હાલના સામમાં અનેક લોક મોટી દાઢી રાખતા હોય છે. પરંતુ ઘણા લોકોને દરરોજ દાઢી કરાવવી ગમે છે. જોકે આ પાછળના કારણ એક કરતાં અનેક હોય છે .
કેટલાક લોકો મહિનાઓ સુધી દાઢી નથી કરતા. હવે સવાલ એ છે કે પુરુષોએ અઠવાડિયામાં કેટલી વાર દાઢી કરવી જોઈએ?
લોકો તેમના વ્યક્તિત્વને નિખારવા માટે વિવિધ પ્રકારની દાઢી રાખવાનું પસંદ કરે છે, જ્યારે ઘણા લોકો ક્લીન શેવ લુક રાખે છે
જો દાઢી મોટી હોય તો તેને રોજ સારી રીતે ધોવી ખૂબ જરૂરી છે.
દરરોજ શેવિંગ કરવાથી કોઈ નુકસાન નથી, પરંતુ લોકોએ સાવધાની સાથે શેવિંગ કરવું જોઈએ. જો યોગ્ય ટ્રીમર અથવા રેઝરનો ઉપયોગ કરવામાં આવે તો, શેવિંગ દરરોજ કરી શકાય છે.
દરરોજ ચહેરા અને દાઢીને સારી રીતે ધોવા અને મોઇશ્ચરાઇઝ કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.
તબીબોના મતે અઠવાડિયામાં એકવાર દાઢી શેવ કરવી એ સૌથી ફાયદાકારક ગણી શકાય છે.