીએ છીએ. આ પછી તેની જાહેરાત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ નવી યોજના લગભગ તૈયાર છે. અને તેને સત્તાવાર રીતે ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.
PM મોદીના ભાષણમાં સંકેત મળ્યા હતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના રોજ પોતાના ભાષણમાં કહ્યું હતું કે સરકાર શહેરોમાં રહેતા લોકો માટે સસ્તા દરે લોન(loans at cheap rates) આપવાની યોજના લાવી રહી છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, “શહેરોમાં ચાલ, ઝૂંપડપટ્ટી, ભાડાના મકાનો અને અનધિકૃત કોલોનીઓમાં રહેતા પરિવારોને આ યોજનાનો લાભ મળશે. જો તેઓ પોતાનું મકાન બનાવવા માંગતા હોય તો તેમને વ્યાજ દરમાં રાહત આપવામાં આવશે. તેનાથી લોકોના લાખો રૂપિયાની બચત થશે.
આગામી નવી યોજના ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના અથવા પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) જેવી હોઈ શકે છે. ક્રેડિટ લિંક્ડ સબસિડી સ્કીમ હેઠળ કેન્દ્ર સરકાર આર્થિક રીતે નબળા વર્ગના લોકોને હોમ લોનના વ્યાજ પર રૂ. 2.67 લાખ સુધીની સબસિડી આપે છે. તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ 1.12 કરોડ મકાનો બનવાના છે જેમાંથી 76.25 લાખ મકાનો તૈયાર છે.
મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મધ્યમ વર્ગ માટે મોટી જાહેરાત કરી છે. જે બાદ સામાન્ય જનતા શહેરમાં પોતાનું ઘર ધરાવવાનું સપનું જોઈ શકશે. આ પહેલા સરકારે વર્ષ 2015માં જ પ્રધાનમંત્રી આવાસ યોજના પણ શરૂ કરી હતી. સ્વતંત્રતા દિવસના અવસર પર પોતાના સંબોધનમાં પીએમ મોદીએ મોંઘવારી, મણિપુર સહિત અનેક મુદ્દાઓ પર પણ વાત કરી.
લાલ કિલ્લા પર આયોજિત સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પીએમ મોદીએ કહ્યું કે તેમની સરકાર એક નવી યોજના શરૂ કરવા જઈ રહી છે. આ યોજના હેઠળ મધ્યમ વર્ગના પરિવારો પોતાનું ઘર મેળવી શકશે. નવી યોજના હેઠળ તે એવા પરિવારોને લાભ મળવાની અપેક્ષા છે જેઓ શહેરોમાં રહે છે પરંતુ તેમની પાસે રહેઠાણ નથી.