દક્ષિણ ભારતની કંપનીના શેરમાં એકજ સત્રમાં 18 હજાર રૂપિયાનો વધારો થયો, ટૂંકા સમયગાળામાં રોકાણકારોને બનાવી દીધા માલામાલ

|

Jan 23, 2024 | 8:12 AM

Multibagger Stock 2024 : તાજેતરમાં MRF લિમિટેડના શેર 1,50,254.16 ના સ્તરને સ્પર્શ્યા હતા. જે તેમની નવી ઓલ-ટાઇમ હાઇ સેટ કરી હતી. ભારતીય શેરબજારમાં આ સૌથી મોંઘો સ્ટોક છે. MRF પહેલા કોઈ પણ શેરની કિંમત રૂપિયા 1.50 લાખના સ્તરને સ્પર્શી શકતી ન હતી.

દક્ષિણ ભારતની કંપનીના શેરમાં એકજ સત્રમાં 18 હજાર રૂપિયાનો વધારો થયો, ટૂંકા સમયગાળામાં રોકાણકારોને બનાવી દીધા માલામાલ

Follow us on

Multibagger Stock 2024 : લાંબા વિકેન્ડ પછી આજે મંગળવારે શેરબજાર ખુલશે ત્યારે વૈશ્વિક સંકેતોને કારણે ગેપ અપ ઓપનિંગ જોવા મળી શકે છે. શનિવારે નિફ્ટી 21572 ના સ્તર પર બંધ થયો હતો. જો કે નિફ્ટીએ શનિવારે દૈનિક ચાર્ટ પર બેરીશ એન્ગલ્ફિંગ કેન્ડલ બનાવી હતી પરંતુ વૈશ્વિક બજારો જે રીતે દેખાઈ રહ્યા છે તે જોતા એવું લાગતું નથી કે આ બેરીશ એન્ગલ્ફિંગ કેન્ડલ સક્રિય થશે.

જો નિફ્ટી કોઈક રીતે 21570 નું સ્તર તોડે તો જ આ એન્ગલ્ફિંગ કેન્ડલ સક્રિય ગણવામાં આવશે પરંતુ આ ક્ષણે જે રીતે માર્કેટ સેન્ટિમેન્ટ્સ જોઈ રહ્યા છે તે ઉપરની તરફ ખુલી શકે છે જેના કારણે નિફ્ટી 21571ના સ્તરથી નીચે નહીં જાય અને આ કેન્ડલ સક્રિય નહીં થાય.

શેરબજારમાં શનિવારના સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં MRFLtdના શેરમાં 5.93 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને રૂપિયા 1,45,750.80ના સ્તરે બંધ થયો હતો જે તેના અગાઉના બંધ ભાવ કરતાં રૂપિયા 8163નો વધારો દર્શાવે છે. એટલે કે એક દિવસના ટ્રેડિંગ સેશનમાં આ શેરમાં રૂપિયા 18 હજારથી વધુનો વધારો થયો છે.

Nagarvel with Mishri : નાગરવેલના પાન સાથે મિશ્રી ખાવાના ચોંકાવનારા ફાયદા
Vastu Tips : તમારા ઘરની બારી દક્ષિણ તરફ હોય તો શું થાય ?
Health Tips: આ ઘરગથ્થુ ઉપાયથી એક અઠવાડિયામાં ફાટેલી એડી થઈ જશે ઠીક! મુલાયમ થઈ જશે પગ
ગુજરાતની ટીમના લેસ્બિયન ક્રિકેટરે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન
Jioનો સૌથી સસ્તો પ્લાન ! મળશે 90 દિવસની વેલિડિટી
છૂટાછેડા પછી આ ક્રિકેટરોના જીવનમાં આવી નવી હસીનાઓ

તાજેતરમાં MRF લિમિટેડના શેર 1,50,254.16 ના સ્તરને સ્પર્શ્યા હતા. જે તેમની નવી ઓલ-ટાઇમ હાઇ સેટ કરી હતી. ભારતીય શેરબજારમાં આ સૌથી મોંઘો સ્ટોક છે. MRF પહેલા કોઈ પણ શેરની કિંમત રૂપિયા 1.50 લાખના સ્તરને સ્પર્શી શકતી ન હતી.

મંગળવારે પણ MRF સ્ટોકમાં વધારો જોવા મળી શકે છે અને જે રીતે આ શેરમાં નીચલા સ્તરેથી ખરીદી આવી છે તે જોતા એવું લાગે છે કે આ સ્ટોક આગામી ટ્રેડિંગ સેશનમાં નવી ઓલ ટાઈમ હાઈ બનાવી શકે છે.

MRF બે મહિના કરતાં વધુ સમયથી હાયર હાઈ હાયર લો પેટર્ન બનાવીને ઉપર જઈ રહ્યું છે. અગાઉ મે 2023 થી નવેમ્બર 2023 સુધી આ સ્ટૉકમાં લાંબું કોન્સોલિડેશન જોવા મળ્યું હતું, ત્યારબાદ આ સ્ટૉકમાં મોટો અપ સાઇડ બ્રેકઆઉટ જોવા મળ્યો હતો.

મે 2023માં આ શેરની કિંમત 88000 રૂપિયા હતી જે આજે વધીને 145750 રૂપિયાના સ્તરે પહોંચી ગઈ છે. એટલે કે છેલ્લા 9 મહિનામાં આ સ્ટોક 65 ટકા વધ્યો છે.

આ પણ વાંચો : PM નરેન્દ્ર મોદીની આ જાહેરાતથી સરકારી કંપનીનો સ્ટોક તેજી બતાવશે, શેર 2 મહિનામાં 365% રિટર્ન આપી ચુક્યો છે

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article