ગૌતમ અદાણીને હાઈકોર્ટનો ઝટકો, 6,185 કરોડની આ ડીલ અટકી

ભારતના અગ્રણી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમના જૂથની પાવર કંપનીના $736 મિલિયન (આશરે રૂ. 6,185 કરોડ)ના સોદાને સસ્પેન્ડ કરી દીધો છે.

ગૌતમ અદાણીને હાઈકોર્ટનો ઝટકો, 6,185 કરોડની આ ડીલ અટકી
Follow Us:
| Updated on: Oct 25, 2024 | 9:57 PM

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી એનર્જી સોલ્યુશનને મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે તેમની પાવર સેક્ટરની કંપનીની સરકારી કંપની સાથે $736 મિલિયન એટલે કે લગભગ 6,185 કરોડ રૂપિયાની ડીલને સસ્પેન્ડ કરી દીધી છે. આ ડીલ હેઠળ અદાણી ગ્રુપની કંપની પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ હેઠળ પાવર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ટ્રાન્સમિશન લાઈનો તૈયાર કરવા જઈ રહી હતી.

આ મામલો કેન્યાનો છે, જ્યાં હાઈકોર્ટે શુક્રવારે આ ડીલને સસ્પેન્ડ કરી દીધી હતી. અદાણી એનર્જી સોલ્યુશન્સે આ મહિનાની શરૂઆતમાં કેન્યાની સરકારી કંપની કેન્યા ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન કંપની (KETRACO) સાથે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

આ ડીલને લઈને કેન્યાના ઈલેક્ટ્રિસિટી મિનિસ્ટ્રીએ 11 ઓક્ટોબરે કહ્યું હતું કે આનાથી ત્યાંની આર્થિક વૃદ્ધિમાં મદદ મળશે. તે દેશમાં અવારનવાર બ્લેકઆઉટનો સામનો કરવામાં પણ મદદ કરશે.

ડાયાબિટીસના દર્દીઓ દિવાળી પર ખાઈ શકશે આ મીઠાઈ, જાણી લો
દરરોજ દાઢી કરવી કેટલી જોખમી ? જાણો કેટલા દિવસ બાદ Shaving કરવી જોઈએ
આ પાંચ લોકો પાસે ક્યારેય નથી ટક્તા પૈસા, હંમેશા નારાજ રહે છે લક્ષ્મી
Bigg Boss 18 માંથી બહાર થઈ 25 વર્ષીય આ અભિનેત્રી, જુઓ ફોટો
કયા લોકોએ શિંગોડા ન ખાવા જોઈએ? નિષ્ણાત પાસેથી જાણીએ
દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર

કેન્યાની હાઈકોર્ટે શું કહ્યું?

કેન્યાની હાઈકોર્ટે આ સોદાને સ્થગિત કરતા કહ્યું કે જ્યાં સુધી તે ‘લો સોસાયટી ઓફ કેન્યા’ દ્વારા દાખલ કરાયેલા કેસ પર પોતાનો ચુકાદો ન આપે ત્યાં સુધી સરકાર અદાણી એનર્જી સોલ્યુશન્સ સાથે 30 વર્ષનો કરાર કરી શકે નહીં. ખુદ કેન્યાની લો સોસાયટીએ આ ડીલનો વિરોધ કર્યો છે.

કેન્યાની લો સોસાયટીની દલીલ શું છે?

કેન્યાની લો સોસાયટીનું કહેવું છે કે આ પાવર ડીલ બંધારણ સાથે વિશ્વાસઘાત છે. તેમજ તેમાં ઘણી ગુપ્તતા રાખવામાં આવી છે. એટલું જ નહીં, તેણે પોતાના દાવામાં એમ પણ કહ્યું છે કે કેટ્રાકો અને અદાણી એનર્જી સોલ્યુશન્સે આ પ્રોજેક્ટ અંગે લોકો સાથે લોકભાગીદારી કરી નથી. જ્યારે કેન્યાના પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશિપ એક્ટ 2021 હેઠળ આવું કરવું ફરજિયાત છે.

એક મીડિયા અહેવાલ અનુસાર, આ સોદો કરતા પહેલા, કેન્યાના ઉર્જા મંત્રાલયે કહ્યું હતું કે તેણે આ માટે સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયાને અનુસરી છે. જ્યારે અદાણી ગ્રુપ તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આવ્યું નથી.

કેન્યામાં અદાણી સામે ગુસ્સો

કેન્યામાં અદાણી ગ્રુપની એન્ટ્રીને લઈને ત્યાંના લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં, લોકોએ વિસ્તરણના બદલામાં કેન્યાના સૌથી મોટા એરપોર્ટને 30 વર્ષ માટે અદાણી જૂથને સોંપવા સામે વિરોધ કર્યો હતો.

ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video
ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર- Video
કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video
કાંકરિયા ઝૂ માં નવા પ્રાણીઓનું આગમન- Video
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
નકલી વિઝાના કૌભાંડનો પર્દાફાશ, 6 એજન્ટ પોલીસ સકંજામાં
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 જેટલા બાંગ્લાદેશીઓની કરાઈ અટકાયત
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
સોમનાથમાં બુલડોઝરની કાર્યવાહી સામે મુસ્લિમ પક્ષને કોઈ રાહત નહીં, Video
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર ભાજપે સ્વરુપજી ઠાકોરને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
g clip-path="url(#clip0_868_265)">