નવી સર્વોચ્ચ સપાટી નોંધાવનાર LICનો નફો વધ્યો, રોકાણકારોને મળશે ડિવિડન્ડની ભેટ
LIC Q3 Results : જાહેર ક્ષેત્રની સૌથી મોટી વીમા કંપની LICનો સ્ટોક રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે. તે જ સમયે કંપનીએ તાજેતરમાં તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે જેમાં નફામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વીમા કંપની LICએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રૂપિયા 9,444 કરોડનો નફો કર્યો છે.
LIC Q3 Results : જાહેર ક્ષેત્રની સૌથી મોટી વીમા કંપની LICનો સ્ટોક રેકોર્ડ ઊંચાઈએ પહોંચી ગયો છે. તે જ સમયે કંપનીએ તાજેતરમાં તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે જેમાં નફામાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. વીમા કંપની LICએ ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટર દરમિયાન રૂપિયા 9,444 કરોડનો નફો કર્યો છે.
પરિણામની જાહેરાત બાદ કંપનીએ તેના શેરધારકોને ખુશ કરી દીધા છે. નફાના પરિણામો જાહેર કર્યા પછી LIC એ શેરધારકોને પ્રત્યેક શેર પર 4 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે LICનો નફો 6334 કરોડ રૂપિયા હતો અને હવે 2023-2024ના Q3 પરિણામોમાં LICનો નફો 49% વધ્યો છે.
ડિવિડન્ડ ક્યારે અને કેટલું મળશે?
ત્રીજા ક્વાર્ટરના નાણાકીય પરિણામોની જાહેરાત કરતી વખતે LICએ જણાવ્યું હતું કે તેણે આ સમયગાળા દરમિયાન કુલ રૂપિયા 1.17 લાખ કરોડનું પ્રીમિયમ મેળવ્યું છે જે ગયા વર્ષના સમાન ક્વાર્ટર કરતાં 5 ટકા વધુ છે. ગયા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂપિયા 1.11 લાખ કરોડનું પ્રીમિયમ પ્રાપ્ત થયું હતું. LICનો નફો 49 ટકા વધીને રૂપિયા 9,444 કરોડ થયો છે. કંપનીના બોર્ડે આગામી 30 દિવસમાં શેરધારકોને પ્રતિ શેર 4 રૂપિયાનું ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે.
જીવન વીમા વ્યવસાયમાં 58.90 ટકા હિસ્સા સાથે LIC દેશની સૌથી મોટી વીમા કંપની છે. ડિસેમ્બર 2023 સુધીમાં LICની AUM 49.66 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. જે ગયા વર્ષના સમાન સમયગાળા સુધી રૂપિયા 44.34 લાખ કરોડ હતો.
એક મહિનામાં શેરમાં 34 ટકાનો ઉછાળો આવ્યો
કંપનીના શેરમાં થયેલા વધારાને કારણે LIC પણ સમાચારમાં છે. ગુરુવારે એલઆઈસીનો સ્ટોક 1145 રૂપિયાના જીવનકાળની સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. સર્વોચ્ચ સ્તરે કારોબાર કરતા શેરની માંગ વધી છે. બજાર બંધ થવાના સમયે શેર રૂ.1105.25 પર બંધ થયો હતો. LICનું માર્કેટ કેપ 7 લાખ કરોડ રૂપિયાની નજીક પહોંચી ગયું છે. LIC બજાર મૂલ્યની દૃષ્ટિએ પાંચમી સૌથી મોટી લિસ્ટેડ કંપની બની ગઈ છે અને તે ઈન્ફોસિસથી થોડાક જ ડગલાં દૂર છે. LICનો સ્ટોક છેલ્લા ત્રણ મહિનામાં 80 ટકા અને એક મહિનામાં 34 ટકા વધ્યો છે.
આ પણ વાંચો : Paytm સામે કેમ કરવામાં આવી કાર્યવાહી? RBI ગવર્નરે કહી આ વાત, ફિનટેક કંપનીનો શેર 10% તૂટ્યો