ખેડૂતોની મહાપંચાયતમાં પાલ આંબલિયાના સરકાર પર પ્રહાર, સહાય પેકેજને ગણાવ્યુ કમલછાપ લોલિપોપ- Video
જુનાગઢના બામણસા ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. જેમા ઘેડ પંથક, ઈકો ઝોન, લીલો દુષ્કાળ અને જમીન માપણીના મુદ્દે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. આ મહાપંચાયતમાં ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા.
જુનાગઢના બામણસા ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. જેમા ઘેડ પંથક, ઈકો ઝોન, લીલો દુષ્કાળ અને જમીન માપણીના મુદ્દે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા. આ મહાપંચાયતમાં ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા.
જુનાગઢના બામણસા ગામે ખેડૂતોની મહાપંચાયત યોજાઈ હતી. જેમા રેસલર બજરંગ પૂનિયા અને યોગેન્દ્ર સહિતના સામેલ થયા હતા. ખેડૂત આગેવાન પાલ આંબલિયાએ સરકાર સામે ગંભીર આક્ષેપ કર્યા. આંબલિયાએ જણાવ્યુ કે જેવી ખેડૂત મહાપંચાયતની જાહેરાત કરી કે સરકારને પરસેવો છૂટી ગયો. તો સરકાર જાહેર કરેલા સહાય પેકેજને કમલછાપ લોલીપોપ ગણાવ્યુ. ખેડૂતોને 1140 રૂપિયા વીઘે વળતર આપવાની જાહેરાત કરી છે. સરકારે જાહેર કરેલા 1400 કરોડના પેકેજ મહાપંચાયતની જાહેરાતનું પરિણામ છે. વધુમાં આંબલિયાએ જણાવ્યુ કે જ્યા સુધી ઘેડના પ્રશ્નનુ નિરાકરણ નહીં આવે ત્યાં સુધી એકપણ ખેડૂત શાંતિથી બેસવાનો નથી.
આ તરફ બામણસા ગામના ખેડૂત કરશન સોલંકીએ જણાવ્યુ કે ખેડૂત પોતાની વેદનાને લઈને આ મહાપંચાયતમાં જોડાયો છે. તેમણે જણાવ્યુ કે ઘેડના પ્રશ્નો માટે જન પ્રતિનિધિને રજૂઆત કરવામાં આવે ત્યારે તેમના તરફથી એવો જવાબ મળે છે કે આ તો ઘેડ છે, તેમા પાણી આવે. તેમણે જણાવ્યુ કે 30 વર્ષથી ઘેડના ખેડૂતો ઝઝુમી રહ્યા છે અને આક્રોષ ફુટી નીકળ્યો છે આથી આ પ્રશ્નનો સંપૂર્ણ ઉકેલ નહીં આવે તો છેલ્લા શ્વાસ સુધી લડી લેવાના મૂડમાં છે.
ઉલ્લેખનીય છે, ઘેડ પંથકના બામણસા ગામે ખેડૂતોની યોજાયેલી મહાપંચાયતનું આયોજન સંયુક્ત કિસાન મોરચા દ્વારા કરવામાં આવ્યું હતુ. જેમાં આંતરરાષ્ટ્રીય ગોલ્ડ મેડાલિસ્ટ બજરંગ પુનિયા અને કિસાન મોરચાના કન્વીનર યોગેન્દ્ર યાદવ સહિતના અનેક નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.