AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSE માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, સેન્સેક્સ અને નિફટીની તેજી વચ્ચે બજાર મૂલ્ય 3,03,59,528.96 કરોડ રૂપિયા નોંધાયું

BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 17 જુલાઈએ રૂપિયા 3,03,59,528.96 કરોડની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ(Mcap of BSE listed firms at all time high) પહોંચ્યું હતું. સોમવારે રોકાણકારોએ ભારે રોકાણ કર્યું હતું અને સેન્સેક્સ 529 પોઈન્ટ વધીને 66,589.93 પર બંધ થયો હતો.

BSE માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું, સેન્સેક્સ અને નિફટીની તેજી વચ્ચે બજાર મૂલ્ય 3,03,59,528.96 કરોડ રૂપિયા નોંધાયું
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 18, 2023 | 8:46 AM
Share

BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ 17 જુલાઈએ રૂપિયા 3,03,59,528.96 કરોડની સર્વકાલીન ઉચ્ચતમ સપાટીએ(Mcap of BSE listed firms at all time high) પહોંચ્યું હતું. સોમવારે રોકાણકારોએ ભારે રોકાણ કર્યું હતું અને સેન્સેક્સ 529 પોઈન્ટ વધીને 66,589.93 પર બંધ થયો હતો.

30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 17 જુલાઈના રોજ 529.03 પોઈન્ટ અથવા 0.80 ટકા વધીને 66,589.93 ના નવા જીવનકાળના ઉચ્ચ સ્તરે બંધ(Sensex Lifetime High Level Closing) થયો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન એક તબક્કે, સેન્સેક્સ 595.31 પોઈન્ટ્સ અથવા 0.90 ટકા વધીને 66,656.21 ની ઇન્ટ્રાડે ટોચે પહોંચ્યો હતો.

આ મજબૂત તેજીને કારણે BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 3,03,59,528.96 કરોડના રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચ્યું હતું. કોટક સિક્યોરિટીઝના હેડ રિસર્ચ (રિટેલ) શ્રીકાંત ચૌહાણે જણાવ્યું હતું કે, “HDFC બૅન્કના અપેક્ષા કરતાં વધુ સારા પરિણામોએ બેન્ચમાર્ક સૂચકાંકોને નવી ઊંચાઈ સુધી પહોંચાડ્યા છે. અત્યાર સુધી જે કંપનીઓએ તેમના પરિણામો જાહેર કર્યા છે તેમાંથી મોટાભાગની કંપનીઓ અપેક્ષાઓ સાથે સુસંગત રહી છે.” આ દર્શાવે છે કે અર્થવ્યવસ્થા સુધરી રહી છે.

તેજીમાં કયા શેરોમાં સૌથી વધુ ફાયદો થયો?

યુરોપિયન માર્કેટમાં નબળાઈ અને એશિયન બજારોમાંથી મિશ્ર સંકેતો છતાં ભારતીય શેરબજારમાં ઘણો ફાયદો થયો હતો. સેન્સેક્સ શેરોમાં એસબીઆઈ, વિપ્રો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એચડીએફસી બેંક, કોટક મહિન્દ્રા બેંક, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેંક અને એશિયન પેઈન્ટ્સ સૌથી વધુ વધ્યા હતા.

HDFC બેન્કનો ચોખ્ખો નફો 30 ટકા વધીને રૂ. 12,370.38 કરોડ થયો છે. તેના કારણે શેરમાં પણ વધારો થયો છે અને HDFC બેન્કનો શેર 2 ટકાના વધારા સાથે રૂ. 1,678.35 પર બંધ થયો છે.

આ શેર્સમાં ઘટાડો નોંધાયો

આ સમયગાળા દરમિયાન જે શેરોમાં ઘટાડો થયો છે તેમાં ટાટા મોટર્સ, JSW સ્ટીલ, ભારતી એરટેલ અને ટાઇટનનો સમાવેશ થાય છે.

BSE સ્મોલકેપ 17 જુલાઈએ 0.85 ટકા વધીને બંધ થયો હતો અને મિડકેપ ઈન્ડેક્સ 0.29 ટકા વધીને બંધ થયો હતો. બેન્કેક્સ 1.45%, ફાઇનાન્શિયલ સર્વિસીસ 1.11%, હેલ્થકેર 0.81%, કોમોડિટીઝ 0.72%, એનર્જી 0.62% અને ઓઇલ એન્ડ ગેસ 0.38 ટકા વધીને બંધ રહ્યો હતો.

SENSEX ની ટોચની 10 કંપનીઓ

Company Name Closing Market Capitalization ( Cr.)
RELIANCE INDUSTRIES LTD. 2796.4 1891936.01
TATA CONSULTANCY SERVICES LTD. 3491.95 1277722.44
HDFC Bank Ltd 1679.2 1265708.66
ICICI BANK LTD. 969.15 678120.5
HINDUSTAN UNILEVER LTD. 2679.95 629678.71
INFOSYS LTD. 1422.75 590468.62
ITC LTD. 472.1 587267.26
STATE BANK OF INDIA 600.9 536279.93
BHARTI AIRTEL LTD. 878.65 490704.98
Bajaj Finance Limited 7507.95 454920.98

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">