મુંબઈનું છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આજે 6 કલાક માટે બંધ રહેશે. મુસાફરો માટે આ મહત્વના સમાચાર છે જે વિદેશ પ્રવાસથી આવી રહ્યા હોય કે જઈ રહ્યા હોય તેમના માટે એરપોર્ટ ઓથોરિટી દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. ત્યારે આ 6 કલાક કેમ એરપોર્ટ બંધ રહશે તે અંગે જણાવતા કહ્યું હતુ કે એરપોર્ટ પર મેન્ટેનન્સના કામને કારણે મુંબઈ એરપોર્ટ આજે 6 કલાક બંધ રહશે
એરપોર્ટ બંધ કરવાનો સમય સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધીનો છે. મુંબઈ એરપોર્ટ પર બે રનવે પર મેન્ટેનન્સનું કામ કરવામાં આવી રહ્યુ છે. ત્યારે આ સમયગાળા દરમિયાન કોઈપણ વિમાન ઉડશે નહીં. માહિતી અનુસાર, ચોમાસા પછી, છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટના બંને રનવે – RWY 09/27 અને RWY 14/32 17 ઓક્ટોબર એટલે કે આજે સવારે 11 વાગ્યાથી સાંજના 5 વાગ્યા સુધી બંધ રહેશે. એરપોર્ટ અનુસાર, તેઓએ એરલાઇન અને અન્ય સંબંધિત લોકોને આ કામ વિશે 6 મહિના અગાઉ જાણકારી આપી દીધી હતી.
દર વર્ષે મેન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. વાસ્તવમાં આ મેન્ટેનન્સ દર વર્ષે ચોમાસા પછી થાય છે આ જાળવણીના કામમાં, રનવેની સપાટીની પણ છેલ્લા છ મહિનામાં થયેલી ક્ષતિઓ માટે તપાસ કરવામાં આવે છે. જેથી વિમાન યોગ્ય રીતે ટેકઓફ અને લેન્ડ કરી શકે. તેમજ તમામ મુસાફરો સુરક્ષિત રહે. એરપોર્ટે આ વર્ષે ચોમાસા પહેલા 2 મેના રોજ બંને રનવે પર જાળવણી અને સમારકામની કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે કામચલાઉ બંધનો પ્રાથમિક હેતુ સમારકામ અને જાળવણીનો છે. જે એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉચ્ચતમ ધોરણો સુધી જાળવવા માટે જરૂરી છે.
મુંબઈ એરપોર્ટ પર દરરોજ 900 વિમાન ઉડે છે. આવી સ્થિતિમાં, તમે અંદાજો લગાવી શકો છો કે એક દિવસમાં કેટલા લોકો અહીંથી આવતા-જતા હશે. આવી સ્થિતિમાં જો ફ્લાઈટ્સ પર 5 કલાક માટે બ્રેક લગાવવામાં આવે તો શું સ્થિતિ હશે? આવી સ્થિતિમાં એરપોર્ટે મુસાફરો પાસેથી સહયોગ માંગ્યો છે.
તાજેતરના મહિનામાં, મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ડોમેસ્ટિક એર ટ્રાફિક ઓગસ્ટ 2019ના પૂર્વ રોગચાળાના સ્તરના 108 ટકા પર પહોંચી ગયો છે. એરપોર્ટ પર 4.32 મિલિયનથી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. જેમાં વાર્ષિક ધોરણે 32 ટકાનો વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય હવાઈ ટ્રાફિકમાં પણ 33 ટકાનો વધારો જોવા મળ્યો છે, જેમાં 1.1 મિલિયનથી વધુ મુસાફરોએ મુસાફરી કરી છે. આ જ સમયગાળા દરમિયાન, એરપોર્ટે કુલ 20,711 ડોમેસ્ટિક ફ્લાઈટ્સ અને 6,960 આંતરરાષ્ટ્રીય હવાઈ ટ્રાફિકની હિલચાલનું સંચાલન કર્યું હતું.
મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:44 am, Tue, 17 October 23